Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારે તમને જે કથા-વાર્તા કહેવી છે, તે મગધ દેશની છે. આજથી પચ્ચીસસો વર્ષ પૂર્વે ભારતમાં એ સુપ્રસિદ્ધ પ્રદેશ હતો. વિવિધ વર્ણ અને જાતિઓની પ્રજા ત્યાં વસેલી હતી. એ પ્રદેશ ધન-ધાન્યથી ભરપૂર હતો. ગામો, નગર અને હજારો ગોકુલોથી એ પ્રદેશ સુરમ્ય હતો. સર્વત્ર વિવિધ જાતનાં નાનાં-મોટાં વૃક્ષોથી પૃથ્વીભાગ છવાયેલો હતો. એ દેશમાં ઘણી જાતના ધમના મઠો, વિહારો, જિનાલયો અને વિશાળ ઉદ્યાનો આવેલાં હતાં. પ્રજા નિર્ભય હતી, સુખી હતી. આનંદ-પ્રમોદ માટે અનેક કીડાથાનો હતાં મગધની ધરતી અનેક તીર્થકરો, કેવલજ્ઞાનીઓ અને ગણધરોના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી હતી, મગધ દેશની રાજધાની હતી “રાજગૃહી' નગરી. દેવનગરી જેવી એ રમણીય નગરી હતી. સ્થળે સ્થળે કુવા, સરોવર અને વાવડીઓ રહેલી હતી. નગરની ચારે બાજુ સોહામણાં વનખંડો, ઉદ્યાનો, ઉપવનો આવેલાં હતાં. રાજગૃહીનો કિલ્લો સોના-રૂપાની ઈટોથી બનેલો હતો. સૂર્યના તાપમાં એ ઝગમગતો રહેતો હતો. વિશાળ રાજમાર્ગોની બંને બાજુ એકસરખી દુકાન હતી. વચ્ચે વચ્ચે પાણીની પરબો હતી. વિશાળ સભાગૃહો હતાં અને ચાર માર્ગો જ્યાં ભેગા થતા ત્યાં ચાર દિશામાં સુંદર કલાત્મક પાષાણનાં તારણો બનેલાં હતાં. રાજગૃહીની પાસે જ “વૈભારગિરિ નામની વિશાળ પર્વત આવેલો છે. તે પર્વતની પાસે બીજા પણ ચાર નાના પહાડો આવેલા છે. તે પહાડોમાંથી નિરંતર ઝરણાં વહ્યા કરે છે. ઝરણાંઓના કિનારે હજારો હંસો નિનાદ કરતા રહે છે. પ્રજા પરોપકારપરાયણ હતી. સ્ત્રીઓ રૂપવતી અને ગુણવતી હતી. એ નગરમાં ન કોઈ દુર્જનો હતા, ન કોઈ ખલ હતા કે ન કોઈ ક્રૂર કે દુરાચારી હતા. સદાચારી, મેધાવી અને દક્ષ પુરુષો ત્યાં ધર્મધુરાને વહન કરતા હતા. મહાજનો સત્ત્વશીલ, ઉદાર અને ગંભીર હૃદયવાળા હતા. સુલાસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 267