Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ પ૪૬ સુવાસ : ફાલ્સન ૧૫ ગા એ આવ્યા પછી તરતજ મહારાજાના મનમાં શહેરની પાણીની મુશ્કેલી દૂર કરવાની વાત જન્મેલી. તે માટે તેમણે એક ભવ્ય સરેવર બંધાવવાની યોજના વિચારી. પણ તે = ધમાં યુરોપિયન ઈજનેરની આંકણ નાપસંદ પડતાં વડોદરાના એક ઈજનેર શ્રી જગન્નાથ સદાશીવની યોજનાનુસાર, વડોદરાથી તેર માઈલ દૂર પૂર્ણા નદીના બંધ પર, ચોત્રીસ લાખના ખર્ચ, સયાજી સરેવર બાંધવામાં આવ્યું. આજે તે સરવર વડેદરા શહેર અને કેમ્પનું પાણી પૂરું પાડે છે. આ અરસામાં મહારાજાએ પરદેશપ્રવાસ કરે. તે પ્રસંગે લંડનમાં મહારાણી વિકટારિયાએ તેમને, વડસર મહેલમાં દરબાર ભરી, જી. સી. એસ. આઈ. ને ઈલકાબ આપે. બીજા એક પ્રવાસ દરમિયાન અમેરિકામાં મહારાજાએ ઠેર ઠેર રમણીય વાંચનાલય નિહાળ્યાં. તે જોઈ પોતાના રાજ્યમાં પણ એવી વ્યવસ્થા કરવાની તેમનામાં મહેશ જન્મી. તે માટે તેઓ ડે. બાર્ડનને પિતાની સાથે લાવ્યા. તેમણે વડેદરા રાજ્યમાં એ રીતે પુસ્તકાલય સ્થાપવાની યોજના વિચારી. પરિણામે વડોદરામાં એ વિષયને લગતી મધ્યસ્થ સંસ્થા ખોલવામાં આવી. મહારાજાએ પોતાના અંગત પુસ્તકાલયનાં વીશ હજાર પુસ્ત કે એ સંસ્થાને અર્પણ કર્યા. ને એ રોતે વડોદરાના મધ્યવર્તી (સેન્ટ્રલ) પુસ્તકાલયને જન્મ થયો. આજે એ ભવ્ય પુસ્તકાલય ઉપરાંત રાજ્યમાં ચૌદશ જેટલાં વાચનાલો હસ્તિ ધરાવે છે. મહારાજાને સ્વદેશપ્રેમ અને આર્ય સંસ્કૃતિ પ્રતિને ભાવ પણ કીર્તિવર્ધક હતે. હિંદી ભાષાને રાષ્ટ્રીય તરીકે તેમણે જ પ્રથમ અપનાવી છે. ગમે તેવાં અટપટાં અંગ્રેજી નામને પણ તે ભાષામાં ઉતરાવતા. પ્રાચીન સાહિત્યને ધીમે ધીમે લેપ થત હોઈ તેના રક્ષણ ને સંશોધન માટે તેમણે પ્રાપ્ય વિદ્યામંદિરની સ્થાપના કરી. પ્રાચીન અવશેની શોધખોળ ને જાળવણી માટે તેમણે સંશોધનખાતું પણ સ્થાપ્યું. પ્રાચીન ગુજરાતી કાવ્યમાળાને ઉત્તેજન આપવા ઉપરાંત નવા સાહિત્યલેખન માટે તેમણે સયાજીગ્રન્થમાળાની શરૂઆત કરી. ૧૮૯૯ના દુષ્કાળમાં ખેડૂતની બેહાલ સ્થિતિ પ્રતિ શ્રીમન્તનું ધ્યાન દેરાયેલું. ત્યારથી તેમણે ખેડૂતના સુખ માટે સતત શ્રમ આદર્યો. ખેડૂતોને મહેસૂલમાં રાહત, ધીરધાર કરનારાઓની લૂંટમાંથી તેમને છોડાવવા કાયદાનું રક્ષણ-વગેરે દ્વારા તેમણે પ્રજાના તે પ્રથમ વર્ગને સ્થિર અને સુખી બનાવવા ભાવના સેવી છે, તેમના વિકાસ માટે તેમણે પાશ્ચાત્ય ઢબે, પ્રદર્શન ને ભાષણોની પણ વ્યવસ્થા કરેલી. જીવનની છેલી ક્ષણ સુધી ખેડૂત પ્રતિને તેમને એ પ્રેમ કાયમ રહેલ. સ્વર્ગવાસના થોડાક જ દિવસ પહેલાં તેમણે મહેસૂલમાં સવાએકવીશ લાખને ઘટાડો કરે. સમાજસુધારક તરીકે તે તેઓ અજોડ હતા. પરદેશગમનમાં નડતી મુશ્કેલીઓને તેમણે બહાદુરીપૂર્વક સામનો કરેલ. સામાજિક કે ધાર્મિક સુધારણને લગતા જે કાયદાઓ કરતાં બ્રિટિશ સરકાર પણ આંચકે ખાતી તે કાયદાઓ આ મહાન સુધારક સહેલાઈથી ઘડી શકતા–એ વિષયમાં તે વડોદરાની ધારાસભા પણ વડીધારાસભાની પ્રયોગભૂમિ ગણી ફાય. બાળલગ્ન-પ્રતિબંધ, ધર્મસ્વાતંત્ર્ય, સીવીલ મેરેજ-એકટ, આંતરકેમીય કે આંતરજાતીય લગ્નટ, વિધવા પુનર્લગ્ન, છૂટાછેડાને કાયદો, હરિજન મંદિર-પ્રવેશ, સગોત્ર-લગ્ન, સ્ત્રીવારસા હક્ક, સંન્યાસદીક્ષા પ્રતિબંધક નિયમન-જેમાંના કેટલાક કાયદાઓ હિંદી સરકાર હજી સુધી પણ નથી કરી શકી તે, લાક્ષણિક રીતે કેળવાયેલ મહારાજાએ વર્ષોથી અમલમાં મૂકેલા છે. મહારાજાનું કૌટુમ્બિક જીવન સદેવ સુખી નથી નીવડયું. ગાદીએ આવ્યા પછી તરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66