________________
પર૨ સુવાસ ફાગુન ૧૯૯૫
આ મધ્યયુગને ઈતિહાસ યુરોપને માટે આર્થિક વેદનાને, ધાર્મિક ઘેલછા અને યુદ્ધોને, અને સાથે સાથે સામ્રાજ્યવાદના પુનર્જન્મનો હતો. ઈગ્લાંડે તે વર્ષનાં યુદ્ધમાં ફાંસને પરાજય કરવા મથન કર્યું હતું, પણ તેને નિષ્ફળતા વરી હતી. ઉમરાવોની સત્તા પડી ભાંગી હતી અને ટયુડરને દમનભર્યો અમલ શરૂ થયો હતો.
પોર્ટુગલમાં ધાર્મિક જુસ્સો ઊછળી રહ્યો હતો. ક્રિશ્ચિયાનિટિ તેને મુદ્દામંત્ર અને આરાધ્ય–વસ્તુ હતી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ પોતે હિંદના પ્રવાસનું પગરણ માંડયું. ઈ. સ. ૧૪૭૦-૭૫માં પોર્ટુગીઝ વહાણવટી ગામે આઈવરી અને ગોહડ કોસ્ટ શોધી આફ્રિકાતે પશ્ચિમ કિનારે ઢળવા માંડશે. ઈ. સ. ૧૪૮૧માં ગીનીને અખાત, ઈ. સ. ૧૪૮૨-૮૪માં કેન્ગો નદીનું મુખ. ઈ. સ. ૧૪૮૮માં કેપ ઓફ ગુડ હોપ અને ઈ. સ. ૧૪૯૭માં હિંદને આ જળમાર્ગ શોધાયો. પોર્ટુગીઝ ઇ. સ. ૧૫૧૬માં ચીન અને ઈ. સ. ૧૫૪રમાં જાપાન સુધી પણ પહોંચ્યા હતા.
હિદને જળમાર્ગ શોધવા માટે પ્રથમ હામ ભીડનાર અને તેની સફળતા માટે પાયો. નાખનાર પ્રિન્સ હેનરી ધ નેવિગેટરની ભાવના વેપાર કરતાં ધર્મયુદ્ધની વધારે હતી. એ સત્ય આ પ્રસંગે આપણે રજુ કરીએ તે અરથાને ન ગણાય. તે જગતને ક્રિશ્ચિયાનિટિનું કર શરબત પીવડાવવા માટે પણ કટિબદ્ધ હતે.
મિ. જેમ્સ એ. વિલિયમસન પિતાના ગ્રંથ-A Short History of British Expansion-માં આ સત્ય પ્રત્યે લક્ષ ખેંચતાં કહે છે: “પ્રિન્સ હેનરીને જુસ્સો એક વેપારીને નહિ, પણ ધર્મષ્ઠાને હતું. તેનું “હિંદ” એટલે એક ક્રિશ્ચિયન દેશ. તે નાસ્તિકેને ઉછેદ કરવા મદદે ધાય જ. પ્રિન્સ હેનરીએ આ આશય એક બુદ્ધિશાળી કુરતા અને અડગતા વડે આગળ ધપાવેલો. જ્યારે દુખિયા હબસીઓ પાર્ટુગાલને કિનારે ઊતરતા અને ભારે આક્રદ વચ્ચે ગુલામોના લીલામ વડે તેમનાં કુટુંબ છિન્નભિન્ન કરવામાં આવતાં ત્યારે તેનું હદય અકથ્ય સંતોષભાવે પોકારી ઊઠતું, “વાહ, તેઓના આત્મા રક્ષાયા છે. મારા વગર તેઓ રખડી પડયા જ હોત ! ”
વાસ્કો ડી ગામા હિંદ પહોંચ્યા ત્યારેય હિંદ “ક્રિશ્ચિયન” દેશ છે એ ભ્રમણ ચાલુ રહેલી. કાલીકટમાં એક જણે તેને પૂછ્યું “શું જોઈએ ?” વાકે ડી ગામાએ જવાબ વાઃ “ક્રિશ્ચિયને અને તેજાના.” તેઓએ હિંદુ મંદિરનાં અને હિંદુ દેવનાં ક્રિશ્ચિયન ધારીને દર્શન કર્યો. તેઓ ત્રણ માસ હિંદ રહ્યા ત્યાં સુધી એ રસિક ભૂલ ચાલુ રહી. તેઓને ક્રિશ્ચિયાનિટિ તો વાસ્તવિક રીતે નહતી મળી, પણ તેજાના મળ્યા હતા.
જ્યારે હિંદને જળમાર્ગ તૂટવાને યશ પોર્ટુગીઝ નાવિકાને છે, ત્યારે આટલાંટિક મહાસાગર ઓળંગી અમેરિકા તૂઢી કાઠવાને પ્રથમ યશ ઇટાલિયન નાવિકને છે. કેલિમ્બસ છને આમાં જન્મેલે, પણ તે વખતનું ઈટલિ એક દેશ તરીકે નવીન દેશ શોધવાનાં સાહસને ઉત્તેજતું ન હતું. તેને રાજ રાજે ભટકવું પડ્યું. છેવટે સ્પેને તેને આશરે આપણે અને ઈ. સ. ૧૪૯રમાં તે અમેરિકા પહોંચ્યો.
સામાન્ય માન્યતા એવી છે કે અમેરિકાની ધરતી પર પહેલે પગ મૂકનાર ગોરો પુરુષ લિમ્બસ છે, પણ ઐતિહાસિક પૂરાવો એથી વિરૂદ્ધ છે. અમેરિકસ વેજ્યુશિયસ નામના ઈટાલિયન નાવિકે કોલમ્બસની પહેલાં આ ખંડ જોયો હતો અને એ સત્ય ૧૫૦૭માં તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com