Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 225
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૬ વારંવાર બોલતા હતા. જે દિવસે સાહેબજી ખંભાત પઘાર્યા તે દિવસે બહાર ગાદી ઉપર બિરાજ્યા હતા. તે વખતે સાંયકાળ હતો. જન્મ, તિથિ, વાર વગેરે કહી આપ્યા સાહેબજીએ એકવાર લાલચંદભાઈને કીધું કે તમારો જન્મ શ્રાવણ માસમાં, વદમાં, ફલાણી તિથિ, ફલાણો વાર, ફલાણા સમયે થયેલ છે? લાલચંદભાઈએ કહ્યું હા, જી સાહેબ!! તે પ્રમાણે જ છે. ત્યાર પછી ત્રીજે દિવસે ભાઈ અંબાલાલને કીધું કે આજે અમારે ત્યાં સાહેબજી જમશે. અતિ આગ્રહથી સાહેબજી અમારે ત્યાં જમવા પધાર્યા હતા. આગલે દિવસે સાહેબજી એકવાર જમ્યા હતા. મારે ત્યાં જમવા પધાર્યા ત્યારે ૧૦, ૧૧નો સુમાર થયો હતો. મેં સાહેબજીને રસ્તામાં કીધું કે સાહેબજી! ગઈ કાલે આપે તો એક વખત આહાર કર્યો હતો. સાહેબજીએ કીધું કે “ના, સાંજના પછીના ભાગમાં ભાઈ અંબાલાલ સાથે આહાર ગ્રહણ કર્યો હતો.” સપુરુષની કૃપાથી જ આત્માનંદ પ્રાપ્ત થાય સંવત ૧૯૪૭ની સાલમાં કારતક સુદ-એકમના બેસતા વર્ષે મારા ભાઈ છોટાલાલભાઈને ત્યાં સાંજના પઘાર્યા હતા. તે વખતે ઉપરના માળે આ પદ સાહેબજી બોલતા હતા કે... દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે હો, મલ્લિજન.” એમ વારંવાર ગંભીર, ગીરાથી ધૂન સહિત ઉચ્ચાર કરતા હતા. બીજા બીજા વખતમાં કાંઈ કાંઈ વાતચીત થઈ હશે પણ તે હાલ સ્મરણમાં રહેલ નથી. પણ સાહેબજી વારંવાર કહેતા કે “સત્સંગ શોધો.” ભયને કૂવામાં નાખો તે વખતમાં લલ્લુજી સ્વામી સાહેબજી પાસે વખતો વખત આવતા હતા અને એક વખત સાહેબજીએ મુનિશ્રીને કીધું કે “ભયને કૂવામાં નાખો.” આ વચનો મેં લલ્લુજી સ્વામી પાસે સાંભળ્યા હતા. એક વખત સાહેબજી ઠુંઢિયાના ઉપાશ્રયે પધાર્યા હતા. ત્યાં હરખચંદજી મુનિશ્રીના સમક્ષ અષ્ટાવઘાન કર્યા હતા. હરખચંદજી મુનિશ્રી ઘણો જ આનંદ પામ્યા હતા અને સાહેબજીના ગુણ ગાવા માંડ્યા. તે વખતે લાલચંદભાઈ તથા મારા પિતાશ્રી ઉપાશ્રયમાં હતા. કારતક સુદ બીજના દિવસે પોતે મુંબઈ પધાર્યા હતા. અને અંબાલાલભાઈ આણંદ સુઘી સાહેબજીને મૂકવા ગયા હતા. પરમકૃપાળુ દેવ પ્રત્યે બહુ જ ઉત્તમ ભક્તિ શ્રી અંબાલાલભાઈની ભક્તિ બહુ જ ઉત્તમ હતી. અંબાલાલભાઈ પ્રગટપણે વારંવાર બોલતા કે મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્ રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્.” આ શ્લોક બેસતાં ઊઠતાં હરઘડીએ ઉચ્ચાર કર્યા કરતા. સ્મરણ ભક્તિ તેમને બહુ જ ઊગી હતી. મને કોઈક સંશય થયો હતો. તેનું તેમણે નિવારણ કર્યું હતું. ફરીથી સંવત્ ૧૯૪૭ના પર્યુષણ પર્વમાં શ્રી રાળજ પધાર્યા હતા. ત્યાં સાહેબજીની સ્થિતિ ૧૮ દિવસ લગભગ થઈ હતી. ત્યાં મુખ્ય બોઘ કુલાગ્રહની નિવૃત્તિનો ચાલતો હતો.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236