________________
દે
છે.
સમ્યકદર્શન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ દેવ, ગુરૂ, શાસ્ત્ર એટલે તીર્થંકરદેવની વાણી, શાસ્ત્રબોધ અને સદ્ગુરુનાં અનુભવસિદ્ધ વચનોની શ્રદ્ધાથી, ચિંતન કરવાથી સમકિત એટલે સમ, સંવેગ, નિર્વેગ, આસ્થા અને અનુકંપાના ભાવ સાથે આત્માની અનુભૂતિ થઈ શકે તો મોક્ષ, મુક્તિ શક્ય છે.
સમકિતની પ્રાપ્તિ થાય તો મુમુક્ષુ સર્વ પુદ્ગલ કર્મ (ભાવકર્મ, દ્રવ્યકમ, નોકર્મ) નો ક્ષય કરી, અખંડ સ્વસ્વરૂપની સ્થિતિ કરે છે. મતિ અને શ્રુતજ્ઞાનના આધારે, ધ્યાન અને સમાધિમાં આત્મા સંયમને પ્રાપ્ત કરી સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરે છે. પુદ્ગલ દેહની મુક્તિથી, આત્મા દેહાતીત દશાનો અનુભવ કરે છે. જ્ઞાન સ્વભાવી આત્મા અનંતગુણોનો ધણી છે. મુમુક્ષુની વધતી જ્ઞાનદશા ગુણસ્થાનકના આધારે ગુણવૃદ્ધિનું બેરોમીટર છે.
આત્માની અજ્ઞાની દશા અથવા જ્ઞાનદશા તે પર્યાયને આધારે છે. અજ્ઞાનીદશામાં દેહ તે હું છું. એમ માનીને જીવ-જન્મ-જરા-મરણ અનંત ભવ કરી અનંત દુઃખ ભોગવે છે. રાગ-દ્વેષનો ક્ષય થવાથી, સમભાવમાં જે મુમુક્ષુ. સરળ, મધ્યસ્થ, વિશાળ બુદ્ધિ અને જીતેન્દ્રિયપણું ધરાવતો હોય, તે મૈત્રી, કરૂણા, પ્રમોદ અને મધ્યસ્થભાવ સાથે સગુરૂના બોધને આધારે, વીતરાગપ્રભુનો કૃપાપાત્ર શિષ્ય બને છે. જ્ઞાનીદશામાં જીવ-આત્મા પોતાના સ્વસ્વરૂપદશામાં સ્થિતિ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મોક્ષ એટલે અનંતકાળ સિદ્ધલોકમાં સ્થિતિ કરી અવ્યાબાધ સુખને ભોગવે છે.
નિશ્ચયથી સમકિતનું લક્ષ હોય અને વ્યવહારમાં સગુરૂના અનુભવસિદ્ધ વચનમાં શ્રદ્ધા હોય, તો મુમુક્ષુ માર્ગાનુસારી થઈ શકે. આ કાળમાં સગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગ પ્રભુનો બોધ, સરળ, ગુજરાતી ભાષામાં અમૂલ્ય વચનો દ્વારા, મોક્ષમાળા, ભાવનાબોધ, ૬ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્રમાં પ્રગટ કર્યો છે. તેની ભક્તિ માટે વીસ દોહરા, યમ-નિયમ જેવાં કાવ્યો અને ક્ષમાપનાનું રોજ નિયમથી રટણ કરવાથી આત્માની નિર્મળતા થાય છે.
વર્તમાન સમયમાં પણ પ્રત્યક્ષ સદ્ગુરૂની પ્રાપ્તિ બીજા બધા કાળની જેમ
કાકા
કા કકદાર રહી
નાના કડક કા કા
કા
ક દ ક
કર
- જ
વર કરનાર
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ