Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ નાટકિયે "૫૩૫ નિશાળમાં રજા પડી અને ઘનશ્યામ રમકડાં ઈત્યાદિની ખરીદી કરી ઘેર જવા ઊપડયો. ઘનશ્યામની રજાઓ પૂરી જેતી થઈ ત્યાં તે તેને અને તેના બાપુજીને તરત ઊપડવાનું સૂચવતે વેણીને તાર મળ્યો. સોળ વર્ષને ઘનશ્યામ બેનનું હૃદય બરાબર સમજી શકતા હતા. તેને બરાબર ખબર હતી કે ખરી મુશીબતમાં આવી પડયા વિના મોટીબેન આવો તાર કરે જ નહિ! તેણે તેના પિતાને જલ્દી તૈયાર થવા કહ્યું અને બંને પહેલી જ ગાડીમાં ઊપડયા. વેણી બહુ જ ગંભીર દશામાં આવી પડી હતી. પ્રતાપરાયને એકાએક લકવો થઈ આવ્યો હતો. ઘનશ્યામ રજાઓ માણવાં ઘેર ગયો ત્યારે સંપૂર્ણ તંદુરસ્ત લાગતા પ્રતાપરાય પર એકાએક ઊતરી આવેલ આફતથી આખા ઘરમાં હાહાકાર થઈ ગયો હતો. મૃણાલ ને વેણી આ પરિસ્થિતિમાં સાચી બેન બની ગઈ હતી. રસિક અને ઘનશ્યામ પણ સાચા ભાઈઓ બની ગયા. સાવકાંપણને ભાવ તદ્દન ઓસરી ગયો. સર્વનું લક્ષ્ય પ્રતાપરાયની સેવા કરવાનું બની ગયું. હું ને ઘનશ્યામ આજે જઈએ છીએ.” વેણીને બાપુએ પ્રતાપરાયની પાસે આવી કહ્યું. “ઘનશ્યામને શા માટે લઈ જાઓ છો?” પ્રતાપરાયે ધ્રુજતે હાથે લખ્યું. “તમારા મંદવાડમાં જેટલી તકલીફ ઓછી થાય તેટલી કરવી!” “ઘનશ્યામ પર તે મારી અનેક આશાઓ છે. આ મંદવાડમાંથી ઊઠું તે એને તે હું ખૂબ ભણાવીશ.” પ્રતાપરાયે વળી લખ્યું. તે બેલી શકતા ન હતા. બધું લખીને જ સમજાવતા. “આપને જરા ઠીક થશે એટલે ઘનશ્યામને પાછો મોકલીશ.” પ્રતાપરાયે “જેવી તમારી મરજી!' તેવું આંખોદ્વારા સૂચવ્યું, અને આંખો બંધ કરી દીધી. ઘનશ્યામ અને તેના બાપુજી એ ઓરડામાંથી બહાર આવ્યા. “બાપુજી, હું તો તમારી સાથે નથી આવતો.” ઘનશ્યામે કહ્યું. “કેમ ?' બેન-બનેવીને આવી સ્થિતિમાં મૂકી હું નહિ આવું.” “તારે આવવું કે ન આવવું તે હું સમજું કે તું?” “મને તમારી વાત ગળે નથી ઊતરતી. હું તો રોકાઇશ.” બાપ દીકરા વચ્ચે ઘણું રકઝક થઈ પણ ઘનશ્યામ એકનો બે ન થયો. બાપ દીકરા પર ગુસ્સે થઈ જતા રહ્યા.. ઘનશ્યામે તે પ્રતાપરાયની સેવા કાજે અભ્યાસ છેડી દેવાનું કહ્યું, પણ તેની એ વાત કેઈએ માની નહી. તેને ભણવા તે જવું જ પડતું, પણ તે સિવાયનો બધો વખત તે પ્રતાપરાયની પથારી પાસે જ રહેતો. પિતાની માંદગીએ ઘરની દરેક વ્યક્તિમાં એકભાવ જગાવ્યો છે તે જોઈ પ્રતાપરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66