Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 27
________________ થઈ, છેવટે મોક્ષની પ્રાપ્તિ કરે છે, તેનો સ્વાનુભવ વીતરાગપ્રભુના બોધમાં સ્પષ્ટપણે જણાય છે. તેથી સિદ્ધાંતબોધમાં કેંદ્રબિંદુ જીવદ્રવ્ય-આત્મા છે. આત્માના ગુણ, પર્યાય અને પરદ્રવ્યના ગુણ પણ જાણવા જરૂરી છે. પરદ્રવ્યને જાણવાથી જ આત્માનાં શુદ્ધસ્વરૂપનો પૂર્ણ અનુભવ અને ગુણ, પર્યાયની વિશેષતા સમજાય છે. ઉપદેશબોધમાં કેંદ્રબિંદુ મિથ્યાત્વ છે. આત્મા દેહ તે હું છું તેવું અનાદિકાળથી મિથ્યાત્વ માન્યતા ધરાવે છે. વૈરાગ અને ઉપશમ બોધના આધારે દેહ અને આત્મા એટલે જીવ અને પુદ્ગલ બે જુદાં દ્રવ્ય છે તેવું જ્ઞાન થઈ શકે છે. સિદ્ધાંતબોધના આધારે, મનુષ્યને સમ્યકત્વની (સમકિતની) પ્રાપ્તિ થાય તો અવિરતી સમ્યક્દર્શન થવાથી મોક્ષ નિશ્ચિત થાય છે. ઉપશમબોધમાં જુદા જુદા ફીરકાની આચરણ પદ્ધતિમાં ફેરફાર હોવાથી ગૃહસ્થ તથા સાધુ જીવનમાં સંયમનું પાલન જુદું છે, પણ વિશાળ બુદ્ધિથી વિચાર કરીએ તો વૈરાગ અને ઉપશમના આધારે મિથ્યાત્વ દૂર થઈ દેહ અને આત્મા જુદાં દ્રવ્ય છે એવી શ્રદ્ધા માન્યતા, દ્રઢતા અને પ્રત્યક્ષ અનુભવ મનુષ્યને થઈ શકે એવા લક્ષનો જ બોધ છે. ઉપદેશબોધ હવે ઉપદેશબોધ પણ મારી નમ સમજ પ્રમાણે જણાવું છું. પાંચ મહાવ્રત - પાંચ અણુવ્રતા (૧) સાધુ માટે પાંચ મહાવ્રત અને ગૃહસ્થ માટે પાંચ અણુવ્રત છે. આ વ્રતનું પાલન કરવાથી વિનય, વિવેક, કરૂણા, સંતોષ, અધિકાર જેવા સગુણોની પ્રાપ્તિ સહજતાથી થાય છે. પાંચ અણુવ્રત છે ૧) સત્ય-સત્યમય જીવન. ૨) અહિંસા-કોઈની હિંસા ન કરવી એવા સંસ્કાર. ૩) અપરિગ્રહઃ જરૂરિયાત કરતા વધારેની ઈચ્છા ન કરવી. ૪) બ્રહ્મચર્ય બહ્મના આચરણમાં શક્તિનો દુરુપયોગ ન કરવો. ૫) અચૌર્ય: કોઈની પણ વસ્તુ ચોરી નહીં કરવી. (૨) આઠ કર્મ મનુષ્ય જીવન દરમિયાન ચાર ઘાતિયા અને ચાર અઘાતિયા કર્મનું આવરણ મુખ્યત્વે હોય છે. સત્પુરૂષનાં અનુભવસિદ્ધ વચનોમાં મુમુક્ષુ શ્રદ્ધા કરે, સત્સંગ, ભક્તિથી ચિત્તમાં ત્યાગ, વૈરાગની ભાવના આવે તો મોહનીયકર્મ પાતળાં પડે, અંતરાય ધીરે ધીરે દૂર થાય અને નિર્મળ આત્મા - ૧૬ તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102