________________
બ્રિટિશ પ્રજા સંઘમાં હિંદનું સ્થાન ૫૧૯ ઓસ્ટ્રેલેશિયા-ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલાંડ, ફીજી, પાપુઆ અને પેસિફિક મહાસાગરના
સંખ્યાબંધ ટાપુઓ. અમેરિકા-કેનેડા, ન્યુફાઉન્ડલેન્ડ, બ્રિ. વેસ્ટ ઇન્ડીઝ, બ્રિ. લાડુરાસ, બ્રિટિશ ગીના,
ફેકલેન્ડ ટાપુઓ, બહામાઝ, ટ્રીનીડાડ, બરડુડા. રાજદ્વારી દષ્ટિએ, બ્રિટિશ સામ્રાજ્ય પાંચ વિભાગમાં વહેંચી શકાય. ૧. ગ્રેટબ્રિટન અને સ્વરાજ ભોગવતાં સંસ્થાનો. ૨. હિંદ જેવો દરજજો ભોગવતા દેશે. ૩. કેલેનીઓ. ૪. પ્રોટેકટરેટો. ૫. રાષ્ટ્રસંઘના મેન્ડેટ હેઠળના દેશો. સંસ્કૃતિની દૃષ્ટિએ, બ્રિટિશ સામ્રાજ્યના બે ભાગ પાડી શકાય.
૧. ગ્રેટ બ્રિટન, છ સંસ્થાન, સાઈપ્રસ, વેસ્ટ ઈ-ડીઝ વગેરે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળા દેશો.
૨. હિંદુ, લંકા, મલાયા, હોંગકૅગ, મેન્ડેટ હેઠળના પ્રદેશ જેવા કે પેલેસ્ટાઈન, ટાંગાનીકા, સેમોઆ વગેરે; પેસિફિક અને હિંદી મહાસાગરના ટાપુઓ, અને બીજા બીન–ગોરી સંસ્કૃતિવાળા અને કેવળ સામ્રાજ્યની સલામતી માટે રાજદ્વારી હેતુસર બ્રિટિશ વજ હેઠળ રખાયેલા દેશે.
આજના વિશાળ બ્રિટિશ સામ્રાજય પર સૂર્યાસ્ત થતો નથી. જ્યારે સામ્રાજ્યના એક અર્ધ ભાગ પર રાત્રિ હોય છે ત્યારે બીજા અધ ભાગ પર સૂર્ય પ્રકાશતો હોય છે. ઋતુઓનું પણ એવું જ બંધારણ થયું છે. સામ્રાજ્યનો એક ભાગ જ્યારે ઉનાળો માણત હોય છે ત્યારે બીજો ભાગ શિયાળાની ઠંડી અનુભવતા હોય છે.
જગતને કોઈ પણ ખંડ, કે મહાસાગર બ્રિટિશ સામ્રાજયની ઓછીવત્તી સત્તા વગરનો નથી. સામ્રાજ્યમાં કેટલાક સર્વોચ્ચ પર્વત, સર્વોત્તમ સરોવરો અને સર્વશ્રેષ્ઠ સરિતાઓ છે. વિશ્વની પ્રત્યેક પ્રકારની આબોહવા, પ્રત્યેક પ્રકારની ધરતી, પ્રત્યેક પ્રકારનું ખનીજ બ્રિટિશ સામ્રાજ્યમાં છે.
આજનું બ્રિટિશ સામ્રાજ્ય વિવિધ ભાષા, સંસ્કૃતિ, ધર્મ, કામ, વર્ણ અને આકૃતિવાળું સહસ્રરંગી માળખું છે. સામ્રાજ્યને સુદઢ પાયો બ્રિટિશ ટાપુઓ છે, જ્યારે ઈમારત વિવિધગુણી છે. રાજદ્વારી દષ્ટિએ, આ બ્રિટિશ કળામહેલ સૌંદર્ય અને કદ્રુપતા, આરોગ્ય અને માંદગી, સ્વાધીનતા અને પરાધીનતા, સમાનતા અને અસમાનતાના પાષાણથી ચણા છે. આ કળામહેલની કેટલીક ઈટ બ્રિટિશ પરમાર્થનું ગીત લલકારે છે ને કેટલીક ઈટ વિર સ્વાર્થનું દર્શન કરાવે છે.
* બ્રિટિશ સામ્રાજ્યનું શાસન પણ વિવિધરંગી છે. કેટલીક પ્રજા ઓ બ્રિટિશ તાજ હેઠળ સ્વરાજ માણે છે, તે કેટલીક ગુલામીમાં સબડે છે; કેટલીક સ્વરાજને પથે કૂચ કરી
છે, કેટલીક પ્રજાએ કશે રાજદ્વારી વિકાસ સાધ્યો નથી, કેટલીક પ્રજાને રાજદ્વારી ગતિ છતાં આત્મનિર્ણયને અધિકાર આપવામાં આવતા નથી. આખી બ્રિટિશ પૃથ્વી-વ્યાપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com