________________
૫૫૪ - સુવાસ : ફાલ્ગન ૧૫ મહાન પ્રજાએ એવી સચોટતાપૂર્વક જાળવી છે કે લગભગ અઢારમી સદી સુધી યુદ્ધમાં તેણે તીર, તલવાર કે ભાલા સિવાય જેથી ચીજનો ઉપગ નથી કર્યો.
જે શસ્ત્રમર્યાદા સ્વીકારવાની કે તેને અમુક દિવસો સુધી પણ ટકાવી રાખવાની આજે યુરોપની શક્તિ નથી એ કરતાં પણ અનેકગણું વિશુદ્ધ શસ્ત્રમર્યાદાને યુગો સુધી સાચવી શખનાર ભારતીય પ્રજાએ એ મર્યાદા બંધન મહાભારતના નહિ તે બીજા કયા સંહારક યુદ્ધમાથી સ્વીકાર્યું છે?
આ મહિને હિંદમાં રજુ થયેલાં ત્રણ બજેટ ખાસ ધ્યાન આકર્ષે છે. એક મુંબઈ સરકારનું, બીજું રેલવેનું, ત્રીજું હિંદી સરકારનું.
મુંબઈસરકાર મહાસભાવાદી સરકાર હોઈ તેનું બજેટ પ્રજાના સુખ અર્થે હોય એ સ્વાભાવિક છે. પણ એ બજેટ એક અણધારી ભાવિ આફતને માર્ગ તે ખુલ્લે જ રાખે છે.
મુંબઈસરકારે દારૂબંધીના કારણે આવી પડનારી દોઢ કરોડની ખોટ પૂરવાને નવા કરવેરા નાંખવા વિચાર્યું છે. એ કરવેરા ગમે તેવા યોગ્ય સ્થળે નંખાતા હોય તે પણ તે ઉક્ત આફતને માર્ગ તે નથી જ અટકાવતા.
મહાસભાએ પ્રાનનું શાસન સ્થાયી સ્વરૂપે તે સ્વીકાર્યું નથી. આજે મહાસભાવાદી સરકાર છે, આવતીકાલે બીજી પણ આવે. મહાસભાવાદી સરકાર દારૂબંધીના કારણે આવતી ખેટને પૂરવા જે નવા કરવેરાના માર્ગ ખુલા કરે છે એ કરવેરાથી ગમે તેટલું નુકશાન છતાં પ્રજા તે સરકારને પિતાની માની આજે તે ચલાવી લે છે. પણ મહાસભાવાદી સરકાર કદાચ રાજીનામાં આપે અને એ પછી આવનારી બીજી સરકારે દારૂનિધની યોજનાના અમલને શિથિલ કરીને પણ એ કરવેરાને ચાલુ નહિ રાખે એની કંઈ ખાત્રી ? અને એવી સરકારે જે દારૂ પરના પ્રતિબંધને જ ઉઠાવી લે તે, આજે જે શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપમાં દેશી દારૂને ઉદ્યોગ અનેક પ્રકારે સચવાઈ રહ્યો છે એ ઉદ્યોગથી તેને સાચવનાર વર્ગ જુદો » પડી ગયેલ હોઈ તે સમયે દારૂની ઊભી થયેલી નવી જરૂરિયાતને પૂરી કરવાને ઈજારો કેવળ પરદેશીઓને હસ્તક તે નહિ ચાલ્યો જાય ને ?
મહાસભાવાદી સરકારે જ્યાં સુધી સ્થિર સ્વરૂપમાં નથી ત્યાંસુધી અમુક લાભદાયી યોજનાઓના અમલ માટે નવા કરવેરા નાંખવા એ કરતાં એ અમલ લેનદ્વારા કરવા વધુ વ્યાજબી છે. જો મહાસભાવાદી સરકાર ને દારૂનિષેધની યોજના બંને સ્થિર બનશે તો એ લેને ગમે તે રીતે ભરપાઈ કરી શકાશે; ને સ્થિર બનેલી યોજનાની ખોટ નવા કરવેરાથી પૂરી શકાશે. પણ આજે નંખાયલ નવા કરવેરાથી પ્રજા પરિચિત થઈ જતાં ભાવિ સરકાર દારૂ નિષેધને શિથિલ બનાવીને એ નવા કરવેરાને સહેલાઈથી ચાલુ રાખી શકશે અને એ રીતે વધેલી આવકને ઉપયોગ ગમે તે માર્ગ કરી શકશે.
રેવે–બજેટમાં પોણુપચાણું કરોડની આવકે ફક્ત બે કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે.
વાહનવ્યવહારને અનિવાર્ય રીતે વધારી દેવામાં આવેલ હેઈ, રેલવે એ બિનહરિફ વ્યાપારી સંસ્થા હેઈ અને ભાડાંના વધારા સંબંધમાં તે સ્વૈરવિહારી હોઈ તે બજેટમાં બચત દર્શાવી શકે છે અને લાભમાં ધંધો કરે છે એ અતિપ્રશંસાને વિષય નથી.
પણ ખેદનો વિષય છે કે પુરાંત છતાં રેલ્વેને વધારી મૂકવામાં આવેલાં ભાડાં જરીકે ઓછાં કરવાની ઈચ્છા નથી, જે વર્ગ પર તેની આવકને મુખ્ય આધાર છે તે વર્ગના મુસાફરોની સગવડતા વધારવાને તેને અવકાશ નથી; અને ઉલટું અનેક અકસ્માતો કર્યા પછી તે પ્રજાને “રેલવેમાં વિશ્વાસ ટકાવી રાખવાની શિખામણ અપવા નિકળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com