________________
આભાર
મારા માતા-પિતાએ જીવનમાં સત્ય સ્વીકારવા સંસ્કાર આપ્યા અને સદ્ગુરુની આજ્ઞામાં રહેવા માટે હિંમત આપી એ તેમનો મારા પર અથાગ ઉપકાર છે.
શ્રી નિતીનભાઈ સોનાવાલા તથા ડૉ. સેજલબેન શાહે આ કાર્ય કરવા માટેનું મને પ્રોત્સાહન આપ્યું અને પુસ્તકનું વિમોચન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ક૨શે તે માટે સર્વનો હું અત્યંત આભારી છું.
એક વાર સદ્ગુરુનો દૃઢ નિશ્ચય થયો એ પછી કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની કૃપા મારા ૫૨ વરસતી રહી છે. મારી આધ્યાત્મિક સાધનાની સમજણ માટે સદ્ગુરુને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
મારા સર્વ સત્સંગી મિત્રો જેમણે મને તત્ત્વચિંતન તથા સદ્ગુરુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત માટે પ્રેરણા આપી, તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર.
છેલ્લે આ કામ માટે પ્રોત્સાહન આપવા માટે હું મારી પત્ની રંજન અને કુટુંબીજનોનો આભાર માનું છું. મારી દીકરી હેમાલી તથા પૌત્રી વિધી માટે પ્રેમ લાગણી દર્શાવતા આનંદ અનુભવું છું.
સુરેશ શાહ
તા. ૧૭એપ્રિલ,૨૦૧૯
મુંબઈ