________________
૩. ધમ
ર૧ હું અથવા આત્મ, પર અને ઉભય એમ ત્રણ ભેદે પણ ઉપકમ છે.
[ સ્થા. ૧૮૮] ટિપણું ૧. “આ જેના તીર્થકર તે દેવકૃત સમવસરણ આદિની અનુમતિ આપે છે તે ઠીક નથી; તેઓ કેવળજ્ઞાનથી જાણે છે કે ભાગ દુખદાયી છે, છતાં શા માટે ભેગવે છે? વળી સ્ત્રી તે કાંઈ તીર્થંકર. થઈ શકે? આમની તો દેશના બહુ કઠોર આચરણની છે.” -– ઇત્યાદિ કહ્યા કરવું તે તીર્થકરને અવર્ણવાદ છે.–– બૃહત્કલ્પ૦ ગા૦ ૪૯૭૬.
ધમ બે છે – શ્રત અને ચારિત્ર. “આ તો પ્રાકૃત ભાષામાં છે – તેમાં તે વળી શું તત્વ હોય; એમાં એક જ વસ્તુનું પિષ્ટપેષણ છે.” ઇત્યાદિ કહેવું તે મૃતધમને અવર્ણવાદ. અને “ચારિત્ર પાળવું એ તો બહુ કઠણ કામ છે, માટે દાન દે અને પુણ્ય કમાઓ” ઇત્યાદિ કહ્યા કરવું, તે ચારિત્રધમને અવર્ણવાદ છે. – બૃહત્કલ્પ૦ ગા૦ ૪૯૭૯.
“આ આચાર્ય માત્ર સારે ઉપદેશ આપી જાણે છે – પોતે તો સુખશીલ છે; તેમને તે પોતાના પેટની જ પડી છે.” ઇત્યાદિ આચાર્યને અવર્ણવાદ છે.-બુહકલ્પ ગા. ૪૯૮૦. તે જ પ્રમાણે ઉપાધ્યાય વિષે પણ સમજવું.
“ આ કાંઈ સંઘ કહેવાય? સંઘ તો પશુઓને પણ હેય છે; હવે જો તમારે સંઘ – બધું ઠીક જ છે” – ઇત્યાદિ સંધને અવર્ણવાદ છે. – પૃહક૯૫૨ ગા૨ ૪૯૭૮,
“દેવો છે જ નહિ, દેવ તો કામાસક્ત છે – એ તે વળી શું ભલું કરવાના હતા” – ઈત્યાદિ દેવાવણુવાદ છે.
વળી બૃહત્કલ્પમાં, તીર્થંકર, પ્રવચન – સંધ, શ્રત, આચાર્ય, ગણધર અને મહદ્ધિક – આ પ્રત્યેકની આશાતના કરે તો શું પ્રાયશ્ચિત્ત લાગે. તેનું વર્ણન કરતાં અવર્ણવાદના ભેદે બીજી રીતે પણ ગણાવ્યા છે. -બૃહત્ક૯૫૦ ગા ૪૯૫ થી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org