Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 214
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૬ સર્વપ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહારવિહાર, વ્યસન, મોજશોખ, આળસ, પ્રમાદ આદિથી?” મહીપતરામ–“બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી.” શ્રીમદુ-“ત્યારે દેશની ઉન્નતિ એ બીજાંથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ આદિથી થાય?” મહીપતરામ–“હા.” શ્રીમદ્“ત્યારે “જૈનધર્મ દેશની અધોગતિ થાય એવો બોઘ કરે છે કે ઉન્નતિ થાય એવો?” મહીપતરામ “ભાઈ, હું કબૂલ કરું છું કે “જૈનધર્મ' જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોઘ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં કદી વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું; લખી માર્યું !” રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં એકવાર એક વેપારી સાથે શ્રીમદ્ હીરાના સોદા કર્યા. એવું નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમ અમુક હીરા આપવા. આ બાબતનો ખતપત્ર પણ એ વેપારીએ શ્રીમદુને લખી આપ્યો હતો. પરંતુ એવું બન્યું કે, સમય પાતાં એ હીરાની કિંમત ખૂબ જ વધી ગઈ! એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમ હીરા આપે તો એ બાપડાને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે; પોતાની બધી જ માલમિલકત વેચી દેવી પડે! હવે શું થાય? આ બાજુ શ્રીમને જ્યારે હીરાની કિંમતના બજારભાવની ખબર પડી, ત્યારે તેઓ તરત જ પેલા વેપારની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમદુને પોતાની દુકાને આવેલા જોઈને પેલો વેપારી બિચારો ગભરાટમાં પડી ગયો. તે કરગરતો બોલ્યો : “રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં પડી ગયો છું. મારું જે થવાનું હોય તે થાઓ, પણ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે સોદો ચૂકવી આપીશ. તમે ચિંતા કરશો મા.” એ સાંભળીને શ્રીમદ્જી કરુણાભર્યા અવાજે બોલ્યા : “વાહ! ભાઈ, વાહ! હું ચિંતા શા માટે નહીં કરું? તમને સોદાની ચિંતા થતી હોય તો મને શા માટે ચિંતા ન થવી જોઈએ? પરંતુ આપણા બંનેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળિયું જ છે ને? એનો જ નાશ કરી દઈએ તો આપણા બંનેની ચિંતા મટી જશે.' એમ કહીને શ્રીમદે સહજભાવે પેલો દસ્તાવેજ ફાડી નાખ્યો. પછી શ્રીમદ્ બોલ્યા : ‘ભાઈ, આ ખતપત્રને કારણે તમારા હાથપગ બંઘાયેલા હતા. બજારભાવ વધી જવાથી તમારી પાસે મારા સાઠ-સીત્તેર હજાર લેણા નીકળે. પરંતુ હું તમારી સ્થિતિ સમજી શકું છું. એટલા બઘા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી વલે થાય? પરંતુ રાયચંદ દૂઘ પી શકે છે, લોહી નહીં.” પેલો બાપડો વેપારી તો આભારવશ બની ફિરશ્તા સમાન શ્રીમદ્ જોઈ જ રહ્યો. ‘પરહિત એ જ નિજહિત સમજવું.' - શ્રીમદ્ રાજચંદ્ર

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236