________________
૩. ધમ ૨. કેઈ ધનવાન કંઈ ગરીબને ધનની મદદ કરી વેપારે લગાડે, અને તેથી પરિણામે તે માણસ ગરીબ મટી ધનવાન બની જાય. સમય જતાં સંજોગવશાત્ પેલો ધનિક પુરુષ ગરીબ બની જાય અને પોતે કરેલી મદદથી ધનવાન બનેલા પેલા પુરુષ પાસે મદદ માગવા જાય ત્યારે તે માણસ પિતાનું સર્વસ્વ તેને આપી દે, તે પણ તે ઉપકારને બદલો વાળવા સમર્થ ન થઈ શકે. પણ જો તે કેવળીએ બતાવેલ ધમ સંભળાવી તેમાં તેને સ્થિર કરી શકે, તે તે ઉપકારનો બદલો વાળવા સમર્થ થઈ શકે ખરે.
૩. કોઈ પુરુષ ધર્માચાર્યનું માત્ર એક જ ધમવચન સાંભળી, બેધિલાભ કરી, યથાસમયે મૃત્યુ પામી, દેવલોકમાં ઉત્પન્ન થયે હોય અને પોતાની તે દેવયોનિને પ્રતાપે તે પિતાના ધર્મગુરુને દુષ્કાળવાળા દેશમાંથી ઉપાડી સુભિક્ષવાળા પ્રદેશમાં મૂકી દે; ગુરુ જે જંગલમાં અટવાઈ ગયા હોય તે ત્યાંથી ઉપાડી વસ્તીમાં મૂકી દે; ગુરુ રોગગ્રસ્ત હોય તો રેગમુક્ત કરે – આ બધું કરવા છતાં તે ગુરુના ઉપકારને બદલે વાળવા સમર્થ નથી. પણ જે પ્રસંગવશાત્ તે ગુરુ ધમભ્રષ્ટ થતા હોય અને તે વખતે આવી તેમને જે તે ધમમાગમાં સ્થિર કરી શકે, તે તેમ કરી તેમના ઉપકારને બદલો વાળવા સમર્થ થાય ખરો.
[– સ્થા. ૧૩૫] ૨. ધર્મ પ્રાપ્તિ જે વડે આત્મા લેશને પામે છે, તે અધમ પ્રતિમા એક છે.
જે વડે આત્મા જ્ઞાનાદિ વિશેષને પામે છે, તે ધર્મપ્રતિમા એક છે.
[– સ્થા, ૩૯-૪૦]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org