Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 28
________________ ૨૩૪ - સુવાસ : ફાગુન ૧૯૯૫ “બાપુજી, મામાને ચંદ્રક આપવાનું નક્કી થયું.” પોતાને નહીં અને મામાને ચંદ્રક આપવામાં આપનારનું અજ્ઞાન સમાયું હોય તેવું દેખાડતાં તેણે મામા શબ્દ પર ભાર મૂકી કહ્યું. એમ કે? ઘનશ્યામ તેને લાયક છે. અને રસિક, તું અભિનયની અતિશયતા શીદ કરે છે? તારામાં કુશળ નટ થવાનાં લક્ષણો છે, પણ આજે તે તે તાર પાઠ બગાડી જ નાખ્યો હતો. તું શું કઈ ધંધાદારી નટ હો, કે તારી સમક્ષ શું એકલું મવાલી પ્રેક્ષકમંડળ બેઠું હતું? સાચા અભિનયમાં તે સંયમ ખાસ આવશ્યક છે.” રસિકને પિતાની સલાહ કડવી તે લાગી, તેય તે શાંત ઊભો રહ્યો. તેણે તે પિતા તરફથી વખાણ મેળવવાની આશા સેવેલ, અને એટલે જ તે તેણે જોરશોરથી હકારાપડકારા કર્યા હતા ને! પણ આ તે અભિનયની તદન નવીન દૃષ્ટિ! અભિનય અને સંયમ ! રસિકને પિતાની વાત બરાબર ન સમજાઈ. અને ઘનશ્યામ, તારી બેનને તારું ગાયન સાંભળવું છે. ચાલ, ગા જેઉં! વાજા પર બેસું છું.” ઘનશ્યામ શરમાઈ ગયો. “રસિક નીચેથી વાજાં લઈ આવતો!" રસિક વાજું લઈ આવ્યો; ઘનશ્યામે ગાયું. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જ્યાંસુધી તે શરમાય ત્યાંસુધી તેમના મોઢામાં જીભ હશે કે નહિ તેની ય શંકા ઊઠે; પણ તે જ ૦૧ક્તિ એક વાર શરમ મૂકી પિતાના પ્રિય વિષયની છણાવટ કરે ત્યારે તો કમાલ કરી દે છે. ઘનશ્યામે ગાવું શરૂ કર્યું અને તેની શરમ ઊડી ગઈ. બધાં મુગ્ધ થઈ ગયાં. ઘડી ભર તો રસિક પણ! “લે, આ મારા તરફથી ચાંદ !” કહી પ્રતાપરાયે ઘનશ્યામને દશ રૂપિયાની ભેટ આપી. ઘનશ્યામ પર તેને ઘેરથી અવારનવાર પ આવતા. તેને નાનો ભાઈ મોટાભાઈ પાસેથી કંઈ કંઈ વસ્તુઓ મંગાવતા, અને રજા પડે ત્યારે એ બધું સાચવીને લાવવાનું લખાવતે. પિતાજીને પત્ર આવતે તે દિવસે ઘનશ્યામ બહુ આનંદમાં રહેતો. પ્રતાપરાય તેને અવારનવાર થોડા થોડા પૈસા વાપરવા આપતા, તે બધા તે સાચવી રાખતા, અને એ પૈસામાંથી જુદી જુદી ચીજો નાનાભાઈ માટે લઈ જવાના મનોરથ સેવી આનંદ પામત. ઘનશ્યામને પ્રતાપરાયને ત્યાં રાખવાનું ખાસ પ્રયોજન તે વેણુને આનંદ આપવાનું હતું, અને વેણીને ભાઈના વિકાસથી, ભાઈની સોબતથી આનંદ થતે ય ખરે! પરંતુ ઘનશ્યામ તો આ મોટા લોક વચ્ચે આવી કચડાઈ રહ્યો હોય એમ જ લાગતું. એક વેણી સિવાય બીજું કઈ ભાગ્યે જ તેની સાથે આનંદપૂર્વક વાત કરતું. પ્રતાપરાયને તેને માટે લાગણી હતી, પરંતુ તેમની સાથે વાત કરવાનો પ્રસંગ તે ઘનશ્યામને કયારેક જ આવતે, એટલા તે કામઢા હતા. પરીક્ષા આવી. ઘનશ્યામ પહેલે નંબરે પાસ થયો. રસિક બે વિષયમાં-સંસ્કૃત અને ગણિતમાં–નાપાસ થતા હોવા છતાં તેને ઉપર ચડાવવામાં આવ્યો. રસિકના મોટાભાઈ પણ આ વખતે બી. એ. માં ત્રીજે અખતરે પાસ થયેલ. તેમણે એલએલ. બી. થવા ધાર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66