Book Title: Suvas 1939 05 Pustak 01 Ank 11
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ આપણું રાસસાહિત્ય (પ્રાચીન પરલ અને સાચી પ્રીતિ પ્રાણુને પણ પરી થતી નથી કહી પ્રેમની અખંડિતતા ને અનન્તતા વર્ણવે છે “સાચી પ્રીત તે પ્રાણ લે રે, સાધારણ થાય પરી; દાદુર જળવિણુ જીવે રે, માછલડાં તે જાય મરી, છીપ રહે સાગરમાં રે, ઈચ્છી સ્વાતિબિન્દુ તણું; જુઓ દષ્ટિ ચકોરની રે, અચળ રહે છે ઇન્દુ ભણી.” પ્રેમની આ મીઠી મીમાંસા પછી એની જ્ઞાન–વેગ સાથે તુલના કરતાં ગોપીઓ ઉદ્ધવને કહે છે – છે અગમ પંથ સ્નેહને રે, ઓધવજી તે નથી દીઠે, ત્યાં લગી જ્ઞાન ગઠે રે, જોગ છે પણ મીઠે. તમારે તે હરિ સઘળે રે, અમારે તો એક સ્થળે; તમે રીઝો ચાંદરણે રે, અમો રીમું ચંદ્ર મળે.” અંતે ગોપીઓનાં “એવાં વચન સુણીને રે, ઓધવજીની બ્રાંતિ ટળી' “જોગ જંજાળ છૂટી” અને પ્રેમના આધિક્યની પ્રતીતિ થઈ. પરિણામે પ્રભુપંથની એ દીપિકાને ગુરુ માની “ અભિમાન મૂકીને રે, ઓધવ ગેપી પાય પડવ્યા.” - અન્યત્ર પણ જ્ઞાન ઉપર ભક્તિની સરસાઈ વર્ણવતાં કવિ લખે છે -- શું જાણે વ્યાકરણ, વસ્તુને શું જાણે વ્યાકરણ? મુખ પર્યત ભર્યું વૃત તદપિ સ્વાદ ન જાણે બરણી–વસ્તુને” અને તેથી જ ભક્તકવિ આગ્રહપૂર્વક ઈચ્છે છે કે – “ પ્રકટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રકટ મળે સુખ થાય. તેલ વિના ફુટ તિલ પૂરેથી, દીપક કયમ પ્રકટાય? આ પ્રકટ પાવક વિના કાષ્ટને ભેટે, શી પર શીત સમાય?–શ્રી ગિરિધર” પ્રેમની ફિલસુફીના આટલા વિવરણ પછી આપણે પ્રેમપંખિણ ગેપીઓની મીઠી મધુરી અમપીડાને કંઇક દર્શન કરીએ. ગભરૂ ગોપીને પ્રીતની રીતનું ભાન નથી, પણ કામણગારા કૃષ્ણને જોઈ એના હદયમાં સ્વયંભુ પ્રેમ ઉદ્દભવે છે. માંતરદોડ દેતુઃ એને કૃષ્ણ પ્રતિ આકર્ષે છે. “પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી.” એટલે એનું અંતર નિષ્કારણ સ્નેહથી કૃષ્ણમય બની જાય છે, અને આમ અનુભવે એને પ્રીતની અતિ અટપટી રીતે સમજાય છે: “પ્રીતડીની રીત અતિ અટપટી, ઓધવજી છે પ્રીતડીની રીત , થાવાને ઉપાય પણ જાવાનો જડે નહિ, વજ રહેણે જટી તે જટી, પ્રીત ના કહેવાય છે, તે સ્વારથ સમજ, ચાર દિવસ પ્રગટી ને મટી.” જાણે-અજાણે એકવાર પ્રેમનું પ્યાલું પીધું અને એને નશે રગેરગ વ્યા પછી ક્યાં જવું! રાત દિવસ એની જ પીડા! ઊઠતા બેસતાં એની જ વાત ! ઊધતાં જાગતાં એનું જ ચિંતન ! અને પ્રેમની એ ગુહ્ય વાત કોઈ ને કહેવાય પણ શી રીતે ? એટલે છાના છાના સહેજ ટકે! ગેપી પોતાની એવી દુસહ દુઃખભરી સ્થિતિ વર્ણવતાં કહે છે – “પ્રેમની પીડા તે કોને કહીયે રે, હે મધુકર, પ્રેમની પીડા તે. થતાં ન જાણું પ્રીત જાતાં પ્રાણ જાયે, હાથનાં કીધાં તે વાગ્યાં હઈયે; ધીકીયે ઢાંકયાં રાતદિવસ અંતરમાં, ભૂખ નિદ્રામાં નવ લહિયે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66