Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 234
________________ ૧૯૩ શ્રીમદ્દ અને ત્રિભોવનભાઈ આચરણવાળા હોય, તેવી રીતે છે. કૃપાળુદેવનો બોઘ સાંભળી પટેલ ઘણું હર્ષ પામ્યા. પેટ તો આત્મકલ્યાણમાં સાધનરૂપ પટેલે ફરીથી પૂછ્યું–હે ભગવાન, આ પેટ ન હોત તો બહુ સારું થાત. ત્યારે કપાનાથે કહ્યું–પેટનો કંઈ વાંક નથી. જેમ તમારા હાથમાં લાકડી છે પણ તે લાકડીથી તમે કુતરા વિગેરેને મારો તો તેથી તમને દોષ લાગે, તેમાં લાકડીનો વાંક નથી. તમે તેનો અવળો ઉપયોગ કર્યો. તેમ પેટ તો મળ્યું છે પણ તે પેટ ભરવાની રીતિએ ભરો તો દુઃખ નથી. કેમકે કલ્યાણમાં તે સાધનરૂપ છે. “આત્માનુશાસન' શ્રેષ્ઠ ગ્રંથ કાવિઠામાં શ્રી કૃપાનાથ “ઠાણાંગસૂત્ર” વાંચતા હતા. થોડા વખતમાં ઘણા પાનાં ફેરવી જતા, છતાં બીજાને બરાબર સમજણ પડતી હતી. બપોરના “આત્માનુશાસન' વાંચતા હતા અને કહેતા કે શ્રી ‘ગુણભદ્રસ્વામી તે ગુણભદ્ર જ છે.” એમ “આત્માનુશાસન'ના કર્તા પુરુષની શ્રીમુખે સ્તુતિ કરી હતી. કૃપાળુ દેવના વચનબળે તુરત વ્યસનનો ત્યાગ પેટલાદના સંન્યાસી શ્રી કૃપાનાથ પાસે આવતા હતા. તેને હુકો-બીડી પીવાની ટેવ હતી. કૃપાળુદેવે તે વ્યસનનું તુચ્છપણું તેને સમજાવ્યું હતું. તેથી તેણે બેઉ વ્યસન તરત છોડી દીધા હતા. ઘારે તો બહેનો માટે કલ્યાણ ઘણું સહેલું એક અવસરે બોરસદથી કેટલીક જૈન બહેનો દર્શન કરવા માટે આવી હતી. તેમણે શ્રી કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબજી, અમારું કલ્યાણ કેવી રીતે થાય? કૃપાનાથે કહ્યું કે—તમારે તો ઘણું સહેલું છે. તમારે પુરુષની પેઠે કમાવાની કે લેવડ-દેવડની તોડ નથી, હુંડી બીડવાની તોડ નથી, વાયદો થયો માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા વિગેરે તમારે કંઈ તોડ નથી. પરંતુ જીવ વિકથામાં પડી જઈ બીજી વૃત્તિએ ચડી જાય છે. બાકી તમારે તો ઘણું સહેલું છે. આત્મા અનુભવાય પણ દેખાય નહીં એક વખત કોઈએ પૂછ્યું કે સાહેબજી, આત્મા તો દેખાતો નથી માટે આત્મા ક્યાં છે? ત્યારે શ્રી કૃપાળુદેવે કહ્યું : ભૂખ લાગે છે તે દેખાય છે? ત્યારે તેણે કહ્યું ભૂખ દેખાતી નથી પણ લાગે છે. ત્યારે કૃપાનાથે કહ્યું–આત્મા છે. જેમ નિદ્રા દેખાતી નથી પણ આવે છે, એનો જેમ અનુભવ છે તેમ આત્મા પણ અનુભવાય કે દેખાતો નથી. પછી પૂછ્યું કે આત્મા કેમ પમાય? ત્યારે એકદમ કૃપાનાથ પગ પર પગ ચડાવી પદ્માસન વાળીને યોગમુદ્રામાં સ્થિર થઈ ગયા. તે વખતની કૃપાનાથની મુદ્રા તો કોઈ ઓર જ થઈ ગઈ. કેવળ આત્મારૂપ સ્થિતિ થઈ ગઈ હતી. કેટલીક વાર પછી પગ છૂટા કરીને કહ્યું કે-“આત્મા આમ પમાય.” (આવી મન, વચન, કાયાના યોગની સ્થિરતાથી પમાય) શ્રી વનમાળીભાઈ પવિત્ર, સરળ અને ભદ્રિક એકવાર ગોઘાવીવાળા વનમાળીભાઈએ કૃપાનાથ પાસેથી અસદ્ગુરુના બોલાવ્યા વિના બોલું નહીં એ નિયમ લીધો હતો. તે ભાઈ બહુ પવિત્ર હતા. સરળ અને ભદ્રિક હતા. તેમને બોઘનું કારણ પૂ.શ્રી અંબાલાલભાઈથી થયું હતું. તેઓ પ્રથમ સાંસારિક કામોથી ખંભાત પધાર્યા હતા. તેમને શ્રી અંબાલાલભાઈના સમાગમથી કૃપાળુદેવના દર્શનનો લાભ મળ્યો હતો. આત્મા ,

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236