Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 39
________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ ૫૫ એમની તબિયત ક્ષયરોગના પરિણામે વધારે લથડી, અને એ જ વર્ષમાં તેઓ અવસાન પામ્યાં. તેમને પ્રેમ, પ્રભાવ અને વિરલ સ્ત્રીત્વ વડોદરાના રાજવંશની કીર્તિને પણ વધારે ઉજ્જવળ બનાવે એવાં હતાં. તેમની સ્મૃતિને કાયમ રાખવા વડોદરાના ટાવર અને ન્યાયમંદિર સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. ઉક્ત મહારાણુના અવસાન પછી બીજે વર્ષે શ્રીમતે દેવાસનાં રાજકુંવરી ગજરાબાઈ સાથે લગ્ન કર્યું. લગ્ન પછી એ મહારાણીને પણ ચિમનાબાઈનું જ નામ અપાયું. તેઓ મહારાજાનાં અન્ત સુધીનાં સાથી તરીકે હયાત છે. ૧૮૯૪માં મહારાણી વિકટેરિયાએ તેમને કાઉન ફિ ઈન્ડીયા ” ને ઈલ્કાબ આપો. આ સ્થિતિમાં શ્રીમતે વડોદરાના મધ્યસ્થ તંત્રને અલ્પ સમયમાં સુવ્યવસ્થિત કર્યું. તે પછી તેઓ રાજ્યમાં પર્યટને નીકળ્યા. તેમણે બળદગાડીમાં ગામડે ગામડે પ્રવાસ કર્યો ને સામાન્ય પ્રજાના પણ તેઓ સંસર્ગમાં આવ્યા. પિતાના રસાલાથી ગ્રામ્યજનોને કનડગત ન થઈ પડે એ ખાતર તેઓ પોતાની સાથે માણસ પણ ખૂબ ઓછા રાખતા. પ્રજાને શિક્ષણ અને સુધારાને માર્ગે વાળવાની મહારાજાની ઉત્કટ ઈચ્છા કેળવાયેલી. તેને સિદ્ધ કરવા તેમણે ધીમે ધીમે શકય ઉપાય અજમાવવા માંડયા. ૭ થી ૧૨ વર્ષની ઉમ્મરના છોકરાઓ અને ૩ થી ૧૦ વર્ષની ઉમ્મરની છોકરીઓ માટે આખા રાજ્યમાં તેમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું. અંત્યજો અને બીજી સામાન્ય કેમે પણ એ શિક્ષણને પૂરો લાભ ઉઠાવી શકે એવી તેમણે વ્યવસ્થા કરી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે પણ તેમણે એવાં જ સુંદર પગલાં લીધાં. તે માટે જરૂરી સ્થળોએ તેમણે માધ્યમિક શાળાઓ કે હાઈસ્કુલો સ્થાપવા માંડી. ઉચ્ચ શિક્ષણ માટે વડોદરામાં કેલેજ ખોલી તેને નામાંકિત બનાવવા તેમણે ભગીરથ પ્રયાસ આદર્યા. તેમની આ શિક્ષણહેશ અને પ્રગતિ છેવટ સુધી ચાલુ રહી. અને વડોદરાનું કલાભવન તેમજ વડોદરા અને રાજ્યનાં બીજાં અગત્યનાં સ્થળોએ આવેલાં સંસ્કૃત કે આયુર્વેદને લગતાં મહાવિદ્યાલય એ વિષયની અનેકવિધતાના સૂચક નમુના છે. પિતાને દરેક વિષયથી માહિતગાર રાખવાને અને તે તે વિષયમાં સલાહ આપવાને તેમણે ખાતાવાર અધિકારીઓનું એક સલાહકારક-મંડળ નીમ્યું. ૧૯૦૪ તેમણે મુંબઈ ધારાસભાની ઢબે પિતાના રાજ્ય માટે પણ એક ધારાસભાની યોજના ઘડી કાઢી ને તેને તરત અમલમાં મૂકી એ સભાને વિસ્તૃત પાયા ૫ર ચડાવવા માંડી. ગાદીએ આવીને મહારાજાએ તરત ન્યાયશુદ્ધિ માટે પ્રયાસ આદરેલા. તે માટે તેમણે કાયદાઓને શુદ્ધ અને નવીન સ્વરૂપ આપ્યું, એક ભવ્ય ન્યાયસભાની સ્થાપના કરી. ૧૯૦૪ માં તેમણે ન્યાય અને કારોબારી બંને ખાતાં પૂર્ણપણે અલગ કરી નાખ્યાં. લોર્ડ મિન્ટેએ ન્યાયની આવી સુંદર અને આકર્ષક વ્યવસ્થા માટે તેમને ધન્યવાદ આપ્યો. લેકેના જાનમાલને યોગ્ય રક્ષણ મળે તે ખાતર પોલીસ ખાતાની નવીન વ્યવસ્થા કરવામાં આવી. પ્રજાને પૂરતી વૈદકીય સગવડતા આપવાને ઠેર ઠેર સુંદર દવાખાનાં ખોલવામાં આવ્યાં. ૧૯૦૨ માં રાજવ્યવસ્થાનાં જુનાં સ્વરૂપ સાથે નવીનનું મિશ્રણ કરી ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી. અને તે પછી તરતજ મેટાં શહેરોને મ્યુનિસિપલ-સ્થાનિક સ્વરાજ્યને લગતા હક્ક આપવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66