Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 42
________________ પિ૪૮ સુવાસ : ફાલ્ગન ૧૯૯૫ હિંદની શારીરિક નિર્બળતા તેમને ખૂબ ખૂંચતી. તે દૂર કરવા તેમણે વ્યાયામસંસ્થાઓને મોકલે હાથે ઉત્તેજન આપેલું. રાજ્યના પ્રત્યેક વિભાગમાં એવી સંસ્થાઓને તેમણે વિકાસ વાં છે. છેલ્લા કેટલાક સમયથી વડેદરા-કોલેજમાં પણ તેમણે લશ્કરી તાલિમ ફરજિયાત કરેલી. પ્રજાને રાજનીતિનું જ્ઞાન આપવાને પણ તે ખૂબ ઉત્સુક હતા. તે માટે તેમણે એક અભ્યાસપૂર્ણ ગ્રન્થ તૈયાર કરાવરાવે. પછાત કે પ્રતિ પણ તેમને મધુર અને સક્રિય પ્રેમ હતો. મ. ગાંધીજીની હરિજન ચળવળ તે થોડાંક વર્ષથી જ શરૂ થઈ છે, પણ શ્રીમન્ત તે હિંદના અન્ય ભાગોમાં અંત્યજોને જે સ્થાને હજી સુધી નથી મળ્યું તે વર્ષો પર બક્ષી દીધેલું. - પાંસઠ વર્ષના દીર્ધ રાજકાળ દરમિયાન તે પ્રજાના એકનિષ્ઠ શાસક અને પ્રેમાળ પિતા તરીકે રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તેમને મુખ્ય વસવાટ છે કે અનેક કારણના અંગે પરદેશમાં રહે છતાં તે દરમિયાન તેઓ પ્રજાને વીસરી ગયા છે એમ તે નજ ગણાય. તેમણે પચીશ વખત પરદેશની મુસાફરી કરી છે પણ હર વખતે પ્રજાપ્રશ્ન તે પિતાના હૈયેજ રાખ્યો છે. જગતધર્મ-પરિષદની ઉદ્દધાટનક્રિયા પ્રસંગે તેમણે રાજ્યના બેકારનો સવાલ હાથ ધરેલે; હર હીટલરની મુલાકાત પ્રસંગે પિતાના રાજ્યમાં પણ લશ્કરી તાલિમની જરૂરિયાત સ્વીકારેલી, વડોદરાની આજની રોનક એ મહાન રાજવીને આભારી છે. પાટનગરની અડધી શોભા તો તેનાં સરકારી કે જાહેર-ભવનને લીધે છે અને તેમાંનાં લગભગ દરેક સ્વ. શ્રીમન્તના હસ્તેજ બંધાયેલાં છે. કીર્તિમંદિર, મ્યુઝિયમ, કોલેજ, કલાભવન, લાયબ્રેરી, લક્ષ્મીવિલાસ મહેલ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર વગેરે ભવ્ય ઈમારત તેમના પ્રયાસને આભારી છે. શ્રીમતે કરેલી કેટલીક નવરચનાઓ જે કે આર્ય-હિંદી સંસ્કૃતિને પ્રતિકૂળ છે પણ હિંદી પ્રજાનું આર્થત્વ આજે જે બહારને મહાવેગ તેની પુનિત સંસ્કૃતિ પર ધસી આવીને એને ગૂંગળાવી અને દઝાડી રહ્યો છે એ ગૂંગળામણથી બચવાને બારણું ખોલી નાખવામાં અને એ દાહમાં પણ સાન્તન પામવાને અંગ પર ઠંડુ પાણી રેડવામાંજ પ્રકાશી શકે તેમ હેઈ આ મહાન રાજવીએ એ સંબંધમાં લીધેલા પગલાને અસ્થાને કહેવાં મુશ્કેલ છે. સ્વતંત્ર હોય તે એક મહારાજય તરીકે શોભી ઉઠે એટલો અવકાશઃ કાંતિવન્ત નૃપતિ, પચીશ લાખની પ્રજા, ત્રણ કરોડની આમદાની તર તિજોરી, ને ૮૧૬૪ માઈલનું ક્ષેત્રફળએમાં પ્રજાએ કંઈ દુઃખ ભોગવ્યું હોય કે તે ભોગવતી હોય તે તે એના રાજવીને નહિ પણ એમના હાથ જેને હસ્તક હેય એને આભારી ગણાવું જોઈએ. - એન્સાઈકલોપીડિયા બ્રિટાનિકા વડોદરા રાજ્યના વર્ણનપ્રસંગે શ્રીમન્તની કીર્તિ સંબંધમાં મૌન સેવે છે એટલું જ નહિ પણ વડેદરામાં કયાં કયાં ખાતાઓ યુરોપિયનના નેતૃત્વ નીચે ષિાઈ રહ્યાં છે તેને જ તે પ્રાધાન્ય આપે છે. ડાક માસ પહેલાં પરદેશની છેલ્લી સફરેથી પાછા ફરતાં શ્રીમન્ત મુંબઈ બંદરે એકાએક ગંભીર બિમારીમાં પટકાઈ પડયા. ને પૂરતી સારવાર છતાં બેએક માસની માંદગી ભોગવી તે સ્વર્ગવાસી બન્યા. અવસાન પછી તરત જ તેમના શબને ખાસ ટ્રેઈનમાં વડોદરામાં લાવવામાં આવેલું. ત્યાં ડોક સમય સુધી તે દર્શન માટે ખુલ્લું રાખી બીજે દિવસે બપોરે, પ્રજાપ્રેમમાં પ્રતીકસમ વર્ષનાં ફલેના ઉપહાર વચ્ચે, ભવ્ય રાજવંશી માનપૂર્વક તેને પાલખીમાં નગરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66