Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 20
________________ પરમાત્મા છે, અને સાક્ષીકર્તા જ છે એમ માને છે જયારે બૌદ્ધ ધર્મ આત્મા અનિત્ય અને પરિણામી હોવાથી તેની દશા અનિત્ય છે, એમ માને છે. દાન્ત બુદ્ધ | સાંખ્ય | યોગ તૈયાયિક X X X xx | | નિત્ય | V અનિત્ય પરિણામી અપરિણામી ૪ સાક્ષી V | સાક્ષીકર્તા | V | xxx < | X ✓ | | W x X x V ૪ < X X ૪ – માન્યતા ૪ - અમાન્યતા તત્ત્વચિંતક તીર્થકર મહાવીરસ્વામી તત્ત્વ એટલે પદાર્થનું રહસ્ય અથવા તેનો સાર છે. દ્રવ્યના કે પદાર્થના ગુણ તથા પર્યાયની જેણે સમજણ પ્રાપ્ત કરી છે અને જેનાં વચનોથી દ્રવ્ય વિશેની શંકાનું સમાધાન થાય તે તત્ત્વચિંતક છે. તીર્થકર મહાવીરસ્વામી આવા મહાન તત્ત્વચિંતક હતા. તેમનાં બોધવચનો, દેશનારૂપે ગણધરોએ આગમ શાસ્ત્રમાં પ્રગટ કર્યા છે, જે જૈન ધર્મનો મુખ્ય સાર છે. જીન એટલે ભગવાન અને જૈન એટલે ભગવાનનો શિષ્ય જેનો ધર્મ પદાર્થના (આત્મદ્રવ્ય) સ્વભાવને જાણી અખંડ સુખની પ્રાપ્તિ કરવી એવો ભગવાનના બોધનો સાર છે. જેને ફળસ્વરૂપે આત્મા પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકે તથા સિદ્ધલોકમાં સ્થિતિ કરી શકે છે. તીર્થકર મહાવીરસ્વામીએ કેવળજ્ઞાનની દશામાં મોક્ષની પ્રાપ્તિ કરી. વીતરાગપ્રભુ તીર્થકરોનો બોધ આગમશાસ્ત્રમાં પ્રગટ છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે ૪૫ આગમ છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪મૂળ, ૬ છેદ, ૧૦પયત્રા અને ૨ ચુલીકાનો સમાવેષ છે. સ્થાનકવાસી માન્યતા પ્રમાણે ૩૨ આગમ છે. જેમાં ૪ છેદ અને ૧ આવશ્યક છે. પયત્રા અને ચુલીકા નથી અને અંગ, ઉપાંગ મૂળ શ્વેતાંબર માન્યતા પ્રમાણે છે. દિગંબર માન્યતા પ્રમાણે આગમ શાસ્ત્ર હતાં પણ તેમના વ્યવચ્છેદ થઈ જવાથી પરમાગમ તથા બીજાં શાસ્ત્રોને આગમ જેવું મહત્ત્વ આપે છે. પરમાગમ અટલે પાંચ શાસ્ત્ર આચાર્ય કુંદકુંદાચાર્યે લખેલાં છે. Most Ed. : તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102