Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ ૫૨૦ - સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫ અલ્તનતનેા પ્રાણ ગ્રેટબ્રિટન છે. મહાન સમ્રાટ ત્યાં જ રહે છે. આખું સામ્રાજ્ય લશ્કરી રક્ષણ માટે એજ ગ્રેટબ્રિટન તરફ મીટ માંડે છે. બ્રિટિશ સામ્રાજ્ય લેાકાતે આવશ્યક દરેક વસ્તુ પૂરી પાડે છે. એવા કાઈ મનુષ્યખારાક નથી કે જે ત્યાં ઉગાડવામાં ન આવતા હોય ! એવે કાઈ ઉદ્યોગ નથી કે જે ત્યાં વિદ્યમાન ન હોય. વિદ્યા, કળા, હુન્નરના અખૂટ ખજાને બ્રિટશ સામ્રાજ્યમાં નજરે પડે છે અને તેને પૃથ્વીને ખૂણે ખૂણે પ્રસરેલા વેપાર તેનું ઉદાહરણ છે. "3 બ્રિટિશ લેાકેાના મોટા સમુદ્ર સામ્રાજ્યને સાર્વજનિક ન્યાય અને દૃષ્ટાંતરૂપ પરમાર્થનાં અખંડ વહેતાં ઝરણાં ” રૂપ વર્ણવે છે જ્યારે કેટલાક તેને વિવિધ તત્ત્વવાળું માળખું લેખે છે. તે “ કાઈ સ્થળે ડગમગતું છે, તે ખીજે સ્થળે દમનકારક છે, ધડ઼ે ભાગે આદર્શ વગરનું છે તે થાડા માટે ફાયદાકારક છે. ’ * બ્રિટિશ સામ્રાજ્ય ૪૦૦ વર્ષ પહેલાં જન્મ્યું તે પહેલાં જગતે વિવિધ સામ્રાજ્યે જોયેલાં. એખીલાન, ઇરાન, ગ્રીસ અને રામનાં સમ્રાજ્યાએ વિશ્વને સામ્રાજ્યવાદના પડે ભણાવેલા. આજે જેમ હીંદ અને ખીન્ન દેશેા બ્રિટિશ સામ્રાજ્યવાદના સાણસામાં જકડાયા છે, તેમ ખુદ બ્રિટન પણ ૨૦૦૦ વર્ષ પહેલાં રામન સામ્રાજ્યવાદના ખપ્પરમાં ઝડપાયેલું. તેણેય પરદેશી શાસન હેઠળ પરાધીનતાની મેડીએ ખખડાવેલી. એ સમયના બ્રિટિશ ઈતિહાસ પ્રેરણાત્મક કે ગારવભર્યાં નથી. એ તે પશુત્વ અને મનુષ્યત્વ વચ્ચેની સંસ્કૃતિને છે. એ સમયે હિંદુ સંસ્કૃતિની સર્વોચ્ચ કળાએ ખડું હતું. તેના પ્રતાપના સૂર્ય પૂર્ણ કળાએ પ્રકાશતા હતો. ૧૯૦૧માં દિલ્હી દરબાર પ્રસંગે હિંદના વાયસરાય લૉર્ડ કર્ઝને આ સત્ય ઉચ્ચારવાની હિંમત દાખવી હતી. તેણે કહ્યું: “જ્યારે અંગ્રેજે જંગલમાં રખડતા અને પેાતાનાં શરીર। રંગતા, જ્યારે બ્રિટિશ કૅલેનીએ કેવળ અરણ્ય કે જંગલ હતાં, ત્યારે હિંદમાં શક્તિશાળી સામ્રાજ્યે હસ્તી ધરાવતાં હતાં અને ખીલ્યાં હતાં. હિંદુ પૃથ્વીના પટ પરના કાઈ પણ દેશ કરતાં જનસમાજના ઈતિહાસ, તત્ત્વજ્ઞાન અને ધર્મ પર વધારે ઊંડી છાપ પાડી છે, ' રામન સામ્રાજ્ય ગુલામ રાજ્યનું બનેલું, આમ છતાં બ્રિટન પર તેણે ખાસ ઉપકાર કરેલા. તેણે બ્રિટનમાં સંસ્કૃતિ આણી, લેકને માણસ બનાવ્યા; રાજતંત્ર સ્થિર કર્યું; ખેતીને ધણી સમૃદ્ધ કરી; ખાણકામ, કાંતણ, વણાટ, રંગ, કુંભારકામ વગેરે ઉદ્યોગો ખીલવ્યા, રામન બુદ્ધિએ બ્રિટનને સુંદર રસ્તા આપ્યા, વેપાર આપ્યા, સુધારા આપ્યા, ધર્મ આપ્યા, સાડાચારસો વર્ષના સુંદર શાસન બાદ, રામન લેકાએ સદાને માટે બ્રિટન છેડયું. એમ કહેવાય છે કે આ સમયે બ્રિટનના લેકા રડેલા. તેઓ હજુ સ્વ-રક્ષણ માટે શક્તિમાન થયા ન હતા. બ્રિટને હજુ પરદેશી અમલની વિશેષ ધૂસરી ખમવાની બાકી હતી. અંગ્રેજો મૂળ ઉત્તર જર્મની અને ડેન્માર્કના વતની ચેન્ગલ્સ, સકસન્સ, જ્યુટસ અને એવી ખીજી ટયુટાનિક જાતાના વંશજો છે. તેએએ રામન-પલાયનને લાભ લીધા અને ચેાથી અને પાંચમી સદીમાં બ્રિટનને ઘણા ખરા ભાગ પડાવી લઈ પેાતાનું શાસન જમાવ્યું. લગભગ ૧૧મી સદી સુધી બ્રિટન જે હવે ઇંગ્લાંડ બન્યું હતું, તે એક યા ખીછ પ્રજાના રાજાએ હેઠળ પરાધીન રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66