________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૪
સોંલી, દોકલી ચૌદમા જિનતણી ચરણ સેવા.’ અને ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.' આ ધૂનોના ભણકારા આજે પણ મને સંભળાયા કરે છે અને તેના સ્મરણથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે,
કાકા આઘા રહો, અંદર સાપ છે
મારા કાકા પૂ.મનસુખભાઈ મારા પૂ.પિતાજી કરતાં નવ વર્ષ નાના હતા. એકવાર બન્ને ભાઈઓ સાંજના બહારથી ફરીને ઘરે આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી ને ડેલી બંધ હતી. તે ખખડાવી એટલે અદા ખોલવા માટે આવ્યા, ત્યારે મારા બાપુજીએ બહારથી બૂમ મારીને કહ્યું કે, “કાકા, આઘા રહો, અંદર સર્પ છે.'' રવજી અદા ડેલીથી આઘા ખસી ગયા ને જોયું તો ખરેખર ત્યાં સર્પ હતો. પૂ.દેવમાએ મને આ વાત કરી હતી. બંન્ને ભાઈઓ વચ્ચે ઘણો જ મેળ હતો. લોકો કહેતા કે રામ અને લક્ષ્મણની જોડી છે.
લીલોતરીના જાવો ઉપર કરુણા
પૂ.દેવમા કહેતા કે પ્રભુ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. પ્રભુ શાક સમારતા જાય અને અશ્રુધારા વહેતી જાય. પૂ.દેવમાએ આ જોયું. તે દેવા લાગ્યા : “આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે?” પ્રભુ શું કરે ? તેમના અંતરમાં તો લીલોતરીના જીવો પર કરુણા વરસી રહી હતી. તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરર્વેદના કોંન્ન સમજે?
મોરબીમાં અવધાન પ્રયોગ
મારા માતામહ (નાના)નું નામ મહેતા પોપટલાલ જગજીવન. મુંબઈમાં ઝવેરી રેવાશંકર જગજીવનના નામથી જે પેઢી ઓળખાતી તેમના તે મોટાભાઈ થાય. બીજા પણ બે ભાઈઓ હતા. જેમના નામ ડૉ.પ્રાણજીવનદાસ મહેતા અને ભાયચંદ જગજીવન, પ્રભુનું સગપણ થયા પહેલાં સોળ વરસની વયે તેમનું મોરબી પધારવું થયેલું ત્યારે સંધવી જનોના આગ્રહથી અવધાનો કરવાનું ત્યાં થયેલું. તે અવધાનપ્રયોગો રેવાશંકરભાઈએ જોયા. તેમને ઘણું આશ્ચર્ય થયું. પ્રભુ પર સ્નેહ ઊભરાતાં તેમણે પોતાને ત્યાં પ્રભુને આમંત્રણ આપ્યું, ઘરમાં તેમના ભાઈ પોપટલાલનાં પુત્રી ચૌદ વર્ષના હતા. નાસ્તા પાણીની સરભરા તેમણે કરી હતી. તેમને જોઈ પરમકૃપાળુદેવશ્રીએ રેવાશંકરભાઈને પૂછ્યું : 'આ પોપટભાઈનાં પુત્રી છે? એનું નામ ઝબક છે ? ત્યાર પછી પોપટલાલભાઈ વગેરેને યોગ્ય લાગતાં તેમણે ઝબકબાનું સગપણ પ્રભુ સાથે કર્યું. પ્રભુએ કહ્યું છે : ‘કર્મગતિ વિચિત્ર છે.’ વિશેષમાં જણાવ્યું છે : ‘અહોહો! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે ? જેને સ્વપ્ને પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે; એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે,' (વયનામૃત પત્રાંકે ટલ
જ
ત્યારપછી રેવાશંકરભાઈ તથા પોપટલાલભાઈને શ્રી પરમકૃપાળુદેવ સાથે ઝબકબાઈના સગપણનો વિચાર થયો, અને પૂર્વ પ્રારબ્ધાનુસાર તેમ થતાં મારા માતુશ્રી આ મહાત્મા સાથે સં.૧૯૪૪ના મહાસુદી બારસના દિને લગ્નગ્રંથિથી જોડાયા.
ઝબકબા સત્યપરાયણ, સરળ અને કોમળ
આ સત્પુરુષના પ્રતાપે મારા માતુશ્રીમાં ઘણી રૂડી સંસ્કારિતા પ્રાપ્ત થઈ. તેમનું જીવન સત્યપરાયણ, સરળ અને સ્વભાવે કોમળ હોઈ પક્ષપાત વિનાનું હતું. અમારા અને મારા ફઈબાના બાળકોમાં તેઓ કદી