________________
બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન પર પ્રવાસ-વર્ણનમાં પ્રસિદ્ધ થતાં એ ખંડનું નામ તેના પિતાના નામને અનુલક્ષીને અમેરિકા અપાયું છે.
કેલમ્બસે તે આ બડને હિંદુસ્તાન જ ધારેલું. તેણે એ ખંડની મૂળ પ્રજાને નામ પણ “ઈન્ડિયન્સ” આપ્યું. એ ભૂલ પાછળથી સમજાઈ, સ્પેનના લેકે નિરાશ થયા, પણ "ઈન્ડિયન' શબ્દ તો ત્યાંની મૂળ વસ્તી માટે હજુ સુધી રહી ગયો છે.
આમ છતાં પંદરમી અને સોળમી સદી સ્પેનની પ્રગતિ માટે યાદગાર રહી જશે. - કોલમ્બસે સ્પેનને નાના મોટા ટાપુઓ શોધી આપવાની પહેલ કરી. એ સાથે જ સ્પેનીશ નાવિકે પણ આટલાંટિક અને પેસિફિક મહાસાગરમાં ઘૂમી વળ્યા અને આખા અમેરિકા ખા પર સ્પેનનો વાવટો ફરકવા લાગ્યો.
ઈંગ્લાંડ, નિઃશંક, પેનની પેઠળ જ ચાલ્યું. તેણે જીઆમાં જન્મેલા બીજા નાવિક જોન કેબટને આશરો આપ્યો. કેબટને પણ કેલમ્બસની જેમ ખબર ન હતી કે પશ્ચિમે અમેરિકા ખડ વચ્ચે પડે છે. તેને પશ્ચિમને સમુદ્ર એળગી એશિયા પહેાંચવાની હામ હતી. ઈ. સ. ૧૪૯૫-૯૬માં તેણે રાજા હેનરી સાતમા પાસેથી પૂર્વ ઉત્તર કે પશ્ચિમ ગમે તે સમુદ્રો ઘૂમવાની અને નવા દેશો કબજે કરવાની સત્તા લીધી. ઈ. સ. ૧૪૯૭માં કેબિટ ૧૮ ખલાસીઓ સાથે ઊપડ્યો. તેણે ન્યુ ફાઉન્ડલેન્ડ અને કેનેડા શોધ્યાં. આમ હિંદના જળમાર્ગની શોધ અને કેનેડાની શોધ એક જ વર્ષે થઈ. કેબ. અહીં ઈંગ્લાંડ અને વેનિસના ધ્વજ ફરકાવ્યા. તેણે પણ કાલબસના જેવી જ ભૂલ કરી. તેણે આ પ્રદેશ એશિયાને જ કઈ ભાગ છે એમ માન્યું.
૧૮ ડિસેમ્બર ૧૪૯૭ ના રોજ કેબટના એક મિલાનવાસી સાથીએ પિતાના રાજાને લખ્યું: “આપ નામદાર ઘણી પ્રવૃત્તિમાં હશે, છતાં આપ મહારાજાએ તલવારના એકેય ઘા વગર અત્રે એશિયાનો એક ભાગ સર કર્યો છે એ જાણું આપ નારાજ નહિ થાઓ.” ઈ. સ. ૧૪૯૮ માં કેબરે બીજી સફર કરી ત્યારે તેને માલમ પડયું કે એ કંઈ એશિયા ખંડ નથી. એ તે કેવળ કેઈ અજાણ્યો નિર્જન પ્રદેશ છે.
સોળમી સદીએ ઈંગ્લાંડના રાષ્ટ્રીય વિકાસનો નવયુગ શરૂ કર્યો હતો. પંદરમી સદી સમાપ્ત ન થઈ ત્યાં તે ખ્રિસ્તવાદે પૂર્વ અને પશ્ચિમના નવા દેશ સેવા માંડ્યા હતા. પિર્ટુગલે રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિથી છલબલતું ભારત નિહાળ્યું હતું. ત્યારે તેનાજ પાડોશી
સ્પેને પનામાની સંગીભૂમિ વટાવી દક્ષિણ અમેરિકાનું સોના રૂપાથી છલબલનું સામ્રાજ્ય હસ્તગત કર્યું હતું.
આ નવયુગ નૈતિક દષ્ટિએ કલંકિત છે, ઐતિહાસિક દષ્ટિએ કાળે છે, પણ એક સામ્રાજ્યવાદની દષ્ટિએ નેધવાજોગ છે. ઈંગ્લાંડનો આ યુગ પેન અને પોર્ટુગાલ પ્રત્યેન દેશને, તેઓએ સાહસથી મેળવેલું પડાવી લેવાનો હતો. આ યુગે સામ્રાજ્યવાદને જન્મ આપે. તેણે બ્રિટનને હાથે અનેક ચેરી, લૂંટફાટ, દગફટ કરાવ્યાં. તેણે લતને ટૂંઢતા. દેશદેશો વચ્ચે કાપાકાપી કરાવી. તેણે વેપારને નામે ગુલામીને ઉત્તેજી. તેણે વેપારને નામે દેશાવરમાં રાજદ્વારી અને આર્થિક ઘુસકાનીતિ આદરી. તેણે એજ બહાને કેટલીક મૂળ વસ્તીનું દૂર નિકંદન કાઢી નાખ્યું.
સોળમી સદીમાં સર ટ્રાન્સીસ કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી નામના મેળવી. પણ સાથે સાથે દક્ષિણ અમેરીકામાં સ્પેનનું સોનું રૂ૫ ચોરી છૂપથી તૂટી દ્વેષનીતિનું પ્રદર્શન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com