________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસત્તા મારી પ્રિય સખી છે. એક દિવસે ઉપવનમાં સાંજનો પવન માણી રહી હતી. એકાંતમાં એને પૂછ્યું :
મહાવીર કોણ છે?' વસંતાએ મને ત્રાંસી આંખે જોઈ. હોઠ આમળીને હસી પડી, ‘સુલતાને મહાવીરનું શું કામ છે?'
મેં કહ્યું : “સાંભળ્યું છે કે કોઈ ખાસ પ્રયોજનથી મહાવીર ધરતી પર અવતર્યા છે! એમના જન્મનું કોઈ અસાધારણ કારણ છે?” વસંતાએ મારા ગાલે ચૂંટી ખણીને કહ્યું : “મારી સખી, મહાવીરને ભૂલી જા!' ગભરાઈને મેં પૂછ્યું : “કેમ?'
હા, મારું કહ્યું માન. એ સાચું છે કે એ કેવળજ્ઞાની છે, વીતરાગી છે. અનંત શક્તિવાળા છે. એ ખીલેલા કમળ જેવા સુંદર છે, નિર્મળ છે... દુઃખીજનોનાં દુઃખ દૂર કરે છે. પ્રેમ આપે છે. એક હાથે લે છે, તો સહસ્ત્ર હાથે આપે છે. એમનું હૃદય કરુણાનું સરોવર છે... તેઓ અદ્વિતીય છે, પરમપુરુષ છે, પણ...”
પણ?’ મેં ચોંકીને પૂછયું.
એમનું આકર્ષણ ગજબ છે. હજારો કન્યાઓ, સ્ત્રીઓ પોતાના પતિ, પુત્ર, દુનિયા બધું છોડી, એમની મોહક વાણી સાંભળી... એમનાં ચરણોમાં સમર્પિત થઈ જાય છે!
વસંતાની વાત સાંભળી મને વિચાર આવ્યો - જે બધા જ ગુણના અધિકારી છે. એમના માટે પતિ અને સંસાર છોડી પાગલ થવું સ્વાભાવિક છે. હજારો નારીઓ, આ પરમપુરુષ ઉપર ન્યોચ્છાવર થાય તો એમનો શો દોષ? કેવા એ મહાપુરુષ છે! કેવું એમનું અવર્ણનીય રૂપ છે! મારું મન પણ એમના પ્રત્યે પ્રેમપાગલ બની જ ગયું છે ને? એક જ દિવસમાં!
સમવસરણમાં મેં જોયું ને! દેવો, દેવેન્દ્રો. રાજાઓ, રાણીઓ.. દેવીઓ, નર અને નારીઓ હજારોની સંખ્યામાં મારા પ્રભુને એક દૃષ્ટિએ જોઈ રહ્યાં હતાં અને ઉપદેશામૃતનું રસપાન કરી રહ્યાં હતાં. અરે, મુગ્ધ એવાં પશુપક્ષીઓ પણ પ્રભુને પ્રેમ કરી રહ્યાં હતાં! મહાવીર સાક્ષાત્ પ્રેમાવતાર છે! મહાવીર કરુણાના મહાસાગર છે! હું ધન્ય બની ગઈ એમને પામીને! હું કૃતાર્થ બની ગઈ... એમનાં દર્શન પામીને, વચન પામીને...!
સુલતા
For Private And Personal Use Only