Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 47
________________ ઢ, GિI ના. મુનશીએ મુંબઈ વિદ્યાપીઠની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં તેમણે આપેલ છેલ્લા ભાષણમાં પાછલા પૌરાણિક સાહિત્યમાં મહાભારત કે તેની નામાંકિત વ્યક્તિએને ઉલ્લેખ ન હોવાનું કારણ દર્શાવીને મહાભારતના મહાન યુદ્ધને અને તેનાં લેકોત્તર પાત્રોને કાલ્પનિક પૂરવાર કરવા પ્રયાસ કર્યો છે. ના. મુનશીની નવું સર્જવાની ભાવના જે કે આવકારપાત્ર છે; પણ કેટલીક વખત નવું સર્જવા જતાં તેઓ જુનાને એ ઉચ્છેદ કરી નાંખે છે કે જે ઉચછેદ તેમના નવસર્જનથી મળતા લાભ કરતાં અનેકગણે ગેરલાભકર્તા હેય. તેમણે નવલત્રયી સ અને મધ્યયુગની ઉજવળ અને તેજસ્વી જેને સંસ્કૃતિ સામે ભિન્નરંગી કાચ ધરી દીધે, તેમણે ચાણકય યુગ લીધે અને તેજવર્ષો વાતાવરણને મદિરામસ્ત ચીતરી બતાવ્યું. તેમણે પૌરાણિક યુગને સ્પર્શ કર્યો ને હિંદની ભવ્ય પ્રાચીન વ્યવસ્થાના સુરેખ દર્શનને છિન્નભિન્ન કરી નાંખ્યું. અમુક અસ્પષ્ટ ઉલેખોના અસંભવત અર્થ કરીને અને બીજી બાજુને ઝીલવાના કે ઊંડાણથી જોવાના શ્રમને બિનજરૂરી માનીને તેમણે વશિષ્ઠને ગણિકાપુત્ર ને સત્યવતીને માછીપુત્રો કહી દીધાં. આજે પુરાણના પૂરતા અવકન અને સૂક્ષ્મ મંથન વિના તેઓ મહાભારતને કાલ્પનિક કહેવાની હામ ભીડે છે. પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખના અભાવેજ જે મહાભારત બિનઐતિહાસિક ઠરી જતું હેાય તે મેકસમૂલરે પણ જેનો ઉલ્લેખ કર્યો છે એ “અશ્વલયન’ પુરાણને અને તેમાં દર્શાવેલી મહાભારતની વિગતોને ના. મુનશીએ અભ્યાસ કરી લે ઘટે છે. પણ એ કારણને પુરતું ગણવામાં ન આવે તો પણ જોતિષ, અન્ય ઉલ્લેખ અને અનુકરણે અને સાંસ્કૃતિક વિકાસક્રમની ગણતરીએ પણ મહાભારતનું યુદ્ધ અતિહાસિક જ કરે છે. તિષ–ગણતરીએ તો અનેક પ્રમાણે આપીને “કેસરી'ના વિખ્યાત સંપાદક શ્રી. કરંદીકરે તેને એતિહાસિક પૂરવાર કરી દીધું છે. ઉલ્લેખ—ગણતરીએ મહાભારતનાં નામાંકિત પાત્રોની યુગજુની મૂર્તિઓ મળી આવે છે; પ્રાચીન સ્થાપત્યમાં ઠેરઠેર તે યુદ્ધની ઐતિહાસિકતાને ગૂંથી લેવામાં આવી છે; હજાર વર્ષ જુની સાહિત્યકૃતિઓમાં એ યુદ્ધ અને એનાં પાત્રોના ઉલ્લેખ મળી આવે છે; એ કાવ્યની અતિહાસિકતા પર તેના અનુકરણમાં યુગો પૂર્વે નવીન સાહિત્યકૃતિઓ રચાઈ છે. અને સાંસ્કૃતિક વિકાસક્રમની ગણતરીએ રામાયણયુગ અને તે પહેલાંનાં પણ લાખો વર્ષથી હિંદની મહાન આર્ય પ્રજા જે શસ્ત્રવિકાસ સાધતી આવી તે વિકાસને મહાભારતને નહિ તે બીજા એવા કયા સર્વસંહારક મહાયુદ્ધના પરિણામે મર્યાદિત કરી નાંખો પડ્યો? આદિયુગમાં પાષાણુશસ્ત્રો, તે પછી ધનુષ્યવિકાસ, પછી તલવાર અને ધીમે ધીમે વ્યાપક સંહારને સહજ બનાવતાં અનેકવિધ તીક્ષણ શસ્ત્રો હિંદમાં વપરાયાં છે અને રામાયણ તેમજ બીજા યુદ્ધોના ઈતિહાસમાંથી તેના વિગતવાર પુરાવાઓ પણ મળી આવે છે. આ શસ્ત્રવિકાસ લગભગ વિ. સંવત પૂર્વે ૫૦૦૦ વર્ષ સુધી ચાલુ રહ્યો છે. પણ એ સમયમાં હિંદમાં કઈ એવું મહાયુદ્ધ ખેલાયું કે જેનું સર્વસંહારક પરિણામ જોઈ પ્રજાને શસ્ત્રમર્યાદા સ્વીકારવાની ફરજ પડી. ને એ મર્યાદા હિંદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66