________________
૫૩૬ સુવાસ : ફાગુન ૧૫ સંતોષ પામતા; અને એ વ્યાધિમાંથી મુક્ત થવા ઈશ્વર પાસે મૃત્યુની યાચના કર્યા કરતા.
દિવસે પર દિવસ પસાર થતા હતા અને પ્રતાપરાયનું શરીર લેવાતું જતું હતું. “બધાને અહીં બોલાવ!” પ્રતાપરાયે એક દિવસ વેણીને લખી આપ્યું. વેણીએ બધાને બોલાવ્યાં. બધાં આવ્યાં. ઘનશ્યામ તે ત્યાં હતા જ. “કેમ બાપુજી!” રસિક બોલ્યો. મારે ઘેડી વાત કરવી છે.” પ્રતાપરાયે લખ્યું.
શી બાબત ?” વેણ બોલી.
“મને મારું શું થશે તે નથી સમજાતું-” પ્રતાપરાય લખે જતા હતા. કેઈમાં એક શબ્દ બોલવાની પણ શક્તિ ન હતી. પણ હું ન હોઉં ત્યારે ય તમે સંપથી રહેશો એવી મને આશા છે. તમારે કમનસીબે હું બહુ પૈસા એકઠા નથી કરી શકો. પણ મેં કેઈનું ય ખરાબ નથી કર્યું, એટલે ઈશ્વર મારા કુટુંબને પણ રોટલા વિના નહિ જ રાખે તેવી મારી અચળ શ્રધ્ધા છે.”
બધાંની આંખ ભીની થઈ હતી.
“અને ઘનશ્યામ, તું તે બહુ ડાહ્યો છે. તારી ઉમ્મરના પ્રમાણમાં તું ખૂબ શક્તિશાળી છે. મને એટલું વચન ન આપે કે તું સદા ય રસિક ને તેનાં ભાંડુનો ભાઈ બની રહીશ? એ બધાં ગમે તેમ કરે પણ તારે તારી ઉદારતા ન જતી કરવી.”
ઘનશ્યામ સજળ નયને નીચું જોઈ રહ્યો.
અને છોકરાંઓ, વેણ તમારી માતા છે, તે વાત કદી ય ન ભૂલશો. ફરી પરણવામાં મેં ભૂલ કરી એમ ભલે માને પણ વેણીને તેમાં શો દોષ? મારે ખાતર પણ તેને તમે માતાસમ ગણશો તે મને શાંતિ થશે.”
બધાં ડૂસકાં ભરતાં હતાં. કેઈ કંઈ બેલી ન શકયું.
વેણી, તને શું કહું? ” પ્રતાપરાયને હાથ ખૂબ ધ્રુજવા લાગ્યો. તેણે પ્રેમપૂર્વક તેમના હાથને વળગી પડી અને બંનેની આંખમાંથી અશ્રુધારા વહી રહી.
આ પરમ પવિત્ર પળ હતી. રાગ, દ્વેષ કે સ્વાર્થ અશ્રુથી વિશુધ્ધ થયેલા આ વાતાવરણમાં ડેકિયું પણ કરી શકે તેમ ન હતાં. આ પવિત્ર પળે ઘનશ્યામે મનમાં સંકલ્પ કર્યો કે “પ્રતાપરાયની આ મુરાદ બર લાવવા હું ગમે તે ભોગે ય મથીશ.”
પ્રતાપરાય લગભગ એક વર્ષ સુધી માંદા રહ્યા.
તેમની સારવારમાં વેણીએ જરાય ઊણપ ન આવવા દીધી. સારામાં સારા ડોકટરો પ્રતાપરાયની માવજત કાજે આવતા. આ ડોકટરેની ફીના પૈસા શી રીતે ચૂકવાતા હશે એ પ્રશ્ન પ્રતાપરાયના મનમાં ઘોળાયા કરતે; પરન્તુ એકથી એક ચડિયાતા ડોકટરો તે આવ્યે જ જતા. - વેણી તેનાં ઘરેણાં એક પછી એક વેચી દવાઓનું, ડોકટરનું, અને રસિક તથા મેટાભાઈના ભણતરનું ખર્ચ કાઢતી. ઘનશ્યામ પણ રસિક સાથે જ ભણત, પરંતુ તેને પહેલે નંબરે પાસ થવા બદલ શિષ્યવૃત્તિ મળતી હોવાથી તેનું ખર્ચ કંઈ ન આવતું.
બેન, મારાં ઘરેણાં પણ જરૂર પડયે તમારાં જ છે એમ માનજો હો !મૃણાલે એક દિવસ વેણને કહ્યું.
“તમેય અમારાં જ છેને?” તેણીએ હસતાં જવાબ આપો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com