________________
નોંધ . ૫૫૫
હિંદી સરકારના બજેટમાં રૂ. ૮૨૧૫ લાખની આવકે ૮૨૬૬ લાખના ખર્ચે દર્શાવવામાં આવ્યા છે. તેમાં પરદેશી । પર નંખાયેલી જકાત હિંદી મીલઉદ્યોગને ફટકા સમાન છે. હિંદી મીલેને હિંદમાં તૈયાર ન થતું એવું લાંબા તારનું રૂ પરદેશથી મંગાવવું જ પડશે અને તેને માં ભાત્ર આપવું પડતાં તેમના સામેની પરદેશી કાપડની હરિફાઈ વધારે તીવ્ર બનશે. એ જ બજેટમાં ખાંડસારી ’ખાંડ પરના કરઘટાડા તે ખાંડના ગૃહઉદ્યોગને સપડાવવાની એક બાજી સમાન થઇ પડશે. એ ધટાડાએ ઉક્ત ખાંડનાં કારખાનાંને જે લાભ કરી આપ્યા છે એ કરતાં અનેકગણા ગેરલાભ એણે ખાંડના છૂટક ઉદ્યોગને કર્યો છે. આજસુધી એ ખાંડને લગતી જકાત જે કેવળ કારખાનાંઓનેજ લાગુ પડતી તે હવેથી કાલેાને પણ લાગુ પડશે. પરિણામે ખાંડ બનાવવાને છૂટક ઉદ્યાગ જે કારખાનાંઓને ભરવા પડતા અને પેાતાને ન ભરવા પડતા કરના લાભ નીચે ટકી રહ્યો હતા અને સફેદ ખાંડ સામે પણ રિફાઇમાં ઊભા રહી શકતા તે હવે તદ્દન ભાગી પડરો અને હિંદના એ રહ્યોસહ્યો સ્વદેશી ઉદ્યોગ વહુ કેવળ મેટાં કારખાનાંઓના હાથમાં ચાલ્યા જશે.
X
X
X
હિંદની રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયલ શ્રી સુભાષચંદ્ર માઝની એ ચૂટણીમાં થયેલી જીત વ્યાજખી હૈ। કે ગેરવ્યાજબી-પણ એમની જીત સામે અમુક સ્થળે પ્રગટી નીકળેલે રાષ આપણી રાજકીય કચાશ સૂચવે છે.
જો આપણને પ્રજાશાસન પ્રિય છે તેા પ્રજાએ ચૂંટલે પ્રમુખ પણ આપણને શિરેાવંદ્ય હાવા જોઇએ. ચૂંટણીમાં કે પ્રતિનિધિસંસ્થામાં સડા કે પક્ષપાતના કારણે જો એમ બન્યું હાય તા સુભાષભાજીને એવા પક્ષપાત જમાવવાને જેટલા અવકાશ છે કે ચૂંટાવાના કારણે જેટલા લાભ છે તે કરતાં તે કાઇ સ્વતંત્ર દેશના સત્તાધારી પ્રમુખને એવા પક્ષપાત જમાવવાને અનેકગણા અવકાશ હોય; ચૂંટાવાના કારણે અનેકગણા લાભ હેય. હિંદને કેળવાયલ મહાસભાવાદી વર્ગ પાતાના પ્રજાકીય નાયક ચૂંટી લેવાને અસમર્થ હાય એ કરતાં તાં જયાં બિનકેળવાય વર્ગને પણ અધિકાર હાય છે એવા સ્વતંત્ર દેશની ચૂંટણી વધારે ભૂલભરી અને અસ્થાને લેખાય. છતાં પ્રજાતંત્રવાદી દેશમાં બહુમતિએ પ્રમુખ ચૂંટાય છે; ને નિવૃત થતા પ્રમુખ તેને અભિનંદન આપે છે.
પ્રજાતંત્ર જે આપણુને પ્રિય હાય તા પ્રશ્નમત પશુ પ્રિય હાવા ઘટે. પ્રજાવાદની છાયા નીચે વ્યક્તિતંત્રવાદ ન પેષી શકાય. કાં તે। પ્રભુતાવાદી હીટલર બનવું. જોષ્ટએ, તે નહિતર અમેરિકાના પ્રમુખ-કે જે નવા ચૂંટાયલ પ્રમુખ કે છે એને વિચાર પણુ કર્યા વિના તેને અભિનંદન આપી, બીજો એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય, નિવૃત્ત બની જાય.
X
X
X
શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલે ‘પ્રસ્થાન’ ના કાર્તિક માસના અંકમાં નેાના પરમ પવિત્ર આગમગ્રન્થ ‘ ભગવતીસૂત્ર ' માંતી અમુક પૈક્તિઓના અનર્થ કરી જગતની વિરલ અહિંસામૂર્તિ ભગવાન મહાવીર પર માંસાહારને આરેાપ એઢાડી દીધેલા. એ આરાપને તા જો કે, શ્રીયુત પટેલે કરેલા અર્થ કેટલે અસ્થાને અને અસંભવિત છે એ દર્શાવી મહાન જૈનાયાએ અને નામાંકિત બ્રાહ્મણ પંડિતાએ હાસ્યાસ્પદ ઠેરવી દીધા છે. પણ એ આરેપ અંગેની ચર્ચા હિંદની આર્ય પ્રશ્ન પર ઓઢાડાયેલ એ જ આરેાપને પણ અસ્થાને ઠેરવવાનાં દ્વાર ખુલ્લાં કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com