________________
૮૩
શ્રીમદ્ અને સોભાગભાઈ
આ ગલ્લામાંથી કાપલી કાઢીને વાંચો પોતાના પુત્ર સોભાગ્યભાઈને લલુભાઈએ “બીજજ્ઞાન” બતાવ્યું હતું. અને કોઈ યોગ્ય જીવ હોય તો તેને પણ જણાવવું એમ કહેલું. તેથી શ્રીમદ્ જ્યારે મોરબીમાં હતા ત્યારે સૌભાગ્યભાઈને પણ કામ પ્રસંગે મોરબી જવાનું હતું, એટલે લલુભાઈને તેમણે પૂછ્યું : “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે. તે હાલ મોરબી છે અને મારે મોરબી જવાનું છે તો આપની આજ્ઞા હોય તો તેમને હું “બીજજ્ઞાન’ બતાવું.”
લલ્લુભાઈએ હા પાડી એટલે તે મોરબી ગયા ત્યારે શ્રીમદુને મળવા ગયા. તે વખતે શ્રીમદ્ દુકાને બેઠેલા હતા. સોભાગ્યભાઈના આવતાં પહેલાં તેમણે પોતાના નિર્મળ જ્ઞાનથી જાણ્યું કે સોભાગ્યભાઈ નામના માણસ “બીજજ્ઞાનની વાત બતાવવા આવે છે. તેથી એક કાગળની કાપલી ઉપર તે જે કહેવા ઘારતા હતા તે લખી રાખી, ગાદી પાસેના ગલ્લામાં કાપલી મૂકી. સોભાગ્યભાઈ આવ્યા એટલે શ્રીમદ્ બોલ્યા : “આવો, સોભાગ્યભાઈ.” સોભાગ્યભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી, અને નામ દઈને ક્યાંથી બોલાવ્યો? પરંતુ તે કંઈ પૂછે તે પહેલાં શ્રીમદે કહ્યું : “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢીને વાંચો.”
શ્રીમદ્ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ સોભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી જોઈ તો તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેમને જે વાત કરવી હતી તે બઘાનું લખાણ જોઈ તેમને એમ થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. એમને મારે શું બતાવવાનું હોય? મારે ઊલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું. પરંતુ તેમના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે શ્રીમને પૂછ્યું : “સાયેલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતરજ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીઘો એટલે સોભાગ્યભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે.
શ્રીમદ્ પ્રત્યે પતિવ્રતા જેટલી સોભાગ્યભાઈની પરમભક્તિ આ પ્રથમ પ્રસંગથી સોભાગ્યભાઈને શ્રીમદ્ પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ હતી. પણ ડુંગરશી ગોસળીઆ કરીને એક યોગના અભ્યાસીની તેમને સોબત હતી અને તેમના કેટલાક ચમત્કાર તથા વાતચીતથી તેમના ઉપર ચૉટ થયેલી હતી પરંતુ શ્રીમદ્ સાથે તેમનો પત્રવ્યવહાર ઘણો રહ્યો અને પૂજ્યબુદ્ધિ વર્ધમાન થઈ, પતિવ્રતા જેટલી તેમની પરમભક્તિ થતાં ગોસળીઓ પ્રત્યેની માન્યતા દૂર થઈ એક સત્ય શરણ તે પામ્યા હતા. - જીવનકળા
પિતાનો દેહ છૂટવાથી કુટુંબનિર્વાહની આવેલ જવાબદારી આ પ્રથમ મેળાપ પછી સોભાગ્યભાઈ સાયલા ગયા. થોડા દિવસ પછી લલ્લુભાઈનો દેહ છૂટી ગયો તેથી કુટુંબ નિર્વાહની ચિંતા તેમને શિરે આવી. શ્રીમદે વવાણિયાથી “ક્ષામપિ સનૈનસંગતિરે, મત માવતર નૌવા.” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૩૨) એ પ્રથમ પત્ર સોભાગ્યભાઈ પર લખ્યો છે. “પરમ આત્મવિવેક સંપન્ન શ્રી સોભાગ્યભાઈ” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૩૩) એવા સંબોઘનથી ઘણો લાંબો બોઘપત્ર બીજે અઠવાડિયે લખેલો છે. એમ પ્રથમથી જ સોભાગ્યભાઈ ઉપર પત્રની પરંપરા એક સરખી ચાલુ થઈ.