Book Title: Sulsa Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવિકાઓમાં ચિત્તને હરી લેનારાં છે સુલતા! એમના પ્રેમયોગે એમને પરમની સમીપે પહોંચાડ્યાં હતાં. એને ભક્તિયોગ કહો અથવા હૃદયયોગ કહો! એમના હૃદયમાં... એમના સમગ્ર અસ્તિત્વમાં પ્રભુ વીર વણાયેલા હતા. એથીય વિશેષ પ્રભુ વીરની ચેતનામાં સુલતાની ચેતના ઓતપ્રોત હતી, એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એમની પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા, શ્રદ્ધા, ભકિત અને પ્રેમ... આ બધાંની પરીક્ષા દેવરાજ ઇન્દ્ર લીધી હતી! આચાર્યશ્રી જયતિલકસૂરિજી સમ્યક્ત-સંભવ” કાવ્યમાં લખે છે : सत्वेन तस्याः सुरनायकेन चक्रे प्रशंसाऽवधिना विलोक्य! शश्वद्गुणग्राहपरा भवंति, स्वयं हि सन्तः सुकृतैकचित्ताः ।।४४।। सर्गः २ ઇન્દ્ર પોતાના સેનાપતિ હરિણનૈગમેથી દેવને પરીક્ષા કરવા મોકલે છે. અને સુલાસા સો ટકા ગુણાંકથી ઉત્તીર્ણ થાય છે! તે પછી પ્રભુ મહાવીરના “ધર્મલાભના આશીર્વાદ કહેવા તત્કાલીન મહાન યોગી આકાશગામી અંબડ પરિવ્રાજક રાજગૃહી નગરીમાં જઈને સુલસાના પ્રભુપ્રેમની કસોટી કરે છે. એ કસોટીમાં એ તસુભાર પણ ખોટાં ઊતરતાં નથી... - સુલતાનો પ્રભુપ્રેમ, સુલસાનું જ્ઞાન, સુલસાની સુવિશુદ્ધ ચારિત્રશીલતા, સુલસાનું ઔચિત્યપાલન, સુલતાનો પ્રભુ મહાવીરના ધર્મતીર્થ પ્રત્યેનો અથાગ સ્નેહ... આ બધું મને ખૂબ ગમ્યું છે અને મેં આ પુસ્તકમાં શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે. હશે ક્ષતિઓ, ભાષાદોષો અને કાવ્યોની રચનાઓમાં ભૂલો! પરંતુ સુજ્ઞ વાચકો મને ક્ષમા આપશે.. અને મારા હૃદયની ઊર્મિઓ તરફ જોશે. મેં ભગવાન મહાવીર દેવની સાથે સંકળાયેલી ઘણી ઘટનાઓને આ વાર્તામાં વણી લેવા પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીર જેમ વીતરાગ હતા તેમ પ્રેમના મહાસાગર હતા! પ્રભુનો પ્રેમ એમની વીતરાગતામાં બાધક નથી બન્યો. હું એક જૈન સાધુ છું. હું મારી કેટલી દૃઢ મર્યાદાઓ જાણું છું. છતાં આ પ્રયત્ન ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” આ આર્ષ-વચનને અનુસરીને મેં કર્યો છે! ભલે કંઠ સૂરીલો નથી, વાજિંત્રો ભાંગ્યાં-તૂટ્યાં છે. છતાં ગાયું છે.. ન ગમે તો સાંભળવા તમે બંધાયેલા નથી. મેં “સુલસા' લખવામાં મુખ્ય નીચેના ગ્રંથોનો આધાર લીધો છે : ૦ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર (કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ કૃત) સંસ્કૃત ૦ “સમ્યક્ત-સંભવ” કાવ્ય (આચાર્ય જયતિલકસૂરિ કૃત) સંસ્કૃત ૦ મૂળશુદ્ધિ (આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ વિરચિત) પ્રાકૃત ૦ તીર્થંકર મહાવીર : ભાગ ૧-૨ (આચાર્ય વિજયેન્દ્રસૂરિ કૃત) હિન્દી તદુપરાંત જે જે આગમ ગ્રંથોમાં “સુલતા” માટે લખાયેલું છે, ભગવાન મહાવીર દેવના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ સાથેના સંબંધો, વાર્તાલાપો વગેરે લખાયેલું છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 267