________________
સમવાય સાથે હોય છે
પુદ્ગલ (જડદ્રવ્ય): તેના મુખ્યત્વે ગુણ સ્પર્શ, રસ, ગંધ, રૂ૫, શ્રત છે. પુદ્ગલ રૂપી અને અરૂપી દશામાં હોઈ શકે અને પુદ્ગલ પરમાણુનો સ્વભાવ મિલનસાર હોવાથી, એક બીજાની સાથે ભળી શકે અને સ્કંધ બને છે. ધર્મની પર્યાય અરૂપી હોય છે અને તે ગતિ સહાયક દ્રવ્ય છે. અધર્મની પર્યાય અરૂપી હોય છે અને તે સ્થિતિ સહાયક દ્રવ્ય છે. આકાશ અરૂપી દ્રવ્ય છે અને તે બીજા બધાં દ્રવ્યનો સમાવેશ કરે છે. કાળ દ્રવ્યના પરમાણું મિલનસાર નથી. કાળ ઔપચારિક દ્રવ્ય ગણાય છે, તેથી પંચાસ્તિકાયમાં કાળનું અસ્તિત્વ નથી.
વીતરાગપ્રભુનો બોધ મુખ્યત્વે બે પ્રકારે,
સિદ્ધાંતબોધ અને ઉપદેશબોધ છે સિદ્ધાંતબોધમાં દ્રવ્ય-પદાર્થનું સિદ્ધ થયેલ સ્વરૂપ સમજાવ્યું છે. વીતરાગપ્રભુના સિદ્ધાંતબોધમાં સ્યાદ્વાદની દ્રષ્ટિ હોવાથી, ત્રણે ફીરકાઓ અને અનેક વાડાના વિદ્વાન આચાર્યો, જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતમાં એક જ વિચારધારાને વળગી રહ્યા. આના પરિણામ રૂપે ૨૫૦૦ વર્ષ પછી પણ સિદ્ધાંતિક એકતા હોવાથી જૈન સમુદાયમાં મુખ્ય વિચારધારામાં તિરાડ નહીં પડી છતાં જુદા જુદા આચાર્યોએ જે ઉપદેશ આપ્યો તે પ્રમાણે શ્રાવક-શ્રાવિકાએ ગૃહસ્થદશામાં ઉપદેશને પોતાના આચરણમાં મૂકી જૈન ધર્મ સમજવાનો અથાગ પુરૂષાર્થ કર્યો છે, અને આત્માના સ્વરૂપને જાણવાનું મૂળ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.
સિદ્ધાંતબોધ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત મારી સમજ પ્રમાણે આપને નમપણે જણાવું છું.
(૧) ૬ દ્રવ્યઃ ૧) જીવ – અનંત જીવ દ્રવ્ય છે ૨) પુદ્ગલ - અનંત પુગલ પરમાણુ છે ૩) ધર્મ - જીવ અને અજીવને ગતિ સહાયક છે ૪) અધર્મ - જીવ અને અજીવને સ્થિરતા સહાયક છે ૫) આકાશ – અવકાશ ૬) કાળ - સમય (પર્યાયની માત્રા છે)
જી. કે. દાસીકોના કદાકારક હકકટ કટ કરી શકતા પોટલી કાકી કાકી કાકી કાકીદ
કરી ને કોલ કરી છે
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ