________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદૈવ મારી ચેતનાને ઢંઢોળતો રહ્યો છે. મારી અને એનો પણ પ્રેમયોગ ભક્તિયોગ રચાયા છે! એ કહે છે, 'તમે મારા હૃદયમાં છો.' હું કહું છું, 'તું મારા અસ્તિત્વમાં ભળી ગયો છે!' સતત મારા તનની શુશ્રુષા સાથે મારી લેખનપ્રવૃત્તિમાં તે સહયોગી અને સહયાત્રી બન્યો છે. આ બંને મારા અંતેવાસી મુનિઓને હું આ પ્રસંગે મારા અંતરના આશીર્વાદ તો આપે જ છું; સાથે સાથે મારું ઉપાર્જિત પુણ્ય પણ આપી દઉં છું, જે પુણ્ય એમને ઊર્ધ્વગામી બનાવે!
સાથે સાથે દોઢ-દોઢ વર્ષથી જેમના પૂર્ણ સુવિધાવાળા મકાનમાં અમને રાખી, અમારી બધી જ કાળજી રાખનારાં અશોકભાઈ કાપડિયા-દેવીબહેન કાપડિયા અને એમના પરિવારને ક્યારેય ભુલાય નહીં. તેઓ રોજ આવે છે ને રોજ પૂછે છે : 'સુલતા કેટલું લખાયું? કેટલાં પાનાં લખાયાં?' હું લખું છું, તેઓ ખૂબ રાજી થાય છે! આ પુસ્તક છપાઈને તેમના હાથમાં જશે ત્યારે તેમના આનંદની સીમા નહીં હોય!
હવે એક વાત કહેવાની ભૂલી ન જાઉં.
આ પુસ્તકમાં જે કાવ્યો છે, સુલસાના મુખે ગવાયાં છે, અંબડ પરિવ્રાજકના મુખ ગવાયાં છે, એ કાવ્યોની રચના મેં કરી છે... પરંતુ તેને કાવ્યો કહેવાં કે કેમ - તેનો નિર્ણય તમે કરજો. હું કોઈ કવિ નથી.... નાનો ભક્ત છું. છંદ અને લયનું લક્ષ્ય રહ્યું નથી. જે મનમાં ફૂર્યું તે લખી નાખ્યું છે. અલબત્ત આ કાવ્યો ઉપર ત્રણ મોટા ગજાના કવિઓની અસર છે. એક છે રવીન્દ્રનાથ ટાગોર, તેઓ હયાત નથી. બીજા કવિ છે શ્રી મકરંદભાઈ દવે કે જેઓ જીવનના કવિ.. અધ્યાત્મના કવિ ને અલખના કવિ છે. ત્રીજા છે પ્રસિદ્ધ કવિ સુરેશભાઈ દલાલ! એમની કવિતાનો હું વર્ષો સુધી ગ્રાહક હતો, અત્યારે ચાહક છું! આ બધાને કૃતજ્ઞભાવે અહીં મારે યાદ કરવા જ જોઈએ.
સુજ્ઞ મહાસતીજી પધાબાઈએ “સુલતાનાં મૂફોનું વાચન કાળજીપૂર્વક કર્યું છે.. એમને હાર્દિક ધન્યવાદ!
પ્રભુ વીરને, અનેક જૈન મહામુનિઓએ, ઉપાધ્યાયોએ અને આચાર્યોએ ગાયા છે, એમની સાથે પ્રેમ કર્યો છે... “થાનું પ્રેમ બન્યો છે રાજ!' આવી આવી રચનાઓ થઈ છે. આનંદઘનજી જેવા મહાયોગીએ ગાયું છે : “ઋષભ જીનેશ્વર પ્રીતમ માહર! ઔર ન ચાહું કત!” આવાં તો સેંકડો-હજારો ગીતો-સ્તવનો-રાસાઓ રચાયાં છે!
અંતે મારે આટલું જ કહેવું છે કે વિષય-કષાયો પર વિજય મેળવવા પ્રભુ સાથે પરિશુદ્ધ પ્રેમ કરીએ. તુલસા જેમ પ્રેમદીવાનાં બન્યાં હતાં, તેમ આપણે પણ પ્રેમપાગલ બની પૂર્ણતા તરફ ગતિ કરનારા બનીએ.
મેહુલ
Chદગુપ્તભ્ર,
૬૫-૬૬ બી, શ્યામલ-૩/એ, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
For Private And Personal Use Only