________________
કોપરનીકસ વિષય અને તેનો કર્તા, તેના સંબંધ, તેનો પ્રામાણિક વિચાર, અનુભવ સાથે કે અનુભવ વગર થઈ શકે. ઈમેન્યુઅલ કાન્ત માટે એ વિચાર ક્રાંતિકારી હતો.
ઈમેન્યુઅલ કાન્ત (૧૭૮૪ થી ૧૮૦૪) ઃ આ એક ક્રાંતિકારી ફિલોસોફર હતો. જેણે નવી સમજણ દુનિયાને આપી. એણે કહ્યું કે જ્ઞાનની હદ તે પ્રામાણિક સમજણ, પ્રામાણિક વિચાર છે. સમજણનો આધાર એ વિચારનો મજબુત પાયો છે. સમજણ વગરનો વિચાર અંધારામાં રઝળવા બરાબર છે.
દરેક ક્ષણે બદલાતા જગતની વિવિધતામાં અધ્યાત્મિક એકતાનો પ્રામાણિક વિચાર, તેની સમજણ, તેનો સંભવ તે આવેલા વિચારોની દિશાને ધ્યાનમાં, લક્ષમાં, કાબુમાં રાખી અને અણસમજણના વિચારથી દૂર રહી શકે છે. તેમણે ૧) સમજણનું બંધારણ બનાવ્યું. ૨) વિષય અને તેનો કર્તા સાથે સંબંધ ૩) સમય અને તેનો વિચાર સાથે અવકાશ ૪) ૧૨ જુદી જુદી વિચાર દિશાઓ માટે વિચારોના બંધારણની વ્યવસ્થા કરી.
ડેવીડ હયુમઃ એમણે કહ્યું કે કથનના બે પ્રમાણ હોય છે. પહેલું પ્રમાણ પૂરવાર થઈ શકે અને બીજું પ્રમાણ અલંકારિક હોય છે. જેમ ર+૨=૪ અને ખમીસ કાળું છે. કાન્સે કહ્યું કે કથનના બે પ્રમાણની બે જુદી દષ્ટિ હોઈ શકે. એક સ્પષ્ટ અનુભવ સાથે હોય ત્યારે, બીજા માટે અનુભવના આધારની જરૂર નથી.
હું કેવી રીતે જ્ઞાન પામી શકું? જ્ઞાનની ક્ષમતા શું છે? જ્ઞાનની હદ ક્યાં છે? તે માટે ૧) જોર્જ લોક ૨) જોશ બર્કલી ૩) ડેવીડ હયુમને વાંચશો.
ક્રિશ્ચિયન અને ઈસ્લામ ધર્મનું તત્ત્વચિંતન બાઈબલ અને કુરાનમાં છે. બન્ને દર્શનો ભારતીય દર્શન કરતાં જુદા છે. આ દર્શનો પુનર્જન્મમાં માનતા નથી. એટલે મૃત્યુ પછી ભગવાન એ આત્માનો ન્યાય કરે છે એમ માને છે, તેથી કર્તાકર્મની વ્યવસ્થાનો આધાર જુદો છે.
ફન સ કર શકે ?
તત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ