Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ ચિત્રાંગદા : રસદશન ૫૫૧ પ્રિય મિલન વિષે ચિત્રાનું પૂર્વોક્ત કથન સાંભળી, તેને સહેવી પડેલી અંતરવ્યથા વિષે દિલગીરી દર્શાવતાં અને પિતાના પ્રયત્નની નિષ્ફળતા ઉચ્ચારતાં જયારે મદન કહે છે કે “અફસોસ! ઓ માનવકન્યા ! દિવ્યભંડારમાંથી મેં સ્વર્ગીય, સૌરભપૂર્ણ મદિરા ઉપાડી તેમાંથી કિનારી સુધી પ્યાલે ભરી પીવા સારૂ તારા હાથમાં મૂક્યો, છતાં હજીએ આ વ્યથાનું આરંદ સાંભળું છું ?... ત્યારે કાંઈક ચીડાઈને ચિત્રા ઉત્તર આપે છેઃ કાણે એ પ્યાલો પીધે? જીવન-અભિલાષની વિરલતમ પરિપૂર્ણતા, પ્રેમને પ્રથમ સંગ મને અર્પા, પણ હાથમાં આવતાવેંત તે ઝૂંટવી લેવાયો !” આ પ્રેમને ખ્યાલ શું મદને જ ઝૂંટવી લીધું હતું ? અપૂર્વ સુખ બક્ષી તેણેજ શું તે પાછું લઈ લીધું હતું? ના. ત્યારે તે કલ્યાણયોગમાં વિદન નાખવાની ધૃષ્ટતા કરનાર એ કહ્યું હતું ? બીજું કઈ નહિ, બીજું કઈ નહિ–પણ જેણે ચિત્રા પર આધિપત્ય જમાવ્યું હતું તે સંદેહરાહુ! ચિત્રાને એટલું તે અવશ્ય પ્રતીત થાય જ છે કે તેને મળેલું દેહલાવણ્ય ગમે તેટલું ઓજસ્વી છે, ગમે તેટલું વિકાસમાન છે, આખરે તે પિતાનું તો નહોતું જ. અત્યારે યૌવનવસન્તમાં ખીલતી તેની પ્રેમસૃષ્ટિ ગમે તેટલી અદભુત અને સુમધુર છે, પણ તેને વિશ્વાસ શો? એક વર્ષનો સમય હતો ખરે, પરંતુ એક યુગને પણ નિતિ સમય પણ જેને ઓછો પડે એવા કાળમર્યાદાથી અતીત પ્રેમને મન એક વર્ષની શું કિંમત? એક દિન એ જરૂર આવશે જ્યારે એ સૌન્દર્ય ખરી પડતાં તેને આશ્રયે વિકસેલે પ્રેમ ધૂળમાં રગદોળાઈ જશે. ત્યારે પિતાની શી સ્થિતિ ? આ વિચાર જ ચિત્રાને વિઠ્ઠલ કરી મૂકે છે. કેવી કરુણ દશામાં આખું જીવન વિતાવવું પડશે ? સૌન્દર્ય જતાં એ જીવનમાં પ્રેમનું સ્થાન તો કયાંથી જ હશે ? જો કે હજી એક વર્ષની વાર છે, છતાં જેમ કોઈ વસ્તુના ભયની અસર નીચે અન્ય નિર્દોષ એવી વસ્તુમાંય આનંદ માણો અશક્ય થઈ પડે છે તે જ પ્રમાણે ચિત્રાને સંપુર્ણ સુખનો યોગ છતાં પેલા ભાવિયરૂપી રાહુની અસર તળે તેને તે ભોગવી શકતી નથી. તેના પિતાના શબ્દોમાં– આ ઉછીનું સૌન્દર્ય, મને વીંટતું આ અસત્ય, વધારે ખીલેલા પુષ્પમાંથી ખરી પડતી પાંખડીઓ પડે એ મધુર સંયોગને એક માત્ર સ્મૃતિસ્થંભ લઈને મારી પાસેથી સરકી પડશે અને એ સ્ત્રી પછી તેના નગ્ન દારિદ્રયથી લજાતી રાતદિવસ રડતી બેસી રહેશે......” એ ભાવિ પ્રસંગની સંભવિતતામાંથી તાત્કાલિક ઉદ્દભવતી અસરનું નીચેની પંકિતમાં પ્રગટ દર્શન થાય છેઃ ( ચિત્રાઃ “સ્વર્ગ મારા હાથની એટલું નજીક આવ્યું કે એક પળ તે હું ભૂલી ગઈ કે તે મને પહોંચ્યું જ નહોતું. પણ સ્વપ્નમાંથી જાગીને મેં જોયું તે મારું શરીર મારું પિતાનું જ પ્રતિસ્પર્ધી બની ગયું હતું.....' આમ દેહ અને સંદર્ય સદેહની ભૂમિકા પર વિભક્ત થયાં. સ્વાભાવિક હોવી જોઈએ તે સ્વત્વની ભાવના લુપ્ત થઈ અને પરકીયતા પ્રગટી અને પરિણામે દેહ અને આત્માને સક્ષમ બંધને બાંધતી અંતરંગ એકતા ખંડિત થઈ. જ્યારે દેહ આત્મા સાથે તદ્રુપ બની બહિજગતમાં તેનું વિશુદ્ધ પ્રતિબિંબ ઝીલે-જેમ નિર્મળ સરોવર સ્વછ આકાશને તેના સાત જળમાં પ્રતિબિબિત કરે-ત્યારે જ ચિરંજીવ સુખ કે શાંતિ સંભવી શકે. તેના અભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66