Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 235
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૯૪ શ્રી અંબાલાલભાઈની કૃપાળદેવ પ્રત્યે અનન્ય ભક્તિ શ્રી અંબાલાલભાઈમાં ઉદારતાનો ગુણ સારો હતો. શ્રી કૃપાનાથના સમાગમથી તેમની પણ દશા અદ્ભુત વર્તતી હતી. શ્રી કૃપાળુદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ વિનયથી ભક્તિ સેવા કરતા હતા. તેમનામાં વિનયગુણ અનન્ય હતો. રસોઈ પણ પોતે કરતા હતા. શ્રી અંબાલાલભાઈ રૂડા આચરણવાળા, દયાળુ અને ઘણા જ નમ્ર હતા તેમનામાં રસોઈની આવડત પણ વિશેષ હતી. તે પવિત્ર શ્રી અંબાલાલભાઈ જન્મથી રૂડા આચરણવાળા હતા. કૃપાળુદેવના પરમ ભક્ત, દયાળુ અને ઘણા જ નમ્ર સ્વભાવવાળા હતા. તેઓનું ચિત્ત શ્રી નગીનભાઈ પ્રત્યે વિશેષ હતું. એમના સમાગમમાં બેસી કેટલીક વાતો કરતા હતા. કાળ દોષે કરીને બન્ને પવિત્ર આત્માનો વિયોગ થયો છે. શ્રી અંબાલાલભાઈ એકાંતવાસમાં ઊઠતા બેસતા હતા. અનીતિના પૈસા ગટરમાં નાખવા હતા, કચરો ભેગો કચરો એક વખત શ્રી માકુભાઈએ વેપારમાં રૂા.૧૦૦ આશરે નફો કર્યો હતો. તેને કૃપાનાથે પૂછ્યું કે કેમ કર્યું? તેમાં સહેજ અનીતિ થઈ હતી તે માટે માકુભાઈને ઠપકો આપ્યો હતો. અને કહ્યું કે “તે પૈસા ગટરમાં નાખવા હતા.” કચરા ભેગો કચરો પણ આમ અનીતિ કેમ થાય. ઇત્યાદિ કહ્યું હતું. “એ દુષ્ટ અહિંથી જતો રહે એક વખત જમીને ઊઠ્યા પછી મુખવાસ ખાધા પછી બધા બેઠા હતા. તે વખતે રસોડામાં એકદમ કોલાહલ થયો અને માકુભાઈ વિ. ઊઠ્યા. રસોઈયાએ એક ઘાટીને માર્યો હતો અને તેનો પગ ભાંગ્યો હતો તેથી લોહી નીકળ્યું એટલે સાહેબજીએ કહ્યું કે “એ દુષ્ટ અહિંથી જતો રહે.” તે પછી તે તુરત જ જતો રહ્યો હતો. તેવામાં બીજા ઘાટીઓ એકદમ દોડ્યા આવ્યા અને તે બામણને ખોળે પણ તે જતો રહ્યો હતો. પછી સાહેબજી દુકાને પધાર્યા હતા. ત્યાં મને કહ્યું કે અમે રસોઈયા ઉપર ક્રોઘ કેમ કર્યો હશે? મેં કહ્યું કે મને ખબર નથી. પછી પોતે જણાવ્યું કે–“જો તે વખતે તેને વિદાય કર્યો ન હોત તો ઘાટી લોકો તેને મારી નાખત એવા જોસમાં હતા. તેથી અમે આકરા શબ્દથી તેને જતા રહેવાનું કહ્યું હતું. મને તે વખતે તેઓશ્રીનો આશય અભુત લાગ્યો હતો. સુધારવાની રીત જુદી હોય એક વખત ઘાટીનો છોકરો ડૉ.પ્રાણજીવનદાસના ઘોડાને ખવડાવવા ચણા હમેશાં લઈ જતો, તેમાંથી કાઢી લેતો. તે વાત ડૉ.ને કોઈકે કહી. તે વખત સાંજનો સમય હતો, ડૉક્ટર તેને મારતા હતા. તે વખતે કૃપાનાથે કહ્યું કે એમ તે કંઈ સુઘરતો હશે? પછી તેને મારવાનું બંઘ કર્યું અને તે ચાલ્યો ગયો હતો. હજારો જીવો સત્યમાર્ગને પામશે એક વખતે હું તથા છોટાલાલભાઈ શ્રી પરમકૃપાળુદેવ સાથે ફરવા સ્ટેશન પર ગયા હતા, ત્યારે કહ્યું કે પાંચથી દશ હજાર જીવો માર્ગ પામશે. કેટલાંક તો અમોને શોઘતા આવશે અને આવો પુરુષ બીજો નહીં થાય એમ કહેશે. કૃપાનાથ સમયસારનો આ દોહરો બોલતા હતા. “ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસેં, મતવારા સમજૈ ન.”

Loading...

Page Navigation
1 ... 233 234 235 236