Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સથાજીરાવ - ૫૪૩ તેમનું ભાગ્ય પણ અપૂર્વ અને કંઈક અંશે ચમત્કારિક હતું. બાર વર્ષની વયે તે તેમને સ્માર્ટ ગુજરાતની ગાદી વરી લાગ્યું એટલું જ નહિ, તેણે એજ વયમાં તેમનામાં સંસ્કારનું કંઈક એવું માધુર્ય સિંચેલું અને અશ્વની કંઈક એવી રેખાએ આંકેલી કે તેમની સ્થિતિમાં ઊછરેલા ખાળક જ્યાં જતાં પશુ સંક્રાચ અનુભવે તે સ્થળના એક માત્ર અધિષ્ઠાતા તરીકે પણ તે શાભી ઊઠયા, ગાદીએ બેસતાં તરતજ તેમણે વડાદરાના પ્રત્યેક દેવમંદિરનાં દર્શન કર્યા, અનેક સંન્યાસીઓના આશિર્વાદ લીધા. ગાદીપતિ તરીકે તે નાની વયના હાઇ તેમની સત્તા રાજમાતા જમનાબાઈ, દિવાન સર ટી. માધવરાવ ને વડી સરકારના પ્રતિનિધિને હસ્તક રહેતી. રાજમાતાનું તેમના પર અપૂર્વ વહાલ વરસતું. તેમની પ્રાથમિક કેળવણીનો જવાબદારી શરૂઆતમાં બે વિદ્વાન પંડિતાને હસ્તક સોંપવામાં આવી. મહારાજાએ તેમની સમક્ષ સરસ્વતીદેવીના સવિધ પૂજન પછી શિક્ષણનું મંગલાચણ કર્યું. તેમના ભાઇ સંપતરાવ અને કાકાપુત્ર દાદાસાહેબ પણ તેમની સાથેજ અભ્યાસ કરતા થયા. શ્રીમન્તના શિક્ષણની શરૂઆતમાંજ બ્રિટનના યુવરાજ અને ભવિષ્યના સમ્રાટ સાતમા એડવર્ડ' હિંદનાં દર્શને આવ્યા. તેમને સન્માનવાને મહારાજાને રસાલા સાથે મુંબઇ જવાનું થયું. ત્યાં તેઓ યુવરાજને સત્કારવાને મુંબઈ જઇ પહેાંચેલ વાઈસરાય નાર્થભ્રુક સાથે સંસગૅમાં આવ્યા અને યુવરાજ મુંબઇને બારે ઊતરતાં તેમની સાથે પણ મુલાકાત થઇ. એ સમયે યુવરાજને આકસ્મિક વડેદરા આવવાનું નિશ્ચિત થતાં મહારાજા રાજમાતા, દિવાન અને રસાલા સાથે તરતજ વડાદરા પાછા ફર્યાં. અને મહારાષ્ટ્રીય સામ્રાજ્યના વંશજે અને ગાયકવાડના પાટનગરે બ્રિટનના યુવરાજનાં અપૂર્વ સન્માન માટે તૈયારીએ કરવા માંડી. યુવરાજ વડાદરા આવતાં તેમને એક લગ્ય હાથી પર સેાનાની અંબાડીમાં ખેસાડી વડાદરાના રાજમાર્ગો પર સરધસના આકારમાં ફેરવવામાં આવ્યા. મહારાજાએ તેમની મધુર મહેમાનગીરી સાચવી. યુવરાજે વડેદરાના નિવાસ દરમિયાન એક વિરાટ ચિત્તાના શિકાર કર્યાં; અને મહારાજા ઉચ્ચ અને વિજયી શિક્ષણ વરી પેાતાના સંસ્થાનમાં સાર્વત્રિક સુધારા કરવામાં ભાગ્યશાળી નીવડે એવી તેમણે મહદ્ આશા પ્રદર્શિત કરી. રાજમાતા જમનાબાઇએ યુવરાજ્ઞીને પેાતાના ઝવેરખાનામાંથી એક રત્નજડિત મેાતીને! હાર ને એક જડાવકંઠે ભેટ ધર્યાં. અને એ રીતે અરસ્પરસની મુલાકાતા દ્વારા મધુર સંબંધ સ્થાપી ના. યુવરાજ મુંબઈ પાછા ફર્યાં. વડાદરાના રેસીડેન્ટ સર રીચર્ડ રીડ અને મુંબઇસરકારને શ્રીમન્તનો 3ળવણીમાં ખાસ રસ પડતા. તે ના. યુવરાજને પણ એ વિષયમાં એટલા જ રસ દાખવતા જોઇ મહારાજાના શિક્ષણને વધારે કાર્યસાધક બનાવવા એક તેજસ્વી યુરાપિયન શિક્ષકની જરૂરિયાત ઊભી થઇ. પરિણામે ના. રેસીડેન્ટની યાજના અને ભલામણથી રત્નાગિરિના એક વખતના આસી. કલેકટર મી. ઇલિયટની મહારાજાના શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી. મી. ઈલિયટે મહારાજાની કેળવણીની પળેપળ સાચવી લીધી. તેમાં તેમણે એક એવું નવલેજ પૂર્યું કે જે તેજ શ્રીમન્તની કીર્તિવન્ત ભાવિ કારકિર્દીનું મૂળ બન્યું. મહારાજાના મન પર તેમણે કયું સ્થાન તેમને શી રીતે શાભાવવાનું છે તેની સતત છાપ પાડચા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66