Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti Author(s): Suresh Shah Publisher: Mumbai Jain Yuvak Mahasangh View full book textPage 7
________________ સારા પુસ્તકથી વધુ પ્રકાશ તરફ આપણી સૌથી નજીકના સમયમાં જેમણે જૈન તત્ત્વોનો અનુભવ આપણને કરાવ્યો તેમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું નામ તરત જ હૈયે આવે. ભાઈ સુરેશભાઈના જીવન પર કૃપાળુદેવનો ઘણો પ્રભાવ રહ્યો છે. પરંતુ સાથે જ સુરેશભાઈ અધ્યાત્મમાર્ગના જાગૃત ચિંતક છે. તેઓ સતત જ્ઞાન આરાધના દ્વારા અને જ્ઞાનવાણી દ્વારા જ પોતાને વધુ ને વધુ સમ્યકભણી લઈ જવા આતુર છે. મુંબઈ શહેરની ભૌતિકતાએ તેમને નિર્બળ નહીં પણ વધુ સમૃદ્ધ બનાવ્યા છે. ખુલ્લા મને કોઈ રૂઢિગત પરંપરામાં જકડાયા વગર નવીનને સ્વીકારવા તેઓ નિરંતર તૈયાર હોય છે. સતત કોઈ ને કોઈ રીતે પોતાના માર્ગને વધુ ને વધુ ઉચ્ચ ગતિ આપવા કાર્યરત હોય, એવો અનુભવ આ પુસ્તક વાંચનાર સૌ કોઈને થશે. તેમના શબ્દોમાં સહજતા અને સરળતા વિશેષ જોવા મળશે. કૃપાળુ દેવના વચનને અનુસરવામાં જ તેઓ પોતાના જીવનનું ધ્યેય સમજ્યા છે. તેમની એ શ્રદ્ધાનો પડઘો અહીં સંભળાશે. તેમનો પથ વધુ ને વધુ સમ્યકત્વ પામે અને તેમને આ ભવ ફળે. તેમની નિરામય પ્રકૃતિને આંતરિક સમૃદ્ધિ મળે, એવી શુભેચ્છાઓ. આજના સમયમાં હેન્ડબુકનું આગવું મહત્ત્વ છે, અનેક લાંબા ગ્રંથોને બદલે વાચક મૂળ સૂરને પકડી સમજવા ઈચ્છે છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા ગહન વિષયના પુસ્તક તરફ વાચકને લઈ જવા અને વાચકને એનો સાર સ્પષ્ટ કરવામાં આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી બનશે. અહીં તેમણે વિષય પ્રવેશ માટેની પિથિકા તૈયાર કરતા પશ્ચિમનું તત્ત્વચિંતન અને ભારતીય દર્શન અને ત્યારબાદ જૈન દર્શન સમજાવ્યું છે. માટે વાચક અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રવેશ કરતાં પહેલા આ વૈશ્વિક પ્રવાહ વિષે પણ માહિતી મેળવે છે. જેની વાત પુસ્તકના આગળના પ્રકરણમાં કરાઈ છે. જે એની વિશેષતા બની છે. વાચકને એક વૈશ્વિક પરિપ્રેક્ષ્યનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. સુરેશભાઈની મહેનત અને સૂઝનો પરિચય પણ આપણને મળે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતાં અનેક લોકોના હૃદયમાં કૃપાળુદેવના વચનો દ્વારા કરુણાનો સ્તોત્ર સતત વહે અને માનવતા વધુ ઉજાગર થાય, એનું જ મહત્ત્વ છે. પોતાના વાંચનને સુરેશભાઈ વધુ ગહન બનાવે અને ભવિષ્યમાં આપણને આ રીતે અન્ય શાસ્ત્રોશ પુસ્તકોની સરળ સમજ ઉપલબ્ધ કરાવી આપે, તેવી આશા રાખીએ. સુરેશભાઇએ પોતાના અભ્યાસ અને વાંચન દ્વારા આ એક નાનકડી પુસ્તિકા બનાવી છે. જેને વાંચીને વાચક પોતાના પાયાના જ્ઞાનને સમૃદ્ધ કરી શકશે. તેમનોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102