________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૩૨
/ \ તેમજ બીજા ઘણાના ઉત્સાહથી શ્રીમદુની જયંતી ઉજવવાનું શરૂ થયું. પ્રથમ જયંતી
સંવત્ ૧૯૬૫ની કાર્તિક પૂર્ણિમાએ મુનિશ્રી ચારિત્રવિજયજીના પ્રમુખપણા નીચે મુંબઈમાં
ઉજવાઈ હતી. તેમાં ઘણા લંબાણથી ભાષણો થયા હતા. અને જયંતી પ્રસંગનો ઉત્સાહ અજબ હતો. દ્વિતીય જયંતી પણ મુંબઈમાં બીજે વર્ષે સં.૧૯૬૬માં કાર્તિક પૂર્ણિમાએ શ્રી માંગરોળ જૈન સભાના હૉલમાં શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપણા નીચે ઉજવાઈ હતી. આ બન્ને જયંતીના ભાષણો શ્રી મનસુખભાઈએ સંગ્રહી સં.૧૯૭૦માં એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યા હતા.
બીજી આવૃત્તિ ગુજરાતી લિપિમાં બહાર પાડી શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમવૃત્તિ બહાર પડ્યા પછી બાકી રહેલા પત્રો મેળવવાનું કામ પણ સતત ચાલતું હતું. એ રીતે ઘણા ખરા પત્રો મળી ગયા પછી વચનામૃતની બીજી આવૃત્તિ ગુજરાતી લિપિમાં સંવત્ ૧૯૭૦માં શ્રી મનસુખભાઈએ સ્વતંત્ર પ્રસિદ્ધ કરી હતી.
મહાત્મા ગાંધીજીએ પણ શ્રીમદ્ભી જયંતી ઉજવવાનું શરૂ કર્યું સંવત્ ૧૯૭૦ પછી શ્રી મનસુખભાઈ કાઠિયાવાડની રાજકીય બાબતોમાં વિશેષ રસ લેતા થયા. સૌરાષ્ટ્રનું એકમ કરનાર કાઠિયાવાડીની રાજકીય પરિષદના આદ્ય કાર્યકર્તાઓમાંના તેઓ એક હતા. પૂજ્ય મહાત્મા ગાંધી આફ્રિકાથી હિન્દ સં.૧૯૭૧માં આવ્યા. તેમનો સાથ પણ શ્રી મનસુખભાઈને મળ્યો અને ત્યાર પછી મહાત્માજીએ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી ઉજવવાનું ફરી શરૂ કર્યું.
મહાત્મા ગાંઘીજીએ યરવડા જેલમાં પણ શ્રીમદ્જીના સંસ્મરણો લખ્યાં વચનામૃતની ત્રીજી આવૃત્તિ, લગભગ બીજી આવૃત્તિ અનુસાર, સં.૧૯૮૦માં શ્રી મનસુખભાઈ રવજીભાઈ તરફથી બહાર પડી. તેમાં મહાત્મા ગાંધીજીએ યરવડા જેલમાં લખેલ શ્રીમના સંસ્મરણોનું પહેલું પ્રકરણ મૂકી ટૂંક પ્રસ્તાવના લખી હતી તે મૂકવામાં આવી હતી. આ ત્રીજી આવૃત્તિ છપાઈ બહાર પડે તે પહેલાં શ્રી મનસુખભાઈ દેવલોક પામ્યા અને તેમના ભાણેજ હેમચંદ ટોકરશીએ તે કાર્ય પૂર્ણ કર્યું હતું. આમ શ્રી મનસુખભાઈ રવજીભાઈ પોતાના મહાન બંધુ સંબંધી જનસમાજ પ્રત્યેની પોતાની ફરજ બજાવી કૃતકૃત્ય થયા હતા.
શ્રી છગનભાઈ રાજચંદ્ર મહેતા શ્રીમદ્ભા જ્યેષ્ઠ પુત્ર
વવાણિયા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં કયો પત્ર કયા પાને તે કહી શકતા શ્રીમદ્ રાજચંદ્રના મોટા પુત્ર ભાઈ છગનલાલનો જન્મ સં.૧૯૪૬ના માહ સુદ ૧૨ ના દિવસે મોરબીમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારથી તેમના પિતા તેમને છગનશાસ્ત્રી એવા નામથી સંબોધતા. જે નામ અગાઉ મહાત્મા ગાંધીજીને પણ સ્મૃતિમાં પ્રિય હતું. બાળપણથી જ ભાઈ છગનલાલની સંભાળ રાખવાનું કામ શ્રી મનસુખભાઈને સોંપાયું હતું. શ્રીમદ્ ગુજરી ગયા ત્યારે છગનભાઈની ઉંમર ૧૧