Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 33
________________ ગાયકવાડ નરેશ શ્રીમન્ત સયાજીરાવ લેખકઃ રજા નવવર્ષના મંગલપ્રભાતને હજી ચાર માસ પૂરા વીત્યા નથી, ત્યાં તે હિંદ અને ગુજરાતે અનેક સંસ્મરણીય વિભૂતિઓ ગુમાવી છે. તે ગત વિભૂતિઓમાં શ્રીમંત સયાજીરાવનું સ્થાન અનન્ય ને અપૂર્ય છે. ગત મહા વદી બીજે સ્વર્ગસ્થ બનેલ એ ગુર્જરનરેશની જીવનરેખા, ધીમે ધીમે પ્રભુતાથી દૂર હઠતા અને હઠાવતા વર્તમાન હિંદના અલ્પ રાજવી સમુદાયમાં પણ કંઈક એવું ઝળહળતું તેજ દાખવે છે કે ગમે તેવા હિંદીને પણ તે આકર્ષ્યા વિના ન જ રહે. તેમનું જીવન અનેક રીતે મનનીય છે. સામાન્ય કુટુંબમાં જન્મ્યા છતાં ગુર્જરપતિનું પદ શોભાવનાર, સ્વમાનને જાળવ્યા છતાં પરદેશીઓને પ્રેમ છતનાર, હિંદુ પ્રજાના રાજપ્રતિનિધિ છતાં બીન આર્યોને પણ સંતોષનાર ભારતીય નૃપતિ તરીકે; અને વૈભવ છતાં સાદાઈ, પ્રભુતા છતાં કારુણ્ય અને પ્રજાવત્સલતા છતાં અડગતા જેવા પરસ્પર વિરોધી ગુણોને પચાવનાર સુધારક નરવીર તરીકે હિંદની પ્રગતિમાન પ્રજાના હૈયામાં તેમણે અમર સ્થાન જમાવ્યું છે. તેમને અને તેમના પૂરોગામીઓનો ઇતિહાસ કંઈક રોમાંચક, સાથે જ મરાઠી સામ્રાજ્યના અંગ તરીકે ભારતીય ઇતિહાસનું એક જ્વલંત પ્રકરણ રેકે એવો છે. ગાયકવાડ કુટુંબના મૂળ સંસ્થાપક દામાજીરાવ ગાયકવાડના માતામહ શ્રી નંદાજીએ એક સમયે યવનથી હરાતી કેટલીક ગાયોને પોતાના કિલ્લાનાં કવાડ-કમાડ ખેલી અંદર ખેંચી લઈ બચાવી લીધેલી. પરિણામે તે ગાયકવાડના નામથી ઓળખાયા. શ્રી દામાજીરાવને એ પદ તેમની પાસેથી વારસામાં મળ્યું. દામાજી ગાયકવાડનું યુદ્ધનૈપુણ્ય વિરલ હતું. યવન સાથેના યુદ્ધમાં તે તેમની શક્તિ માઝા મૂકતી. ઈ. સ. ૧૭૨માં નિઝામ સાથેના યુદ્ધમાં તેમણે દાખવેલા અપૂર્વ પરાક્રમથી ખુશ થઈ શાહૂ છત્રપતિએ તેમને “સમશેર બહાદૂર 'ને ઈલ્કાબ આપેલો. દામાજીના પુત્ર પિલાજીરાવની મરાઠી સૈન્યના સેનાપતિના નાયબદિવાન તરીકે નિમણુક કરવામાં આવી. તેમણે પ્રથમ તે પિતાને વસવાટ ખાનદેશમાં રાખ્યો; પણ પછી ગુજરાતમાં સોનગઢ પાસે એક કિલ્લો બાંધીને મુગલ સુબેદારની વિરૂદ્ધનાં યુદ્ધમાં મદદ કરી તેમણે કેટલાક પ્રદેશ પર ચોથ ઉઘરાવવાને હક્ક મેળવ્યો. ભીલાપુરના યુદ્ધ પછી તેમને મહારાષ્ટ્ર ચક્રવતી તરફથી ‘સેના ખાસખેલ’ને માનવન્ત ઇલકાબ બક્ષવામાં આવ્યો. ઉપરના બંને ઇલ્કાબે આજે પણ એ કુટુંબના મુખ્ય રાજવંશી-ગાયકવાડ નરેશ ધારણ કરે છે. પિલાજીના અતૂટ પરાક્રમથી ગુજરાતમાં વધી રહેલી મરાઠી સત્તા મેગલ સમ્રાટને ખૂંચવા લાગી. તેણે ગુજરાતના મોગલ સુબેદાર સર બુલંદખાનને પાછો લાવી જોધપુર નરેશ અભયસિંહને ગુજરાતની સુબાગીરી સુપ્રત કરી. અભયસિંહે વડોદરા કબજે કર્યું અને સંધિના બહાને કપટથી પિલાજીરાવનું ખૂન કરાવ્યું. પણ ખૂને રંગાયેલ તેના હાથ ગુજરાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66