Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 13
________________ સમાજ માનવા લાગ્યો, અને એ અરસામાં ઝેર આપવાથી સોક્રેટીસનું મૃત્યુ થયું. પ્લેટો સોક્રેટીસ એમના ગુરૂ હતા. એમના કથન પ્રમાણે બે પ્રકારના જગત છે. વિચારોની ઘટમાળનું જે જગત છે તે સાચું છે અને વ્યવહારિક જગત તે જુદું છે. પ્રામાણિક વચન, તેનું જ્ઞાન, તે પ્રામાણિક સત્ય અને અનુભવના આધારે હોય છે. પ્રામાણિક વચન તે આખા જગતમાં એક જ પ્રકારે સમજાય છે. મનુષ્યના વિચાર એક હોઈ શકે પણ અનુભવ એક ન જ હોય. જ્ઞાન પ્રાપ્તિ વિચારની શંકાના આધારે હોય છે. એરીસ્ટોટલઃ વિચારો તો આ વ્યવહારિક જગતનું અંગ છે, પણ સત્ય તે અંતિમ હોવાપણું છે. હીરેક્લીટસ બધું ક્ષણિક છે. જે બૌદ્ધ ધર્મની માન્યતા પ્રમાણે છે. ડેકારટીસઃ સત્ય વિચારમાં પણ શંકાને સ્થાન હોવું જોઇએ, પણ શંકા દઢ થયેલી સમજણને ફેરવી નાંખે કે સમજણનો નાશ કરે એવી ન હોવી જોઇએ. જ્ઞાનનો પાયો ન તૂટે એવો મજબુત હોવો જોઇએ. વિચારોનાં ઊંડાણમાંથી આધ્યાત્મિક વિચાર પ્રગટ થઈ શકે છે. ભગવાન તે અંતિમ સત્ય છે. તે પ્રામાણિક સત્ય છે. એક વિચાર બીજા વિચારથી જુદો જ હોય છે. જડ વિચાર અને વૈચારિક બુદ્ધિ બે જુદાં પ્રમાણ છે. સ્પીનોઝા: પ્રામાણિક સત્યવિચાર તે જુદા જુદા નયને આધારે સમજાવી શકાય છે, એ ઈશ્વરની પ્રેરણા છે. જડ વિચાર અને વૈચારિક બુદ્ધિ એક જ પ્રમાણ છે. તેથી એણે ડેકારટીસની માન્યતાનું ખંડન કર્યું. લાબ્રેટીસ: પ્રમાણિક સત્ય વિચાર જગતમાં બદલાતી જુદી જુદી દિશાઓની વિચારમાળાની એકતાનું પ્રતીક છે. જે પહેલેથી જ પ્રગટ હતું. કોઈપણ વિચાર કે યોજના એકબીજાથી વિરુદ્ધ નથી પણ પૂરક છે. બધા આત્મા સરખા છે પણ પોતાના વિચારના આધારે તેનું ચોક્કસ સ્થાન છે. ઈમ્પીરીઝમ તે પ્રત્યક્ષ અનુભવનું જ્ઞાન જે ઈન્દ્રિયોના આધારે છે, જ્યારે પ્રામાણિત સત્ય તે પ્રમાણિક તર્કના આધારે અને વિચારને કારણે ઉદ્ભવેલું હોય છે. તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102