________________
૫૪૨ - સુવાસ : ફાલ્ગુન ૧૯૯૫
મહારાણી જમનાબાઈ એ શ્રીમન્ત ખંડેરાવતે મળેલા દત્તક લેવાને અધિકાર પોતાને સુપ્રત કરવાની માગણી કરતાં સરકારે તેમને તેમ કરવાની, અમુક શરતાએ છૂટ આપી. એ શરતામાંની મુખ્ય એ કે ચૂ'ટાયલ દત્તક એવી સગીર વયના હાવા જોઈએ કે તેને અમુક વર્ષો સુધી જરૂરી કેળવણી આપી શકાય તે તેની બાલ્યાવસ્થા દરમિયાન રાજ્યમાં ઈચ્છિત સુવ્યવસ્થા આણી શકાય.
તે મહારાણી જમનાબાઈ, જ્યાં ઉક્ત શરત સચવાય, જેના પર પેાતાની ઈચ્છા અને વાત્સલ્ય ઢાળાય, જેનામાં બુદ્ધિમય તેજસ્વિતા ઝળકી રહી હેાય અને જે ગાયકવાડ કુટુંબના નરવીરને શુદ્ધ અને આશાસ્પદ વંશજ હેાય એવા દત્તકને ખેાળી કાઢવાની જરૂરિયાતમાં મૂકાયાં. તે એ બધી ગણતરી જ્યાં સંતાષાય એવા એક બાલકુમાર તેમને મળી પણ આવ્યા.
*
*
*
ગાયકવાડ કુલભૂષણ દામાજીરાવને પ્રતાપરાવ નામે એક તેજસ્વી ભાઈ હતા. તે ભાઈની ચોથી પેઢીએ કાશીરાવ અને ઉખાજીરાવ નામે એ ભાઈ થયા. ગાયકવાડ કુટુંબમાં રાજપર્યેાગ્ય વારસ તરીકે, મલ્હારરાવ સિવાય, આ એ ભાઈ તથા તેમના કુમારાજ
યાતિ ધરાવતા હતાં.
ઉક્ત બંને ભાઈ એની સ્થિતિ સામાન્ય હતી. કાશીરાવ ખાનદેશના કવખાણા ગામમાં ખેતીને ધંધા કરતા. ઉખાજી કંઈક સમયથી વડાદરામાં જઈ વસ્યા હતા. કાશીરાવને આણંદ, ગેાપાળ ને સંપત નામે ત્રણ પુત્ર હતા; ઉખાજીને દાદા સાહેબ નામે એક પુત્ર હતા.
મહારાણી જમનાબાઈ એ ચેાગ્ય દત્તક મેળવી લેવાને આ કુટુંબ પર નજર દોડાવી. તેમણે કવખાણામાં તપાસ કરવાને રાજદૂત તે કેટલાક સૈનિકા મેાકલ્યા. તેમણે કાશીરાવને ખાળી કાઢવા તે તેમને અને તેમના કુટુંબને રાજવંશી તરીકે ચકાસી જોઈ યેાગ્ય સંતાષ મળતાં તેએ કાશીરાવને તેમના ત્રણે પુત્રો સાથે નાશિકમાં કલ એન્થરિજની સમક્ષ લઈ ગયા. ત્યાં તે ગેારા સાહેબે રાજગોરે પાસે યેાગ્ય તપાસ કરાવરાવી તેમની રાજવંશીયતાની ખાત્રી મળતાં તેમને વડાદરામાં મહારાણી જમનાબાઈ પાસે માકલાવ્યા.
કાશીરાવ તે ઉખાજી તેા માટી વયના હતા. એટલે કાશીરાવના ત્રણ પુત્રો ને ઉખાજીના પુત્ર દાદાસાહેબ—એ ચારમાંથીજ એકની પસંદગીનેા સવાલ હતા. મહારાણીએ ચારેને ચકાસ્યા. તેમાંથી વય, તેજ, લક્ષણ અને સ્વભાવ જોતાં તેમની નજર કાશીરાવના વચેટ પુત્ર ગોપાલ પર ઠરી. તેમણે તે કુમારને દત્તક તરીકે ચૂંટી કાઢ્યા. અને અંગ્રેજ સરકારે તેમની એ ચૂંટણીને સંમતિ આપતાં કુમાર ગોપાલ, તેર વર્ષની વયે, સયાજીરાવ ત્રીજા તરીકે વડાદરાના ગાદીપતિ બન્યા.
કુમાર ગોપાલના જન્મ ૧૮૭૩ ના માર્ચની સત્તરમીએ થયેલા. કુટુંબની સામાન્ય સ્થિતિ છતાં ખાલવયમાં પણ તેમનામાં ભવ્ય અને રાજયાગ્ય મહેચ્છાએ ઊછળતી. ખેતીને ધંધા છતાં તેમનું જીવન કાઈ મહાન રાજવંશી કુમારની જેમ વિકસતું હતું. મહારાણી જમનાબાઈએ જ્યારે કુમારેતે, તેમને વડેદરે શા માટે ખેલાવવામાં આવ્યા છે તે સંબંધી પૂછેલું ત્યારે આ ગોપાલેજ બેધડક જવાબ આપેલો કે, “ રાજ્ય કરવા. ” મહારાણીએ જ્યારે જુદી જુદી ધાતુની વાડકીઓમાં ખીર પીરસેલી ત્યારે આ ગોપાલેજ તેમાંથી સેાનાની વાડકી ઊ ંચકી લઈ રાજેન્દ્રને યાગ્ય અદાથી તે આરેાગવા માંડેલો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com