Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 224
________________ ૧૮૫ શ્રીમદ્ અને ત્રિભોવનભાઈ જે જે વાત અને બીના બની હતી, તે સર્વ કહી સંભળાવી. શ્રી જૂઠાભાઈની તબિયત નરમ રહેતી હતી તેથી તેમને જોવા માટે હું ફરીથી વૈશાખ માસમાં અમદાવાદ ગયો. એમના સમાગમથી મને ઘણો જ આનંદ થતો હતો. શ્રી જૂઠાભાઈએ અષાઢ માસમાં સમાધિ સહિત દેહ મૂક્યો. હું તે સાલમાં શ્રાવણ માસમાં મુંબઈ ગયો હતો. ત્યાં નાગદેવીના રસ્તા ઉપર, ઉપરના મકાનમાં સાહેબજી રહેતા હતા...દુકાન કરવાની વાતચીત કરતા હતા. જૂઠાભાઈ જ્યારે દેહ મૂકશે તે પ્રથમથી જ જાણકારી સાહેબજીએ કેટલાંક પત્રો લખેલા મને આપ્યા હતા તેમાં જૂઠાભાઈ આ જન્મમાં ક્યારે દેહ મૂકશે તે સંબંઘી સાહેબજીએ પ્રથમથી જ લખી રાખ્યું હતું, તે મને વંચાવ્યું હતું. તથા પત્ર અથવા બુક મને આપી હતી. તે પત્રો “શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત'માં પત્રાંક ૧૧૬, ૧૧૭માં છપાયેલ છે. પછી સાહેબ શ્રી વવાણિયા બંદરે પધાર્યા હતા. કેટલાંક પત્રોનો ખંભાત આવ્યા પછીથી ઉતારો કરાવ્યો હતો. સત્સંગ શોઘો” સંવત્ ૧૯૪૬માં ખંભાત આસો માસમાં પધારવા સંબંધી પત્ર આવ્યો ત્યારે શ્રી અંબાલાલભાઈ આણંદ તેડવા ગયા હતા. સુંદરલાલભાઈ, નગીનભાઈ તથા હું ફેણાવ તેડવા સામા ગયા. ત્યાં એક ટેકરી ઉપર સાહેબજી બિરાજ્યા હતા. સાહેબજીને દીઠા કે તુરત જ અમે નમસ્કાર કર્યા. ત્યાં સાહેબજીને છોટાલાલ કપુરચંદે જમવાને માટે અતિ આગ્રહ કર્યો હતો. તેથી સાહેબજી ત્યાં જમ્યા. પછી ખંભાત તરફ પધાર્યા. તે વખતે સાહેબજી એટલો જ બોઘ કરતા કે “સત્સંગ શોધો.” જે કોઈ આ વિદ્યા ફોરવશે તે અનંતકાળ પરિભ્રમણ કરશે મારા પાસે જ્યોતિષનો પાંચ વરસથી વરતારો હતો. તે સંબંધી મેં સાહેબજીને કીધું. તેમણે માગ્યો. મેં આપ્યો. પછી એ સંબંધી તુચ્છભાવ થાય તેવો સાહેબજીએ બોઘ આપ્યો જેથી મને તે ઉપર તિરસ્કાર થયો અને મેં કીધું કે ફાડી નાખું? ત્યારે સાહેબજીએ કીધું, “ના, છો રહ્યો.” પછી એકવાર સાહેબજી ચંદપન્નતિ અથવા સૂર્યપન્નતિ બેમાંથી એક વાંચતા હતા, તેમાંથી મારી પાસે છેલ્લા ભાગમાંથી વંચાવ્યું અને સાહેબજીએ કીધું કે “જે કોઈ આ વિદ્યા ફોરવશે તે અનંતકાળ પરિભ્રમણ કરશે.” ત્યારપછીથી મને તે જ્યોતિષનો મોહ ઓછો થયો. આ જીવ પોતાને જ ભૂલી જાય છે એક વખત સાહેબજીએ દશ ઓરડી સબંઘી દ્રષ્ટાંત આપ્યું કે જીવ પોતાની ઓરડીને ભૂલી ગયો છે. તેથી નવ ગણે છે. અને આંગળીનો ઈશારો પોતા તરફ કરી સાહેબજીએ જણાવ્યું કે ““આ દશમી હું' તેને પોતે ભૂલી જાય છે.” અબ હમ અમર ભયે ન મરેંગે' ફરીથી હું એકવાર સાહેબજી પાસે સવારમાં ગયો હતો. ત્યારે હિંચકા ઉપર બિરાજ્યા હતા. તે વખતે સાહેબજી શ્રી આનંદઘનજીનું પદ બોલતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે” એ જ પદ

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236