Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ આપણું રાસસાહિત્ય પ્રાચીન પર રાધાકૃષ્ણના પૂજારી રત્નેશ્વરના રાધાકૃષ્ણના મહિને એના મધુર મૃદુલ ભાડે લીધે ઠીક પ્રચલિત છે. એનો દેશી ગરબીની ચાલ સાથે માલિનીવૃત્તનો યોગ કવિની સિકતા અને વિદ્વત્તાની ઝાંખી કરાવે છે. ખેડાનો ભાવસાર રત્નો એના ગોપીવિરહના મહિના માટે ખૂબ જાણીતું છે, અને વિરહદુઃખનું એનું આલેખન વાસ્તવદર્શી અને હૃદયસ્પર્શી છે. મહિનાના આપણા સાહિત્યમાં એના મહિના અનુપમ અને અજોડ છે. ધ્રુવ અને પ્રહલાદનાં આખ્યાનથી પરિચિત વસાવડના નાગર કાલિદાસે શક્તિની સ્તુતિનાં કેટલાંક પદ લખ્યાં છે, તેમજ પીજના કવિ નરભેરામે બોડાણાની મૂછનાં આશરે ૬૦૦ પદ લખ્યાં છે. પરંતુ પદ માટે ખરો પ્રતિષ્ઠિત જે કંઈ પણ હોય તો તે છે સંદેસરને બારોટ પ્રીતમદાસ. “હરિનો મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને.” એ ગાંધીજીના પ્રિયતમ પદના પ્રણેતા પ્રીતમે અનેક રસિક, મધુર અને ચિરંજીવ પદે ગુજરાતને આપ્યાં છે. ભાવમાર્દવ પદલાલિત્ય અને સંગીતમાધુર્યથી અંકિત એની ગરબીઓ સુણી મન મુગ્ધ બને છે. “મનમેહનલાલ, મારગડે મૂકે તે મથુરા જઈએ.' એ ગોપીઓની વહાલસેથી વિનવણી અથવા “હે જસોદાજી, આવડો લાડકવા લાલ ન કીજે.” એ એમની મીઠી ફરિયાદ સાંભળી દિલ ડોલી ઊઠે છે. વ્રજવનિતાનાં વેરણ વાંસળીને સંબોધેલાં વચન કેવાં હૃદયવેધક છે ! “હે વાંસલડી, વેરણ થઈ લાગી રે વ્રજની નારને. તે આવડાં કામણ શાં કીધાં, શામળીએ મુખ ચુંબન લીધાં, મન વ્રજવાસીનાં હરી લીધાં.–હે વાંસલડી.” પ્રીતમના જેવો જ પરમ રસિક પાટીદાર કવિ રઘુનાથદાસ આપણું ધ્યાન ખેંચે છે. વિરઘેલી ગોપીઓએ ઉદ્ધવજી જોડે શ્રીકૃષ્ણને પાઠવેલા ભાવભીના સંદેશાને એ સર્જક છે. “ઓધવજી સંદેશે કહેજે શ્યામને ” એ મધુર પંક્તિ સૌને પરિચિત છે. અને “તમે અજાણ્યા અમે જાણીએ રે થી શરૂ થતી એની રસિક દાણલીલા એટલી જ જાણીતી છે. તદુપરાંત ગિરધરનાં તુલસીવિવાહ, કૃષ્ણલીલા, ગોકુળલીલાનાં પદો તેમજ પ્રેમાનન્દ સ્વામી, બ્રહ્માનન્દ, નિષ્કુલાનન્દ, દેવાનન્દ આદિ સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓનાં કૃષ્ણ. ભક્તિનાં પદે પ્રખ્યાત છે. એમને વીગતે જોવાને મેહ છોડી, રસરાજવી દયારામનાં ઊછળતાં પ્રેમભક્તિનાં પૂરનાં કંઈક દર્શન કરીએ. પૂરમાં તણાઈ જવાની બીકે દૂર રહી કરેલાં દર્શન આછાં—અધૂરાં જણાય તે ઉદારચિત્ત વાચક ક્ષમા આપશે એવી વિનંતી છે. દયારામ પ્રાચીન રાસસાહિત્યમાં દયારામે રસકે વગાડે છે. સમસ્ત સાહિત્યને ઘડીભર ભૂલાવી દે એવી રસઝડી વર્ષાવી છે. દયારામ એટલે સાક્ષાત રસને અવતાર. દયારામ એટલે પ્રેમભક્તિનું મૂર્તિમંત સ્વરૂ૫. રસિક ફક્કડ દયારામે રસ અને પ્રેમનાં પૂર વહાવ્યાં છે. સાહિત્યના અખં કુવારા ઉડાવ્યા છે. સંગીતની મીઠી હેલી રેલાવી છે. એની જાદુભરી કલમે કામણ કર્યો છે. એની હૃદયંગમ વાણીએ વશીકરણ કર્યા છે. એની મસ્તીભરી રસિક્તાએ ભાન ભૂલાવ્યાં છે. એનાં રસકલાન્વિત કાવ્યો પાછળ ગુજરાત માં થયું છે. એની ગુણગૌરવયુક્ત ગરબીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66