Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ ૫૧૪. સુવાસ : ફ્રાલ્ગુન ૧૯૯૫ ( ૨ ) સહસ્રરશ્મિ ભાસ્કરદેવ, લક્ષ્મીદેવીની અવકૃપાએ નિસ્તેજ બનેલા કા ગર્ભશ્રીમંતશા, અસ્ત પામતા સાયંપ્રકાશમાં ઝડપથી ક્ષિતિજ પર ઢળી રહ્યા હતા. મહાસાગર પર લટકતા ક્ષિતિજ-વ્યેશમપટ સાનેરી સાન્ધ્યતેજે ઝળહળી રહ્યો હતા. સમસ્ત વાતાવરણુ ક્રાઈક અદ્ભૂત કનકવર્ણી દિપ્તિએ ભર્યું વિલસી રહ્યુ હતું. એકાએક સંખ્યા પ્રગટી અને તેનાં કસુંબી ચીરથી વર્ષાના મેત્રાકાશને હાયી દીધું. સંખ્યાની એ મનેહર રક્તિમાથી આપતુ જાજવલ્યમાન વ્યામ— પ્રસરતી કનકજ્યોતિને પ્રકાશ ઝીલ્લી પ્રફુલ્લતું, જીવન્ત નિવૃત્તિના પ્રતિકસમ ભાસતું વિશ્વ— અભંગ શાંતિમાં દિવ્ય, સુમધુર સંગીત શું મમ્બુ ગુંજન જગવતી અવિચલ ધારાએ વહતી એ સૌમ્ય તરગમાલા— —એ સર્વના મિશ્ર સૌદર્ય-દર્શને, મારા હ્રદયમાં સહસા જીવન તત્ત્વજ્ઞાનના પ્રતિ દર્શનના ઉદ્દભવ થયે.. એ સમયે સમુદ્રતટનાં નીર પર ધસ્યાં આવતાં મે!ર્જા દૂર દૂર સુધી ફરી વળતાં હતાં. ( ૩ ) તાંડવલીલામાં ચકચૂર બનેલા કાઈ ઉન્મત્ત દૈત્યસમ પૂરવેગે ધસ્યા આવતા પ્રચંડ મેાજા સામે ટક્કર ઝીલવા અરક્ષિત તટનું અલ્પશક્તિ, નિઃસહાય નીર તૈયાર ઊભું હતું. જીવનસમુદ્રને આરે નિરન્તર ચાલ્યા કરતા સત્~~અસના શાશ્વત યુદ્ધનું જાણે આબેહૂબ પ્રતીક ! મહાધિસ્વરૂપ મહાસત્ય પ્રત્યે આવિર્ભૂત સત્યસ્વરૂપ તટજલના નિગૂઢ હૃદયમાં એક જ પરમ, અચલ શ્રદ્ધા રમી રહી છે--મહા સત્યનું વિરાટ વી પાતામાં અસહ્ય જોમ પ્રગટાવશે. પશુ એટલામાં પેલું મેાાં ઝડપભેર ધસમસતું આવી એકદમ તટાર પર ફરી વળે છે. એક વિપલ....... a...... અહેા,! આ શું? અત્યંત વેગપૂર્ણ ધસારા પછી હતાશ અનેલા રણધીર પેઠે પેલે ક્ષવિજયી દૈત્યતરંગ પાછા હઠે છે, અને સહસા હર્ષના કિલકિલાટ સહુ, અંતિમ વિજયમાં વિરાજતું પુલકિત તીરાદક, સાવરમાંથી પ્રગટતા પદ્મસમું અક્ષત પ્રગટ થાય છે. સત્ય પર ફળી વળેલાં અસતનાં પૂરને ચિર પરાજયની એટ વળે છે અને નીચેથી પરમ પ્રસાદમાં હસતું સત્ય શાશ્વત વિજેતારૂપે પ્રગટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66