Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 209
________________ ૧૭૧ શ્રીમદ્ અને પંડિત લાલન આવ્યા છે, એમાં મારા જાણવા પ્રમાણે શ્રીમદ્ અજોડ છે. જૈનધર્મનું, જૈનધર્મના ભાવનું આ પ્રત્યક્ષ પ્રતીક એટલે મૂર્તિમાન સ્વરૂપ છે. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું' અમદાવાદના કોચરબ ભાગમાં જીવણલાલનો બંગલો હતો, અને ત્યાં કૃપાળુદેવની જયંતી વર્ષો પછી ઉજવાઈ હતી. તેમાં લીંબડી ઠાકોરના પ્રાઈવેટ સેક્રેટરી છોટાલાલ હરજીવન “સુશીલ વ્યાખ્યાતા હતા. તેમણે સભામાં “સાધુચરિત કવિ સ્મરણ તમારા શાં કરું આ કાવ્ય શ્રીમદ્ગી પ્રશસ્તિ એટલે પ્રશંસા તરીકે ગાયું હતું. તે વખતે આખી સભાની મેદનીએ રોમાંચ અનુભવ્યો હોય એમ સ્પષ્ટ દેખાતું હતું. અને એ આનંદને અંતે હર્ષનો ઉભરાતો જે ‘કરધ્વનિ થયો તે મને હજી યાદ આવે છે. અમેરિકાની રીત પ્રમાણે ખબર પૂછી ચાલ્યા ગયા જ્યારે અમેરિકાથી મુંબઈ આવવાનું થયું ત્યારે ત્રીજે દિવસે હું શિવ નામના મુંબઈના પરામાં ગયો. કારણ કે ત્યાં આરોગ્યભવન સામે રેલ્વે લાઈન ઓળંગીને જે બંગલો હતો તેમાં કૃપાળુદેવ પોતાની શારીરિક અનારોગ્ય અવસ્થામાં બિરાજ્યા હતા. જે બંગલામાં તેઓ રહેતા હતા તેના ભોંયતળિયાના સ્થાન ઉપર ડૉ. પ્રાણજીવન જગજીવન કે જેઓ ડૉ. તથા બેરિસ્ટર હતા, તેઓ બેઠા હતા. શ્રીમદ્ભા સમાચાર મેં પૂછ્યા. તેમણે જણાવ્યું કે આવી અવસ્થા છે. એ સાંભળીને હું પાછો ચાલ્યો ગયો, પરંતુ શ્રીમદે ડૉક્ટર અને મારી વાતચીતના સ્વરો સાંભળેલા હોવાથી તેઓએ તેમની સેવામાં રહેલા ટોકરશીને કહ્યું કે લાલનને બોલાવો. ડૉક્ટરસાહેબે જણાવ્યું કે લાલન અમેરિકાના સંસ્કાર લઈ આવેલા હોવાથી માંદા માણસની, ત્યાંની રીત પ્રમાણે પૂછપરછ કરી સીધા ચાલ્યા ગયા છે. શ્રીમદે જણાવ્યું કે શરીરની આવી અવસ્થા છે; માટે મળ્યા હોય તો ઠીક, ત્રિભુવન ભાઈચંદ જોડે મને કહેવડાવ્યું. શ્લોકનું રોજ પારાયણ કરતાં આત્મપ્રતીતિ બીજે દિવસે હું તેમની પાસે ગયો, ત્યારે ગુરુદેવની શારીરિક સ્થિતિ એક બાળકના શરીરના કરતાં પણ ઘણી નાજુક દેખાતી હતી. પરંતુ સારી રીતે બોલી શકતા હતા. એમણે મને પૂછ્યું કે ૧૭મો શ્લોક એવં ત્યક્તા' સમાધિશતકનો જે આપણે મુંબઈમાં વાંચી નિર્ણય કર્યો હતો કે પરમાત્માના દર્શન આ ૧૭મા શ્લોકના વિઘાનથી પ્રાપ્ત થાય, એ વિષે તમે શું કર્યું તે કહો. મેં કહ્યું : “સાહેબ, મુંબઈથી રવાના થઈ લંડન જતાં પંદર દિવસ અને ઈંગ્લેન્ડના સમરસેટના બંદરેથી અમેરિકા પ્રવાસ કરતાં અને અમેરિકામાં રોજ રોજ નિયમ પ્રમાણે આ શ્લોકનું પારાયણ અને મનન યથાશક્તિ ચાલુ રાખ્યું. અને એમ કરતાં કરતાં આશરે ત્રણ માસ વીત્યા બાદ, અમેરિકાના એક સુંદર સરોવર પાસે હું મનન કરતો હતો ત્યારે જે ખ્યાતિ (પ્રતીતિ) થઈ એ ખ્યાતિનું કાવ્ય આપને સંભળાવું છું - “મને કોઈ કહેતું જગત ખોટું, તે તો મેં હવે જાણ્યું; મને કોઈ કહેતું જગત સાચું, તે પણ મેં હવે જાણ્યું. કદી ખોટું તો મારે શું? કદી સાચું તો મારે શું?; નથી થાતું, નથી જાતું, હું માંહે હું સમાયો છું.” એ ભાવ ચોવીસ કલાક ચાલ્યો હોત તો ક્ષાયિક સમકિત થાત કપાળદેવે કહ્યું કે આ સ્થિતિ ઠીક થઈ, પરંતુ એ જ ભાવ જો ચોવીસ કલાક ચાલ્યો હોત તો ક્ષાયિક

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236