________________
ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ • ૫૪૧
જવાથી ગાયકવાડની સત્તા નબળી બનતાં તેને રક્ષણ આપવાના બદલામાં, અથવા તે જેની મુદત પાકવા છતાં હંમેશાં કાચી જ રહેતી હોય એવા પટ્ટાઓ નીચે, અંગ્રેજોએ બીજે પણ અગત્યને મુલક ગાયકવાડના હાથમાંથી પડાવી લીધા.
કુમારનરેશ આનંદરાવના વાલી તરીકે નીમાયેલ ફત્તેહસિંહને અંગ્રેજોની આ દખલગીરી ઝેરથી કડવી લાગતી. તે આખા રાજતંત્રને અંગ્રેજોના પ્રતિસ્પર્ધિ તરીકે જ ગૂંથી નાંખતે. પરિણામે રેસીડેન્ટ કાર્ના કે પિતાની પસંદગી પ્રમાણે દિવાન નીમવાની નીતિ અખત્યાર કરી.
આનંદરાવની પછી ગાદીએ આવેલ સયાજીરાવ પ્રતિભાસંપન્ન ને તેજસ્વી રાજવી હતો. તેણે અંગ્રેજોના પ્રતિનિધિ-મુંબઈના ગવર્નર સમક્ષ, આંતરિક દખલગીરી સબંધમાં, અને જરીક પણ બદલા સિવાય પોતાના સૈન્યના ઉપયોગ સામે પ્રબળ વિરોધ ઊઠાવ્યો. ગવર્નરે, જે ગાયકવાડ, અંગ્રેજોની ઈચ્છા પ્રમાણેની પરરાષ્ટ્રનીતિ, ત્રણચૂકવણી ને અંગ્રેજો સાથે અબાધિત વ્યાપાર ને મીઠા સંબંધની નીતિ સ્વીકારે તો તે દખલગીરી અટકાવવાનું વચન આપ્યું. સયાજીરાવે તેમ કરવા કબુલ્યું. પણું કરજ સંબંધમાં ગાયકવાડ ને રેસીડેન્ટ વચ્ચે ચકમક ઝરી. અંગ્રેજોએ ગાયકવાડ પર બીજું પણ વીસ લાખનું ઋણ ઓઢાડયું. ને એ કણ ને સૈન્ય અંગેનો ખર્ચ વગેરે તેમણે કેટલાક મહાલ ડાંક વર્ષ સુધી પોતાના કબજામાં લઈ વસુલ કર્યા. આંતરિક વહીવટી તંત્ર અંગ્રેજોની ઈચ્છા પ્રમાણે ન રચાય તે આખા રાજયની વસુલાત પણ પોતે જ એકઠી કરવાની તેમણે ધમકી આપી. સયાજીરાવના દિવાન વેણીરાયને દૂર કરી અંગ્રેજોએ તે સ્થળે પિતાની પસંદગીને દિવાન નીમ્યો.
આ અંગ્રેજનીતિનું પરિણામ કંઈક જુદું જ આવત. પણ તે અરસામાં મુંબઈના ગવર્નર તરીકે નવા નીમાયેલ લૈ કલેઅરે સયાજીરાવ સાથે મિત્રતાની નીતિ સ્વીકારતાં બધું થાળે પડી ગયું. સયાજીરાવે પિતાના ખાનગી ખજાનામાંથી ઋણ ચૂકાવ્યું. તેમણે અંગ્રેજોની ઈચ્છા પ્રમાણે રાજ્યમાં કેટલાક સુધારા પણ કર્યા ને અથાગ શ્રમ લઈ તેમણે, અંગ્રેજોએ જપ્ત કરેલા મુલકમાંથી બની શકે તેટલે પાછો મેળવી લીધી; અંતરંગ વહીવટ સંબંધમાં શકય સ્વતંત્રતા પણ મેળવી.
સયાજીરાવના મૃત્યુ પછી તેમના ત્રણ પુત્રો ગણપતરાવ, ખંડેરાવ ને મહારરાવ અનુક્રમે ગાદીએ આવ્યા. તેમાંથી ખંડેરાવની કારકીર્દી વિશેષ યશસ્વી નીવડી. તેમના સમયમાં મર્દાની અને મેદાની ખેલેને ઉત્તેજન મળ્યું. તેમણે મકરપુરા રાજમહેલ બંધાવ્યો; કિંમતી હીરા અને જર-જવાહરનો સુંદર સંગ્રહ કર્યો. સત્તાવનના બળવામાં તેમણે અંગ્રેજોને પૂરતી મદદ આપવાથી અંગ્રેજોએ તેમને દત્તક લેવાને અધિકાર આપ્યો અને કેટલીક વધારાની ખંડણી માફ કરી..
ખંડેરાવના મૃત્યુ સમયે મહારાણી જમનાબાઈ સગર્ભા હતાં. પરિણામે તેઓ સંતાનને જન્મ આપે ત્યાં સુધી મલ્હારરાવને રીજંટ’ નીમવામાં આવ્યા. મલ્હારરાવને શ્રીમત ખંડેરાવ સાથે મૂળથી જ અણબનાવ હેઈ તેમણે, કહેવાય છે તેમ, રાજગાદી હાથ કરવાને અનેક પ્રપંચે રચ્યા. સગર્ભા મહારાણું રેસીડેન્ટને આશ્રયે જઇ રહ્યાં. ત્યાં તેમણે કુંવરીને જન્મ આપતાં મહારરાવને રાજગાદીને અધિકાર સહેજે મળી ગયે; પણ તેમના પર રાજ્યની ગેરવ્યવસ્થા, ને ખંડેરાવના કુટુંબને તેમજ રેસીડેન્ટને ઝેર આપવાના પ્રયાસ સંબંધી આરોપ આવ્યા. તે સંબંધી સરકારે કમીશન નીમ્યાં પણ તે કમીશનો મહારરાવને પૂર્ણ પણે દેષિત ન ઠેરવી રાકળ્યાં. છતાં હિંદી સરકારે બીજા અનેક કારણોને લઈ મહારરાવને પદભ્રષ્ટ જાહેર કર્યા. ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com