Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 24
________________ ૫૩૦ સુવાસ : ફાગુન ૧૯૯૫ અને એવીજ અસહ્ય સ્થિતિ બીજી એક ગરબીમાં કવિ કેવી સરસ આલેખે છે! કાળજ કર્યું તે કેને કહિયે રે, ઓધવ છેલછબીલડે. કળ ન પડે કાંઈ પેર ન સૂઝે, રાત્રિ દિવસ ઘેલાં રહિયે રે, કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચડે, અલબેલે આવી બેઠે હઇયે રે.” પ્રેમઘેલી અને કૃષ્ણવિરહે આકુળવ્યાકુળ થએલી ગોપીને રજ પણ ચેન પડતું નથી. ઘડીમાં ઘરમાં જાય છે, ને પાછી બારણે આવી કૃષ્ણની રાહ જુવે છે ! પોતાની વિવશ– પરવશ સ્થિતિને લક્ષમાં લેઈ વધુ નહિ તલસાવવા એ કૃષ્ણને અત્યંત આવભરી વિનવણી કરે છે – “ઊભા રહો તે કહું વાતડી, બિહારીલાલ. તમ માટે ગાળી છે મેં જાતડી, બિહારીલાલ. વેદના વિરહની તે ક્યાં ભાખિયે, બિહારીલાલ. ભીતરને ભડકે તે કયાં દાખિયે, બિહારીલાલ. ઘેલી કરી છું સહુ ગામમાં, બિહારીલાલ. ચિત ચોટતું નથી ઘરકામમાં, બિહારીલાલ.” કૃષ્ણ પાછળ ઘેલી થએલી આવી પુત્રવધૂને સાસુ જેવી વજનદાર વ્યક્તિ કયાં સુધી સાંખી શકે ! એટલે પિતાને ત્યાં વધુ વખત એવું નહિ નભે, અને “તમે તે નિર્લજ રે, હમે લાજી મરીયે” કહી એને ઠપકાભરી શિખામણ આપે છે – “શીખ સાસુજી દે છે રે, વહુજી રહે તંગે; આવડે શો આસંગે રે, શામળિયા સંગે ?” પણ માથાની વહુ ગંગાજળ સરખાં વિશુદ્ધ !” સાસુજીને રોકડું પરખાવે છે. પ્રભુભક્તિમાં દૂષણ જોતાં સાસુજીની આંખમાં કમળો થયો હશે કહી પ્રભુપ્રેમી એ પત્ની પિતાના વિશુદ્ધ પ્રેમમાં અડગ રહે છે, અને “દયાને પ્રભુ ભજવે રે, કેઈથી ન ડરવું” એ નિશ્ચયપૂર્વક સાસુને પડકારે છે – એવાં વચન સુણીને રે, વદ્યા વળતાં વહુજી; ગંગાજળ સરખાં રે, હો સાંભળે સાસુજી. કહો છો તેવાં હશે રે, ત્યારે એમ સૂઝે છે; દેષ પ્રભુમાં શ દીઠ રે, જેને જગ પૂજે છે.” પ્રેમી પીડા અને વિરહવ્યથાના આ અલ્પ વિવેચન પછી એ પીડા અને વ્યથાના કારણરૂપ કામણગારા શ્રીકૃષ્ણનાં આપણે સહેજ દર્શન કરીએ. પરમ ભાગવત દયારામ પિતાના ઈષ્ટપ્રભુનું વર્ણન કરતાં કદી ધરાતાજ નથી. એટલે શ્રીકૃષ્ણના વર્ણનનાં એમનાં પુષ્કળ કાવ્ય હેઈ, આપણે તો એમાંથી માત્ર બે-ત્રણ જ જોઈશું. કાનુડાની જાદુભરી કાન્તિ વર્ણવતાં કવિ લખે છે – કાનુડે કામણગારો રે, સાહેલી આતે કાનુડો કાનુડો કામણગારે, રસભર્યો ને રૂપાળ, આ શું આંખલડીને ચાળે રે.--સહેલી રંગરા, મદમાત, વાંસળીમાં ગીત ગાત, નયણાં શું કરે વાત રે.--સાહેલી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66