Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 233
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૯૨ સાહેબજી ગાદી ઉપર બિરાજ્યા હતા. તે વખતે લાલચંદભાઈ સાહેબજી પ્રત્યે ઘણા જ આક્રોશ શબ્દથી બોલ્યા કે મારા ઘરમાંથી નવકારનું નામ કાઢી નાખ્યું ઇત્યાદિ ઘણું જ બોલ્યા હતા. પછી સાહેબજીએ લાલચંદભાઈને કહ્યું “તમોએ સાઈઠ, સાઈઠ વર્ષ થયાં અભ્યાસ કર્યો છે, તો કહો જીવનું સ્વરૂપ શું?” ત્યારે લાલચંદભાઈ ગુંચાયા એટલે બોલ્યા કે હું કંઈ તેવી વકીલાત જાણતો નથી. એમ કહી ઢંઢિયાના શ્રાવક ભણી જોયું અને કીધું કે આ જવાબ દેશે. તેને સાહેબજીએ પૂછ્યું તે પણ જવાબ દઈ શક્યા નહીં. પછી સાહેબજી થોડો વખત બેઠા અને મારા ભાઈ છોટાલાલભાઈના ઘરે પધાર્યા. થોડા વખત પછી લાલચંદભાઈને શરીરે પીડા થઈ અને પાંચ કે સાતમે દિવસે દેહ પડ્યો. લાલચંદભાઈને અમારા પ્રત્યે પ્રેમ હતો તેમને મરણ વખતે પ્રત્યાખ્યાન વિગેરે ઉદય આવ્યું હતું. તેમની અગ્નિદાહની ક્રિયા કર્યા પછી અથવા તો બીજા દિવસે મેં સાહેબજીને કીધું કે, સાહેબજી! બિચારા લાલચંદભાઈએ થોડા જ દિવસ ઉપર નિંદા કરી દેહ મૂક્યો. તેથી તેમની ગતિ બગડી હશે? સાહેબજીએ જણાવ્યું કે “એમને અંતરમાં અમારા પ્રત્યે પ્રેમ હતો.” કોઈ વિકથા કરે તો અમને ઊંઘ આવે એક વખત સાહેબજીએ શ્રી સૌભાગ્યભાઈને જણાવ્યું કે “અમારી પાસે કોઈ વિકથા કરે, ત્યારે નિંદ્રા આવે, નીકર ન આવે.” સપુરુષ કદી અન્યાય કરે નહીં એક વખત શ્રી કાવિઠામાં ખેતરમાં બિરાજ્યા હતા. ત્યાં શ્રી અંબાલાલભાઈ તથા હું બેઠા હતા. ત્યારે એકાંતમાં શ્રી અંબાલાલભાઈએ સાહેબજીને પૂછ્યું કે અમુક માણસે મને કહ્યું કે શ્રી રેવાશંકર જગજીવનની ક. શાહુકારી રીતે જો અમારું કામ કરે તો અમે તેમની આડત કરીએ. તે વખતે શ્રી પરમકૃપાળુદેવે ઉત્તરમાં જણાવેલ કે તેમાં અમોને શું પૂછો છો. તેનો ઉત્તર તો તમારે પરભારો આપવો જોઈતો હતો.” સપુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે? સૂર્ય કોના માટે ઊગશે? વાયુ કોના માટે વાશે?” વગર પૂછે સમજી લેવું કે પુરુષો કદી અન્યાય કરે નહીં. મુમુક્ષુનો એક બીજા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ શ્રી અંબાલાલભાઈનો વિનય જોઈને મુમુક્ષુઓમાં માંહોમાંહે જગતમાં બીજે સ્થળે ન મળે તેવો ભક્તિભાવ રહેતો હતો. ઘણા પ્રેમભાવથી મુમુક્ષુ એક બીજાને ચાહતા હતા. અંબાલાલભાઈના પ્રતાપથી મુમુક્ષુમાં વિનયગુણના બીજ રોપાયેલ. સયુગમાં સારા આચરણવાળા જીવો ઘણા સંવત્ ૧૯૫૨માં કાવિઠા પઘારેલા, એક અવસરે શ્રી કૃપાનાથ એક વૃક્ષ નીચે બિરાજ્યા હતા. ત્યાં એક વૃદ્ધ પાટીદારે પૂછ્યું કે હે કૃપાનાથ મેં સાંભળ્યું છે કે આગળ સયુગમાં સુદર્શન ચક્ર (ઘર્મચક્ર કે ચક્રવર્તીનું ચક્રો ફરતું. તે કળિયુગમાં તો દેખાતું નથી ત્યારે કૃપાનાથે કહ્યું કે સત્યુગમાં સારા આચરણવાળા જીવો ઘણા હતા તેથી તેમ હતું. જેમ કુટુંબમાં અથવા ખડકીમાં સારા મનુષ્યો હોય અને કોઈ કોઈ માઠા

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236