Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ નાટકિય - ૫૩૭ “પણ હું તે તમને કંઈજ ખપમાં આવતી નથી.” તમારો ખપ પણે તમને ય નહીં મૂકું !” “આજે મારો ખપ છે જ! મારાં ઘરેણાં તો જ!” મૃણાલે જરા હઠ કરતાં કહ્યું. “ ગાંડાં થાવ મા ! તમે મારા દીકરાની વહુ છો, તમને તે અમારે લાડ કરવાનાં હેય.” વેણુએ મૃણાલના બને ગાલ પિતાની હથેલી વચ્ચે લઈ પાકેલ કેરીને ઘેળે તેમ ળતાં કહ્યું. “ના..ના.” મૃણાલ બોલી. . “બેન, હું ખરું કહું છું કે જરૂર પડયે હું તમારાં ય ઘરેણાં માગી જ લઈશ. અત્યારે જરૂર નથી જ.” કહી વેણી કઈ કામ એકાએક યાદ આવ્યું હોય તે દેખાવ કરી જતી રહી. પ્રતાપરાયના મંદવાડે વેણીને ઘરની અધિષ્ઠાત્રીનું સ્થાન અપાવ્યું હતું. પહેલાં જે વેણુની અવહેલના કરતાં તે હવે વેણીને પડયો બોલ ઝીલવામાં કર્તવ્યપરાયણતા માનતાં થયાં હતાં. વેણીમાં પણ ખરેખરૂં પીઢપણું આવી ગયું હતું. પ્રતાપરાય ગયા. બધાને માથે આભ તૂટી પડયું હોય એમ લાગ્યું. બધામાં વેણીની સ્થિતિ બહુ કડી હતી. તેનું અંતર તરફડી રહ્યું હોવા છતાં તેને આંખમાં આંસું ખાળવાં પડતાં. તેના મોટાભાઈ જેવડા મોટાભાઈનું માથું પણ તે ખોળામાં લેતી અને તેને રડતા છાના રાખતી. વેણીનું માતૃત્વ એકાએક વિકસી ગયું. બધાં તેની પાસે બેસી રડતાં અને વેણીની હાફમાં આશ્વાસન શોધતાં. પરીક્ષાના પરિણામ આવ્યાં મોટાભાઈ નાપાસ. રસિક નાપાસ. ઘનશ્યામ પહેલે નંબરે પાસ. રસિક કે મોટાભાઈ પર રોષ કે દયા દર્શાવવાની કે ઘનશ્યામને શાબાશી આપવાની કેાઈને પડી જ ન હતી. સહુ અને ખાસ તે વેણી, પ્રતાપરાયના ગયા પછી “હવે શું કરવું?” તેની જ ઉપાધિમાં પડયાં હતાં. વેણીને બીજી બધી વાત કરતાં પ્રતાપરાયે જમાવેલ આબરૂનું જતન કરવાની ખાસ ખેવના હતી. - વેણીનું છેલ્લું ઘરેણું વેચાઈ ગયું. મૃણાલના આગ્રહને વશ થઈ તેમજ બીજે કંઈ ઉપાય પણ ન હોવાથી તેનાં શેડાં ઘરેણાં વેચી પ્રતાપરાયની ઉત્તરક્રિયા કરવામાં આવી. આવી કફોડી સ્થિતિમાં વેણી લોકો સમક્ષ તે પિતાની સ્થિતિ ઘણું સદ્ધર હેવાને દેખાવ કરતી. કોઈપણ બાબતમાં તેણે ઘરનું મોળું નહેતું દેખાવા દીધું. સૌ કેઈમાનતું કે પ્રતાપરાય જેવા મોટા હોદ્દેદારની પાસે સારું એવું સંચિત હેય તેમાં શી નવાઈ! અને પિસે હોય તે જ એકથી એક ચડિયાતા ડોકટરે બોલાવવાનું સૂઝે ને! એવી તે કઈને કલ્પના ય નહોતી આવી કે પ્રતાપરાયની સારવાર માટે આવેલ ડોકટરોનાં બીલ વેણીનાં આભૂષણ વેચી ચૂકવવામાં આવ્યાં હતાં. એ તે કેાઈને ખ્યાલ પણ નહીં ગયેલ કે પતિવિરહમાં દૂબળી થયેલ વેણીનાં બળાં થવામાં ઊંચી જાતના ખોરાક મળવાનો અભાવ પણ એક કારણ હતું. વેણુએ ચા, દૂધ, ખાંડ, ઘી ખાવાં બંધ કર્યા હતાં. તેમાં ગત આત્માનો શોક પાળવાની ભાવના ઉપરાંત કરકસર કરવાની ભાવના પણ હતી તેની કેઇને ગંધ સરખી પણ નહોતી આવી. ઘસાઈ ગયેલાં મધ્યમ વર્ગનાં કુટુંબ માટે આબરૂનું તૂત જાળવી રાખવાનું વધુ મુશ્કેલ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66