Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાથન સુલસા એટલે માનવીય મર્યાદિત પ્રેમનો પરમ ચૈતન્ય પ્રત્યેના પ્રેમમાં થયેલો વિસ્તાર, ભગવાન મહાવીર પ્રત્યેનો માનવસહજ પ્રેમમાંથી વિકસેલા પરમ ચૈતન્યસ્વરૂપ મહાવીર પ્રત્યેનો પ્રેમ એ સુલસાનો - મનુષ્યચેતનાનો વિકાસ- વિસ્તાર છે. ગÉ થી કર્ણ સુધીનો, 'તમે મારા છો', 'હું તમારી છું' સુધીની ભાવયાત્રા! સર્વસમર્પણ-ભાવનો પ્રાદુર્ભાવ. સુલસાના મહાવીર સાથેના, અને એ દ્વારા માનવમાત્ર માટે શક્ય એવા આત્મા-પરમાત્માના સંબંધના રહસ્યને ઉઘાડી આપે છે. મહાવીર મનુષ્યદેહે લૌકિક છતાં અલૌકિક હતા. એમની સાથેનો સુલતાનો સંબંધ નામ પૂરતો જ ન હતો. મહાવીર સુલતાના પાર્થિવ અને ભાવમય જગતમાં સંપૂર્ણપણે વ્યાપ્ત હતી. સુલસાએ ઘણીવાર પ્રભુ વીર રાજગૃહીના પરિસરમાં હોય ત્યારે એમનાં ચૈિતન્ય-સ્પંદનો અનુભવેલાં હતાં. સુલસા જિનશાસનનું, ભારતીય સંસ્કૃતિનું વિરલ વ્યક્તિત્વ છે. આ સુલસાની ગણના સતી સાધ્વી સ્ત્રીમાં થઈ છે. એ મહાવીરને પ્રેમ કરે છે. એ વીરમય બની છે. એની વિચક્ષણતા, ચારિત્ર્યશીલતા અને શ્રદ્ધાની કસોટીમાંથી એ હેમખેમ પાર ઊતરી છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના, ૨૫૦૦ વર્ષ પૂર્વેના, સુવર્ણકાળમાં મેં મારા સાધુજીવનનાં ૪૭ વર્ષના ગાળામાં અનેકવાર પરિભ્રમણ કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં લખાયેલાં પ્રભુ મહાવીરનાં જીવનચરિત્રોનું અવગાહન કરવાનો, એક પ્રવચનકાર તરીકે, એક ધર્મકથા કરનાર તરીકે વારંવાર અવસર મળ્યો છે. પ્રભુ મહાવીરના ૧૪ હજાર શિષ્યો-સાધુઓ હતા, ૩૬ હજાર શિષ્યાઓ-સાધ્વીઓ હતાં અને લાખોની સંખ્યામાં એમના અનુયાયી શ્રાવક-શ્રાવિકાઓ હતાં. એમાં મને ખૂબ આકર્ષનારા સાધુ હતા સિંહ અણગાર. પ્રભુ પ્રત્યેનો તેમનો પ્રેમ કેવો હતો... એ તમને આ વાર્તામાં વાંચવા મળશે. જ્યારે ગોશાલકે પ્રભુ વીર પર “તેજલેશ્યા' મૂકી. એનાથી પ્રભુને દેહ ઝંખવાયો, લોહીના ઝાડા થયા... ત્યારે જંગલમાં રહીને તપ.. ધ્યાન આદિમાં લીન રહેનારા એ સિંહ અણગાર પોકે પોકે રડવા લાગ્યા હતા, ભગવાન મહાવીર દેવે જ્ઞાનના પ્રકાશમાં રુદન કરતા સિંહ અણગારને જોયા, અને બે સાધુઓને એમની પાસે મોકલીને બોલાવી લીધા પોતાની પાસે! એવી રીતે ૩૬ હજાર સાધ્વીઓમાં અને વધુમાં વધુ આકર્ષણ રહ્યું છે સાધ્વી ચંદનબાળાનું લાખો શ્રાવકોમાં મારું મન મોહે છે આનંદ શ્રાવક! અને લાખો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 267