________________
હવે બધાં દર્શનોને વિસ્તારથી વિચારીએ.
ઉત્તર મીમાંસા - વેદાન્તઃ વેદાન્તના મુખ્ય ત્રણ અંગ છે, સાંસારિક સુખ, દૈહિક સુખ અને પારમાર્થિક સુખ (મોક્ષ, મુક્તિ) છે. આની સમજણ મુખ્યત્વે ક્રિયા-વિચાર-પરમાર્થમાંથી મળે છે જેને ધર્મ કહેવામાં આવે છે.
ધર્મનાં મુખ્ય ચાર અંગ છે (૧) નીતિ-નિયમ (૨) અર્થ (ધન મેળવવાનો પુરુષાર્થ) (૩) કામ (ઈચ્છા પૂર્ણ કરવાની તાલાવેલી) (૪) મોક્ષ એટલે દેહમાંથી આત્માની મુક્તિ છે. અર્થાત્ મુક્ત આત્માને ફરીથી જન્મ જરા મરણનાં દુઃખ ભોગવવાં પડતાં નથી. આ ચાર અંગને સફળ કરવા જીવનને ચાર આશ્રમમાં ઉંમર પ્રમાણે વહેંચણી થઈ. (૧) બ્રહ્મચર્ય (૨) ગૃહસ્થ (૩) વાનપ્રસ્થાન અને (૪) સન્યાસ. આ આશ્રમો લક્ષને પુર્ણ કરવા માટે રચાયા છે. જીવનનો આધાર પાંચ મૂળભૂત તત્ત્વઃ ૧) પૃથ્વી ૨) જળ ૩) વાયુ ૪) તેજ ૫) આકાશ છે.
વેદને વેદાન્તમાં સુત્રબદ્ધ કરેલ છે. વેદાન્ત તે વેદનો સાર છે. વેદ, જીવસંસાર-ઈશ્વરના સંબંધનું જ્ઞાન આપે છે અને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. ઉપનિષદનો અર્થ ગુરુ શિષ્યને નજીક રાખી જ્ઞાન આપવાની પ્રવૃત્તિ કરે તે છે. બાદરાયણ અથવા વ્યાસજીએ લેખિત સૂત્રો આપ્યાં. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ગીતાને પ્રસ્થાનત્રય કહેવામાં આવે છે.
જુદા જુદા આચાર્યોએ વેદાન્તને જુદી જુદી દૃષ્ટિથી સમજાવ્યા છે. ૧) શંકરાચાર્યઃ બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા છે. સર્વ નિયતિ (નિશ્ચિત) છે. બહ્મ ઉત્પત્તિ, સ્થિતિ અને લય પ્રમાણે ઉદ્ભવે છે. બ્રહ્મ અને પરમાત્મા એક જ છે. મનુષ્ય પરમાત્માનો જ અંશ છે. એટલે આત્મા છે. અજ્ઞાનદશામાં મનુષ્ય માયાને લીધે પોતાને જાણતો નથી, પણ એ પોતાના મૂળ સ્વરૂપને જાણી શકે છે. સાક્ષીભાવ થઈ શકે છે. એક આત્મા બીજા આત્માને રાગ, દ્વેષ અને અજ્ઞાનના આધારે ઓળખે છે.
સત્યાત્રય મિથ્યા ત્રણ પ્રકારે છેઃ ૧) પ્રતીભાષિક-દાખલા તરીકે સર્પને દોરડું માનવું, સોનું અને ઘરેણાં ૨) વ્યાવહારિક ૩) પારમાર્થિક
તત્ત્વ પ્રત્યે વિવેક રાખી, જ્ઞાનની સાધનાથી આત્માનો મોક્ષ (મુક્તિ) થઈ
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ