Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 52
________________ , સમાજનાં નો (મger ને સમાંતર ન કરાવવામાં આ વેતાંબર પ૫૮ સુવાસ : ફાગુન ૧૯૯૫ લખાયેલ એમનું અવલોકન એ વિરલતાનું યોગ્ય મૂલ્યાંકન ન કરી શકે એમ અહીં પણ કંઈક એવીજ કુટીની સંભવિતતા રહી જાય. નાટકનું નામ કવિ શ્રી ન્હાનાલાલની પણ કોઈક કૃતિને શોભાવે એવું છે. નાટકનું વસ્તુ અને તેની ગૂંથણી પણ સામાન્ય અને મધ્યમ વર્ગનાં માણસોને ગમી જાય એવાં છે. સમાજનાં વિધવિધ ક્ષેત્રોનું દર્શન કરાવવાનું હોઈ નાટકનો પ્રવાહ વિવિધરંગી બની ગયો છે પણ રંગભૂમિ પર, સંભવિત છે કે, એ વિવિધતાજ વિશેષ પ્રમાણમાં દીપી ઊઠતી હેય. અસ્થાનવતી દેષ કંઇક અંશે વિશેષ પ્રમાણમાં છતાં, વિદભરી શૈલીમાં, સમાજનાં જુદાં જુદાં થનું દર્શન, વાંચવું ગમી જાય એવી ઢબે કરાવવામાં આવ્યું છે. વાતાવરણ કેટલેક અંશે મા. મુનશીના ‘આજ્ઞાંકિત’ને સમાંતર રહે છે. સારાટોરા (મધ્યામવરવારોw)-કર્તા: મુનિ શ્રી ન્યાયવિજયજી, પ્રકાશક : વેતાંબર જૈન મુર્તિપૂજક સંઘ, જામનગર, મગામતરવા નામના પિતાના સુવિખ્યાત સંસ્કૃત ગ્રન્થનું મુનિશ્રીએ પ્રાકૃતમાં કરેલું આ ભાષાંતર છે. પ્રાકૃતની સાથેસાથે અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. પુસ્તકની શરૂઆતમાં વિદ્વાન મુનિશ્રીએ પ્રાકૃત ભાષામાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે અને તે પછી અંગ્રેજી આમુખમાં શ્રી. ત્રિવેદીએ મુનિશ્રીના પ્રશંસાત્મક પરિચય સાથે ગ્રન્થનું પણ વિહંગાવલોકન કરાવ્યું છે. આ ગ્રન્થમાં અધ્યાત્મનું પ્રાથમિક દર્શન; યોગ, તેનો ક્રમ અને તેનાં સ્વરૂપ; ઈન્દ્રિયજય; અને ધ્યાન-વગેરે સુક્ષ્મ વિષયોની મુનિશ્રીએ સુંદર છણાવટ કરી છે. અંગ્રેજી અનુવાદ સુરેખ અને સુવાચ્ય બની શકો છે. પૂજા સંગ્રહ-પ્રકાશકઃ ભની બહેન, શાન્તિકુંજ, અમદાવાદ, સ્વ. ધીરજલાલ પાનાચંદ શ્રોફના સંસ્મરણાર્થે એમનાં ધર્મપત્ની બહેન ભની તરફથી જુદા જુદા મહાન જૈનાચાર્યોએ રચેલી ને જૈનેને ધાર્મિક ઉત્સવોમાં અતીવ ઉપગી એવી પૂજાઓને આ સંગ્રહ સુયોગ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે. વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલી જરૂરી એવી દરેક પૂજાઓ અને તેમાં જળવાયેલ શુદ્ધિ બંને આવકારદાયક છે. લલિત કાવ્ય સંગ્રહ-કર્તાઃ સ્વ. કવિ લલિતાશંકર લાલશંકર વ્યાસ; સંગ્રહકર્તાઓઃ શ્રી પ્રસન્નરાવ લલિતાશંકર વ્યાસ અને વાસુદેવે વામનશંકર દીક્ષિત, પ્રકાશક: પ્રસરાવ લલિતાશંકર વ્યાસ, નાગફળીઆ, સુરત. કિંમત : ૧-૪-૦. કવિ લલિતાશકર વ્યાસને પણ પિતાનો યુગ હતે. પચાસેક વર્ષ પર ગુજરાતમાં ભજવાતાં નાટકના લેખક તરીકે કે અનેક પદ અને કવિતાઓના રચનાર તરીકે તે કદાચ તેઓ ભૂલી પણ જવાયા હતા. પણ ગુજરાતી વાંચનમાળાની પાંચમી ચોપડીમાં પરેશ વિવેશ, અકલિત તારી કૃતિ ગતિ ”ની કવિતા વાંચતા અને ગોખતા પ્રત્યેક વિદ્યાર્થીને મન તેઓ હજી જીવન્ત છે. આ સંગ્રહમાં તેમની સુંદર કવિતાઓ, સારાં ભજનો અને બેધભર્યા પદો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. નવીન પ્રવાહમાં ખૂબજ વિકસી ગયેલી આજની કવિતાસૃષ્ટિમાં આ સંગ્રહ કદાચ ચમત્કારિક ઉમેરે નહિ કરે પણ ગુજરાતી કવિતાના વિકાસમાર્ગને એક પ્રાથમિક પગથિયા તરીકે અને પચાસેક વર્ષ પૂર્વેના શિક્ષિત વર્ગની સુંદર ધાર્મિક ભાવનાને સ્વરૂપદર્શન તરીકે આ સંગ્રહ પ્રશંસનીય છે. નવીન બાળપેથી (ભાગ પહેલે)–લેખકે અને પ્રકાશકેઃ જીવણલાલ લ. પટેલ અને જગજીવન ન ઓઝા, ગુ. એ. વ. હાઈસ્કૂલ, ૨, વંથલ રોડ, રંગુન, કિંમતઃ-૧-, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66